________________
*
*
*
અમે નરકના પાસ ફાડવા નથી બેઠા પણ તમે નરકમાં ન જાવ માટે ચેતવવા બેઠા છીએ. * પાપથી નિવૃત્તિ, ધર્મમાં પ્રવૃત્તિ તે નિજગુણ સ્થિરતા પામે!
*
જૈનશાસન (અઠવાડીક)
તા. ૬-૭-૨૦૦૪, મંગળવાર
પરિમલ
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
*
સાધુ એટલે અનુકૂળતાનો વૈરી અને પ્રતિકૂળતાનો રાગી ! અવિરતિ ખૂબ જ ગમે, તેમાં જ મજા આવેમાને તેનું મિથ્યાત્વ પણ ગાઢ જ હોય, કષાયો વકરેલા હોય અને ફાટી નીકળે તો દાવાનલ સળગાવે!
ભગવાનનો ચારે પ્રકારનો શ્રી સંધ એટલે સત્યનો પૂજારી વર્ગ અને અસત્યનો વૈરી વર્ગ! કુ દર્શન પરનો રાગ મિથ્યાત્વના કારણે હોય. કુટુંબ પરનો રાગ અવિરતિના કારણે હોય. દિષ્ટ રાગ સદ્ધર્મ પામવા દે નહિ અને સ્નેહરાગ અને કામરાગ ધર્મ કરવા દે નહિ કાં ધર્મ બગાડયા વિના રહે નહિ.
‘આજે અનીતિ વગર ન ચાલે’ તેમ કહો છો તે તમારી પાસે કામરાગ અને સ્નેહરાગ બોલાવે છે તેમ ખબર પડે છે?
બધી દુર્ગતિ કામરાગ અને સ્નેહરાગને આભારી છે. બધાં પાપ પણ આ બેમાંથી જન્મે છે. * મોક્ષની ઇચ્છાવાળાની સદ્ગતિ દાસી છે.
* આપણે ભગવાનના ભગત ખરા પણ આશાના
ભગત ખરા ?
*સાધુપણું એટલે ભોગના પચ્ચક્ખાણ ! શ્રાવક એટલે ભોગને ભૂંડો માનનાર !
મોહરાજાએ ખાવાની બધી ચીજોમાં ‘સ્વાદ’ નામનું ઝેર મેળવ્યું છે. તેમાં જેને મજા આવે તેને પછી ક્યાં જવું પડે?
*
*
*
*
*
રજી. નં. GR J ૪૧૫
*
અજના આગેવાનોને પણ સાધુનો ખપ નથી. કેટલાકને તો સાધુ બોલાવે તો આવે, બોલાવ્યા પછી પણ સાધુઓ તેને સાચવવો પડે. જેને સધુનો કે દેવનો ખપ નથી તેને બોલ વીને શું કરવાનું? સાધુ આજ્ઞા મુજબ સારું કતા હશે તો ય તે રોકી રાખશે, સાધુએ તેની વાત માનવી પડે. તે આગેવાન સાધુને ગાંડા કહે તો તેને સાંભળનારા જૈનસંઘમાં જીવે છે. બાજના સુખી કહે કે, ‘આ સાધુ આપણા કામના નથી, આપણી વાતનો વિરોધ કરે છે, તેનામ અક્કલ નથી. તે શું જાણે' તો તેને સાંભળનારા જૈનો પણ જીવે છે ને? તેનો કાન પકડે તેવો છે! જેની બુદ્ધિ પાપ કરતાં રોકે તેનું નામ પંડીત! જેની બુદ્ધિ મજેથી ગોઠવીને પાપ કરનરી હોય તે પંડિત નહિ પણ પલિત !
મરજી મુજબ ધર્મ કરીએ તો ધર્મ કર્યો કહેવાય નહિ. આજ્ઞા મુજબ ધર્મ કરીએ તો ધર્મ કરનારા કહેવાઇએ.
સંસારના સુખની લાલસા તેજ આત્માનું અહિત કરનારી!
જૈન શાસન અઠવાડીકાલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) % શ્રુતળા ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતો
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી
કહઁછાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.