________________
માત્ર કસરત વડે દરેક વ્યાધિ મટાડવાનું શાસ્ત્ર. ૨૫ આ કસરત ભેજાને સોજો, સળેખમ તથા હવાને લગતા માર્ગો, ફેફસા તથા હૃદયને ફાયદો કરે છે.
(૨) આ બીજા નંબરની કસરત, પહેલા નંબર મુજબ જ કરવાની છે; પરંતુ ખભાને બદલે બન્ને હાથને હલાવવાના છે. જમણે હાથ જમણું ખભાની લાઈનમાં, જમણી બાજુએ, અને ડાબે હાથે ડાબા ખભાની લાઈનમાં, ડાબી બાજુએ, સીધે લંબાવી ગોળ કુંડાળામાં પ થી ૧૦ વખત હલાવો. છાતી બહાર રાખવી. માથું હલાવવું નહિ.
આથી પણ નં. ૧ ની કસરત જે જ ફાયદો થાય છે.
(૩) નં. ૨ વાળી કસરત મુજબ બને હાથને કસરત આપવી, હાથ ફેરવવાને ચકરાવો જરા માટે લે.
આ કસરત, હાથની-છાતીની તથા ગરદનની નસોને મજબુત કરે છે.
(૪) બન્ને હાથ માથા ઉપર લઈ જઈ ઉંચા કરવા અને પછી ઝડપથી છાતી સામે સીધા કરવા અને તુરત બન્ને બાજુ પર પડતા નાખવા. હારે હાથ ઉંચા કરે ત્યારે દમ લે, છાતી સામે આવે વહારે દમ રેક, અને નીચે પડે ત્યારે દમ છેડે; એમ ૫ થી ૧૦ વખત કરવું,
આ કસરત, ફેફસાને તથા દમને માટે અકસીર છે. . ”
(૫) નં. ૪ વાળી કસરત મુજબ કરવું; પણ હાથ છાતી સામે લઈ જવાને બદલે ખભા સામે લઈ જવા તથા માથા પર આવતાં બન્ને હાથની હથેલી એકમેકને લાગે તેમ કરવું.
એ પ્રમાણે ૮ થી ૧૨ વખત કરવું.
આ કસરત, છાતી અને ફેફસાના દરદમાં તથા ક્ષય વગેરે રોગો માટે અકસીર છે. - (૬) બન્ને હાથને સરખા બન્ને બાજુએ પગને લગાડીને રાખવા. પછી બને હાથને ઘુંટીમાંથી વાળવા. પછી એકદમ એક ઝટકા માથે છાતી સામે લાંબા કરવા અને ધીમે ધીમે પાછા અડધા વાળવા, પછી, એકદમ છાતી ટકા સાથે ખભા સામે લાંબા કરવા, અને ધીમે ધીમે પાછા અડધા વાળવા, એવી રીતે કે જેથી હાથનાં આંગળાં ખભાને વાગે. પછી થી