________________
આધ્યાત્મિક જીવનને સરલ માર્ગ,
આધ્યાત્મિક જીવનને સરલ માર્ગ.
(મીસીસ અનીબીસટના લેખનું અનુકરણ..).
આજને આપણો વિષય આપણે બહુ ધ્યાનપૂર્વક વિચારવાનું છે. મનુષ્યમાં ઉચ્ચ ચૈતન્ય સવશે “પ્રકટ થાય, તે સારૂ તેણે કેવા પ્રકારનું જીવન ગાળવું જોઈએ, તે આપણે આજે વિચારવાનું છે. આ કામ કરવાને જુદાં જુદાં પગથિયાં આપણે ધ્યાનમાં લેવા જોઈએ, અને આપણે હાલ જે પગથિયા ઉપર ઉભેલા છીએ તે પગથિયા ઉપરથી આપણા ચૈતન્યના વિકાસ સારૂ-આપણું દૈવિ જીવનના પ્રકટીકરણ સારૂ–આપણે શું કરવું જોઈએ હેને આપણે ખ્યાલ લાવવો જોઈએ. આ વિષયનું આપણે બરાબર જ્ઞાન મેળવીએ માટે આ વિષયનો પ્રારંભ કરતાં એક બે અગત્યના શબ્દોની વ્યાખ્યા આપવી જરૂરી છે.
પ્રથમ તે, ઉચ્ચ જીવન એટલે શું? મહું આ શબ્દો હેના વિશાલ અર્થમાં વાપર્યા છે. સ્થૂળ જીવન કરતાં કોઈ પણ ઉંચા દરજજાના જીવનને મહે ઉચ્ચ જીવન તરીકે ગણ્યું છે. ચર્મચક્ષુથી ન દેખાય તેવા સૂમભુવન, માનસિકભુવન, બુદ્ધિ ભુવન અને આત્મિક ભુવન અને હેની પણ પેલી પાર આવેલાં ભુવનમાં “પ્રકટ’ થતા મનુષ્યના જીવને ઉચ્ચ જીવન રૂપમાં આ ભાષણમાં ગણવામાં આવશે.
પણ આધ્યાત્મિક એટલે શું? આ જુદાં જુદાં ભુવનમાં ઉચ્ચ જીવનનું પ્રકટ થવું એ સર્વ કાંઈ “આધ્યાત્મિક નથી. જે આકારોમાં ચૈતન્ય પ્રકટ થાય છે, તે આકારે અને ચૈતન્ય વચ્ચે ભેદ પાડતાં આપણે શિખવું જોઈએ. જે કાંઈ આકારેને લગતું છે, તે કદાપિ આધ્યાત્મિક ગણી શકાય નહિ. દરેક ભુવન ઉપર આકારનું જીવન એ પ્રકૃતિનું પ્રકટીકરણ છે, પણ આત્માનું નથી. સૂક્ષ્મ ભુવન ઉપર કે માનસિક ભુવન ઉપર આકારમાં જીવન પ્રકટ થાય, કે છેવટે સ્થૂલ ભુવન ઉપર તે પ્રકટ થાય, છતાં તે જીવન આધ્યાત્મિક જીવન ગણી શકાય નહિ. | દરેક સ્થળે પ્રકૃતિના આવિર્ભાવો માયાવી છે, અને જે માયાવી છે તે કદાપિ આધ્યાત્મિક કહી શકાય નહિ. આ બાબત ખુબ યાદ રાખવા જેવી છે. જે આ બાબત યાદ ન રાખવામાં આવે તે આપણા અભ્યાસમાં બહુ ભૂલ પડવાને સંભવ છે, અને આત્મિક ઉન્નતિને માટે યોગ્ય