SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના જોખમે જીવદયા પણ કરી શકતું નહિ. પરંતુ હઠીસીંગભાઇ હિંમત સાથે ઉભા થયા અને બળ તેમજ કળનો આશ્રય લઇનેય એમણે એ વધુ ન થવા દીધો. શ્રી જૈનશાસન (અઠવાડીક) આમ જીવહિંસા અટકાવવામાં સફળતા તો મળી, પણ આથી હઠીસીંગભાઇની સામે ફરિયાદ દાખલ કરીને હિંસાના એ અસંતુષ્ટ હિમાયતીઓ એમને કોર્ટમાં ઘસડી ગયા. પણ શાસનદેવની સહાયથી અને અનેક શેઠિયાઓના પીઠબળથી એઓ વિજયી બન્યા. ત્યારથી લીંચમાં પાડાઓના બલિદાનની પ્રથા બંધ થઇ. એ પ્રથા હજી આજે પણ બંધ જ છે. લીચની આસપાસ ઠાકરડાં કોમના બે હજાર ઉપરાંત ધરોની વસ્તી એ જમાનામાં હતી, એ લોકો અજ્ઞાનતા અને શિકાર આદિના શોખને કારણે અનેક જાતની હિંસા કરતા. હઠીસીંગભાઈને થયું કે, આ બધી હિંસા બંધ કરાવવી હોય પાંજરાપોળ જેવી એકાદ સંસ્થા હોવી જ જોઇએ ! એથી ૧૯૪૦ની સાલમાં ‘લીંચ મહાજન પાંજરાપોળ'ની એમણે સ્થાપના કરી. આના કારણે લૂલા-લંગળા જીવોને ઝળવવાનું કાર્ય વ્યવસ્થિત થવા માડ્યું અને એમની જીવદયાની પ્રવૃત્તિને પણ ઠીક ઠીક વેગ મળ્યો. હિંસાના હિમાયતી લોકોની આંખમાં શેઠ ુઠીસીંગભાઇ પાંજરાપોળની સ્થાપના પછી તો કણાની જેમ ખૂંચવા લાગ્યો. એથી એકવાર એ લોકોએ ‘મૂઠ’ના યોગ એમની પર અજમાવવાનું નક્કી કર્યું. મેલી વિદ્યાના સાધકે હઠીસીંગભાઇ પર મૂઠના અનેક પ્રયોગો કર્યાં. પરંતુ એક પણ પ્રયોગ સફળ ન થતા એણે અંતે એકરાર કર્યો કે, આ કોઇ પવિત્ર અને પરાક્રમી માણસ જણાય છે, એથી મૂઠની મુઠ્ઠીમાં પકડાતો નથી. આ બનાવ પછી હઠીસીંગભાઇના અણીશુદ્ધ હ્મચર્યનો પ્રભાવ ચોમેર સવિશેષ ફેલાવા માંડ્યો. થોડા વર્ષો પછી એમનો જાન ફરી એકવાર જોખમમાં મૂકાયો. ચઓ પાંજરાપોળની ઓફિસમાં બેસીને સંસ્થાનું કામકાજ ફરી રહ્યા હતા, એમાં માનસિંગ નામનો એક ઠાકરડો તલવાર લઇને એમને જાનથી ખતમ કરી દેવા ઓફિસમાં * વર્ષ: ૧૬ અંકઃ ૧૧ * તા. '૭-૧-૨૦૦૪ છૂપી રીતે ઘૂસી ગયો. પણ પાપીના પાસા પુણ્યશાળી આગળ કઇ રીતે પોબાર પડે ? એ ઠાકરડો દરવાજા પાછળ છૂપાઇ ગયો ને શેઠ બહર નીકળવા તૈયાર થયા, ત્યાં જ પ્રહાર કરવા એ આગળ આવ્યો. પરંતુ શેઠે સમય સૂચકતા વાપરીને પોતાનો હાથ આડો ધરી દીધો. એથી આંગળીઓ કપાઇ ગઇ. પણ લાખેણો જાન બચી ગયો. શૂળીની સજા જાણે સોયથી પતી ! આંગળીઓની આ ખોડ જીવન સુધી રહી. અને જીવદયા કાજેની એમની જાનફેસાની તેમજ જવાંમર્દીનો એ જયજયકાર કરતી રહી. | એકવાર પૂ. પંન્યાસજી શ્રી મણિવિજયજી મહારાજ આદિની સાથે શ્રી હઠીસીંગભાઇ આબુની યાત્રા કરવા નીકળ્યા. રસ્તામાં એક ઠેકાણે કેટલાંક ખાટકીઓને ઘેટાબકરા લઇ જતા એમણે જોયા અને એમનો દયાપ્રેમી જીવ ઝાલ્યો ન રહ્યો. એઓ મેદાને પડ્યા, એટલે સાથેના ૨૦૨૫ યાત્રીઓ પણ મેદાને પડ્યા અને એ બધાં ઘેટાબકરાઓને એમણે ખાટકી પાસેથી છોડાવ્યા. આથી ગુસ્સે ભરાયેલા ખાટકીઓએ હઠીસીંગભાઇને લાકડીઓથી ઠીકઠીક મેથીપાક ચખાડ્યો. પણ એનું એમને દુઃખ નહોતું, જીવો બચી ગયા, એના આનંદ આગળ દુઃખને હઠીસીંગભાઇએ સાવ તુચ્છ ગણ્યું. આ લાકર્ડ ના ઘા પણ એમના શરીરમાં મૃત્યુ પર્યંત એમને એમ રહ્યા અને જીવદયા કાજે મરી ફીટવાની એમની ભાવનાની સ્મૃતિ કાવતા રહ્યા. આજીવન પ્રભુભકત અને અણીશુદ્ધ બ્રહ્મચારી શેઠશ્રી હઠીસીંગભાઇએ ૧૯૮૫ના આસો સુદ પાંચમે દેહ છોડ્યો. પણ એમની જવાંમર્દી, જીવદયાની લગનને ધર્મપ્રિયતાની સુવાસ રેલાવતી એ પાંજરાપોળ હજી આજેય લીંચની ધરતી પર અડીખમ ઉભી છે અને જીન્દયાની શેઠે જણાવેલી એ જ્યોતને જવલંત રાખી રહી છે. જેમણે હઠીસીંગભાઈને નજરેય જોય ન હોય, છતાં એમની ધર્મધગશની આછી-પાતળી ઝાંખી મેળવવાની જેમને ઝંખના હોય, એમણે લીંચ પાંજરાપોળની એકાદ મુલાકાત તો લેવી જ રહી ! ૧૮૬
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy