________________
I
અત્મહતકર બોધ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ ૧૬
અંક: ૧૧
તા. ૨૭-૧-૨૦૦૪
આત્મહંતકર બોધ
છે (2) આત્મા એ અનંત શકિતનો અખૂટ ભંડાર છે.
આત્માનું સ્વરૂપ શુદ્ધ અને નિર્મળ છે. આત્મા જ્ઞાન, દર્શન, અને ચારિત્રાદિ ગુણોને ધારણ કરનાર છે. આત્મા પોતાના અનંત ગુણોને તથા ત્યાગ, સદાચાર, તપ, શીલ આદિ શુભ ગુણોને પ્રકાશમાં મુકવાની પ્રબળ શકિત ધરાવે છે. આત્માનું એ સામર્થ્ય છે કે પાપાદિની ઝેરી હવાને નાબુદ કરી શુદ્ધ આત્મગુણમાં પ્રગતિ કરવાની શકિત ધરાવે છે. જન્મવું, મરવું, એશઆરામને વિલાસ ભોગવવો, ઇન્દ્રિયોના સુખોમાં આનંદ માણવો એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. મોક્ષ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. સંસાર એ આત્માનું વિકૃત સ્વરૂપ છે. અનાદિ કાળ આત્મા કર્મ સત્તાની ભયંકર ગુલામીમાં કેદ બની ગયો છે અને પાપાદિ કર્મના પડળોથી, આવરણોથી આત્માની જવલંત શકિત ઢંકાઇ ગઇ છે. આત્માના પ્રકાશ પર અંધારપટ આવી ગયો છે. આવી કફોડી સ્થિતિને, ભયંકર દશા આજે આત્માની છે. એ ઢંકાઈ ગયેલી આત્માની
જવલંત જયોતિ કયારે પ્રગટે? સંસારનો મોહ, મમતા માયાને મારાપણું જે ઘર કરે બેઠેલું છે તેની પર કાપ મૂકાય, ને વિષય કષાયો પર જીત મેળવાય, પોતાને પાપનો ભય લાગ્યા જ કરે, આટલું થાય તો આત્માનું સાચું સ્વરૂપ પ્રગટવા
વિના રહે જ નહિં. (૩) આત્માનો શરીર સાથે શો સંબંધ છે? આત્મા
શરીરથી જુદો છે. શરીર આત્માનું બંધન છે. શરીર એ આત્માનું કેદખાનું છે. શરીર ક્ષણીક છે. મનુષ્ય મરે છે એટલે આત્મા શરીર છોડી ચાલ્યો જાય છે. એકને છોડે ને બીજામાં દાખલ થાય છે. મૃત્યુ એટલે શરીરની ફેરબદલી. મરણ પછી જીવ કઈ ગતિમાં જશે એનો આધાર સંસારમાં જીવન કેવું જીવ્યા? પાપ પ્રવૃત્તિઓ કેટલી કરી? એના સરવૈયાના હિરાબ ઉપર ભવિષ્યનો આધાર છે. આ ભવ મળ્યો છે તે પણ ભૂતકાળમાં કરેલી આરાધનાના યોગે જ મળેલો છે. પરલોક સુધારવો હોય તો પૂની જમા બાજુ વધારવી જોઈએ. અને પાપની ઉધાર બાજુ ઘટાડવી જોઈએ. વેપારમાં જ જમે પડેલું નાણું ખર્ચાઇ જાય તો ઉધાર બાજુ ખર્ચ વધ્યા જ કરે તો દેવાનો ભાર વધી જાય ને પેઢી નાદારીમાં જાય, ધર્મની બેન્કમાં આરાધનારૂપી નાણું જમે ન હોય અને પાપનું ખાતું જ ચાલુ રહે તો દુર્ગતિ સિવાય બીજો કયો માર્ગ હોઈ શકે?
-આશિષ
ITI)
(
અત્યક્ષરીના જવાબો (પાના નં. ૧૮૭) ઉપરથી... ૧. ધીર, ૨. સવાર, ૩. અલંકાર, ૪. મેરૂ શિખર, ૫. સમેત શિખર, ૬. હસ્તિનાપુર, ૭
T મુનિવર, ૮. હજાર, ૯. બાર નીચેથી.. ૧. દૂર, ૨. સાગર, ૩. સુવિચાર, ૪. ભવ સાગર, ૫. પદ્મ સરોવર, ૬. રાજકુમાર, ૭. બહોતર,
૮. અપાર, ૯. તેર
PA