________________
જેમાં નથી સમાયેલું એવું કાંઈ જવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, સાંભળવામાં, વાંચવામાં, લખવામાં, વિચારવામાં અને કરવામાં અપાતે વીર્ય કે સમયનો ભાગ એ જ અનર્થ દંડ છે. દિવસમાં આવા નજીવા જેવા દેખાતા કેટલા ગુન્હા થાય છે તે વિચાર અને “લાખની પાણ”ના આ “ખોટના વ્યાપાર” થી મુક્ત થવા માટે હજીએ અનર્થદંડવિરમણ વ્રત અંગીકાર કર. ધર્મનું કુલ રહસ્ય આ એક વ્રતમાં સમાઈ જાય છે, ફલસુફીને પાયે આ વ્રતમાં છે; તનદુરરતી, આબાદી અને શાન્તિનું મૂળ આ વ્રતમાં છે.
૨૩ આ હારા લાભને વ્યાપારી છે. ગુપ્ત શક્તિ
ઓ ખીલવવાને આ શ્રેષ્ઠ વ્યાપાર છે. મુશ્કેલીઓ અને પ્રતિકુળ સંજોગે વગર—ઘર્ષણ વગર ગરમી–તેજ-પ્રકાશ પ્રકટી નીકળે જ નહિ. અને અંધશ્રદ્ધાથી ભરપુર લેકે વચ્ચે ધાર્મિક ઉપદેશ દેવાના નિયમીત “વ્યાપારમાં જેટલું ઉપરાઉપરી ઘર્ષણનો સંભવ છે એટલે બીજા કે વ્યાપારમાં નથી. આપત્તિ કાળે હૃદયના આકાશમાં જે ગડગડાટ અને તેફાન થાય છે હેમાંથી કવચિત્ ખૂણેખાંચરે વિજળી પણ પ્રગટી નીકળે છે એ કેવી સુભાગ્યની વાત છે, અને એમાંથી જ સ્થૂલ પૃથ્વી પરના જીના લાભ માટે મેઉ પણ વર્ષે છે એ કેવી સુંદર ઘટમાળ છે!
૨૪ સૂત્રો હેના નગ્ન સ્વરૂપમાં જોવાની તિવ્ર.
અભિલાષા રાખજે. હમણાં કદાચ તે તું નહિ કરી શકે, તથાપિ જેમ જેમ 'કર્મવેગ વધારે