________________
૧૨
જેનહિતેચ્છુ.
જયને દેવ, ગાન્ધર્વ અને બ્રહ્મા સાથે માર (કામદેવ ) પણ પરાજયના રૂપમાં ફેરવી શકે નહિ. - શારીરિક ક્રોધથી ચેતતું રહે, અને હારા શરીર ઉપર જ્ય મેળવ. શારીરિક પાપનો ત્યાગ કર અને હારા શરીરથી સદ્ગુણી જીવન ગાળ. વાચિક ક્રોધથી ચેતત રહે અને હારી વાણી ઉપર જય મેળવ. વાચિક પાપને ત્યાગ કર અને હારા મન ઉપર જય મેળવ.
માનસિક પાપને ત્યાગ કર અને હારા મનથી સલુણી જીવન ગાળ.
જે સુજ્ઞ પુરૂષો પોતાના શરીર, વાણી અને મન ઉપર જય મેળવે છે તેઓ જ ખરેખર સંયમી છે.
- ધમ્મપદ. જે મનુષ્ય કઈ પણ વસ્તુ ઉપર આધાર રાખતા નથી, જે સ્વતંત્ર છે અને ધર્મ સમઝીને જેને જન્મ અથવા મરણની ઇચ્છા નથી, અને ઈન્દ્રિયજન્ય સુખની જેને આશા નથી તેને જ હું શાંત ગણું છું. તેને કોઈ પણ બંધન નથી; તેણે ઈચ્છા ઉપર જ્ય મેળવ્યો છે.
પૂરાભેદ સત્ત. ઇચ્છા ઉપર જ્ય નહિ મેળવનાર મનુષ્યને, નગ્નપણુ, જટાધારીપણું, ભસ્મ, ઉપવાસ, ભૂમિશગ્યા, ભસ્મવિલેપન, અથવા તે નિશ્ચલ આસન એ સર્વ પવિત્ર બનાવવાને અશક્ત છે.
જે, સુશોભિત વસ્ત્ર પહેરવા છતાં પણ શાંત છે, સંયમી છે, છતેન્દ્રિય છે, પવિત્ર છે, અને અન્ય પુરૂષના દેષ તરફ દષ્ટિ રાખતું નથી તે જ ખરેખર બ્રાહ્મણ છે, યતિ છે અને સાધુ પુરૂષ છે.
ધમ્મપદ. જેણે, નિત્ય દમનથી. આત્મજય મેળવ્યા છે, તેણે ફક્ત આ એક જ જ્યથી એટલે તે મોટો ય મેળવ્યો છે કે સઘળા મનુષ્ય ઉપરનો જય, આ જયમાં જરા પણ વધારો કરી શકે તેમ નથી.
' આત્મા આત્માને નિયંતા છે, બીજે કોણ નિયંતા હેઇ શકે જે પિતાની જાતનો સ્વામી થયો છે તે સઘળા બંધનને તોડી નાંખે છે.
अपकारने बदले उपकार. જે મનુષ્ય ક્રોધને ત્યાગ કરે તે તેની નિદ્રા શાંતિયુક્ત બને છે. જો મનુષ્ય ક્રોધને ત્યાગ કરે છે તે કદાપિ દિલગીર રહેતો નથી.