________________
ર૭
આધ્યાત્મિક જીવનને સરલ ભા. આત્માનું લક્ષણ છે. સઘળું આત્મામાં જ છે. સર્વત્ર એકજ જોવામાં આવે છે. આપણું કે જે પ્રકૃતિથી અંધ બનેલા છીએ તે હેને કેવી રીતે ઓળખીશું, કેવી રીતે પામીશું?
આને અનુભવ કરવાનું પહેલું અગત્યનું પગથિયું “ર્તવ્યને નિયમ” છે. આધ્યાત્મિક જીવનને અનુભવ કરવાને મનુષ્ય શા સારુ આ કર્તવ્યના નિયમને અનુસરવું જોઈએ, તે સમજવાને આ આપણે પળવાર થોભીએ. ઉચ્ચ ભુવનને લગતાં કેટલાંક “
સને હમે હમારી આસપાસ જુઓ છો. તેઓ આધ્યાત્મિક નથી, પણ તેઓ બહુજ ભારે બળ અજમાવે છે, તેઓ કુદરતને ગતિમાન કરે છે, અને પિતાની ઈચ્છા પ્રમાણે પ્રકૃતિને ચલાવે છે. અગણ્ય બળવાળાં મહાન સત્વે આપણી આસપાસ દુનિયામાં ભમે છે. ઉચ્ચ પ્રકારના વિચારોની પ્રેરણા કરે છે અને ઉચ્ચ પ્રકારના પ્રયતનથી કેટલાક ઉન્નતિક્રમને સહાય આપે છે. બીજાઓ પણ ઉન્નતિક્રમને સહાય આપે છે, પણ તેઓ મનુષ્યની ઉન્નતિમાં વિઘ નાખીને અને હેને ગભરામણમાં નાખીને તે કામ કરે છે. આમ કરવાનું કારણ એ જ છે કે મનુષ્યો પિતાના પગ મજબૂતાઇથી મૂકતાં શિખે અને ખરાબની સામા થવાથી સારા માર્ગમાં પૂરેપૂરા નિપુણ થાય.
આ બન્ને શક્તિઓ દૈવી શક્તિના જૂદા જૂદા આવિર્ભા છે.અધારે વિના અજવાળું હમને મળી શકે નહિ, અને સામા થયા વિના ઉન્નતિ થઇ શકે નહિ. ઉન્નતિની સામે થનાર શક્તિ સિવાય ઉન્નતિ સંભવતી નથી. જે શક્તિ ઉન્નતિક્રમની વિરૂદ્ધ કામ કરે છે, તે જ શક્તિ ઉન્નતિને સ્થિર બનાવે છે, અને મનુષ્યની ઉંચા પ્રકારની વૃદ્ધિને શક્ય બનાવે છે. આપણે સામાન્ય ભૂલમાં ન પડી જઈએ, અને આ બન્નેના વિરુદ્ધ ધર્મોને એક સરખા ન ગણીએ એ બાબતથી આપણે ચેતવાનું છે. ઉચ્ચ ભવનની શક્તિઓ અને સો જેઓ ઉન્નતિ ક્રમને આગળ વધારે છે, જે આપણને દેરવે છે, પ્રેરણા કરે છે, ઉંચે ચઢાવે છે, અને પવિત્ર બનાવે છે, તેઓ તરફ જ ખરેખર પૂજ્યભાવ દેખાડવો જોઈએ, હેમને પગલે આપણે સહીસલામતીથી ચાલી શકીએ અને તેઓની સહીસલામતીથી પ્રાર્થના પણ કરી શકીએ. જે પ્રમાણમાં આપણે સામા થઈએ, અથવા વિરૂદ્ધ પડીએ, તે પ્રમાણમાં બીજી શક્તિઓ પણ આપણું મિત્ર રૂપ બને છે. અને હારે આપણે હેમની સામે થઈએ, હારે જ તે આપણને મદદ કરી શકે. કારણ કે હારે જ તેઓ આપણું આધ્યાત્મિક સ્નાયુઓને અને તંતુઓને મજબુત બનાવે