SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છ. મહાત્મા બુદ્ધનાં વચનામૃત. ભગવાન મહાવીરના સમકાલીન મહાત્મા શ્રી બુદ્ધને માટે જૈન ભાઈઓ ઘણા ખરાબ શબ્દો ઉચ્ચારતા જોવામાં આવે છે, એવા સમયમાં એ મહાત્માની ખરી કિંમત આંકવાનું કામ દરેક સુજ્ઞ પુરૂષ પોતે જાતે જ કરી લે તે ઠીક એમ સમજી એમનાં ઉપદેશવચને જાહેરમાં મૂકવાં ઉચીત ધારું છું. કોઈને સારો કે ખોટે કહેવાની શી જરૂર છે?—જે હેના શબ્દ અને હેનાં કૃત્યે આપણી આંખ આગળ જ હોય તે તે ઉપરથી એના સંબંધી ખરો ખ્યાલ બાંધવામાં શી મુશીબત છે ? જૈન ધર્મગુરૂ તરીકેની છાપ જેમને ન વાગી હોય એવા તમામને ‘અભવી કે મિથ્યાત્વી કે અધમી કહેવા એ મહને તે જેન સિદ્ધાન્તની વિરૂદ્ધનું કામ લાગે છે. જ્ઞાન-દર્શનચારિત્રની હયાતી છતાં પણ તે ગુણોવાળા પાત્રમાં ધર્મ નથી એમ કહેનારને હું જૈન' તરીકે કબુલ સખવાની ના જ કહીશ. મહાત્મા બુદ્ધનાં વચન અને કાર્યો માટે આપણે હજી ખરે ખ્યાલ બાંધી શકીએ તેમ છીએ, માટે બીજાના મત ઉપરથી હેને માટે ખોટો કે સારે ખ્યાલ ન બાંધતાં આપણે દરેક જૈન તે મહાભાના સંબંધમાં સ્વતંત્ર રીતે જ ખ્યાલ બાંધીશું તો ઠીક પડશે. એમનાં વચનો, બુદ્ધ ધર્મશાસ્ત્રોમાંથી ઉતારો કરીને, આ નીચે આપવામાં આવ્યાં છેઅને એમનું જીવનચરિત્ર અનેક વિદ્વાન લેખકોના ગ્રંથો ઉપરથી ઉપજાવી કહાડીને મહારા એક વિદ્વાન મિત્રે તૈયાર કર્યું છે અને મહારા “જેનસમાચાર પત્રના ગ્રાહકોને ૧૮૧૨ ના જાનેવારીમાં જ ભેટ તરીકે આપવાનું છે. હાલમાં તે પુસ્તક છપાય છે. સુમારે ર૦૦ પૃષ્ટનું તે અમૂલ્ય પુસ્તક વાચકેના હૃદય ઉપર ઉચ્ચતમ સંસ્કાર પાડયા સિવાય નહિ જ રહે એમ મહારું માનવું છે. એક તરફથી આ બુદ્ધવચને અને બીજી તરફથી આવતા જાનેવારીમાં આપવાનું બુદ્ધચરિત્ર એ બે વાંચવાથી હરકોઈ સખસ એ મહાત્માની પવિત્રતા માટે ખરે ખ્યાલ બાંધી શકશે; પછી કોણ સાચું અને કોણ જૂઠું એ વિવાદમાં ઉતરવાની જરૂર જ રહેશે નહિ.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy