________________
પ્રકીર્ણક ધર્મોપદેશ
દં, જેમાં હોય તે મોટામાં મોટું જૂઠ કહેવાય! આજે ધર્મ પણ મરજી મુજબ કરનારો મોટોભાગ છે ઘણાને મરજી મુજબ જીવવું છે અને તેમના ખોટાં કામમાં અમારી પણ સહી કરાવવી છે. જે સાધુ મરજી મુજબ વર્તે-ખરાબ રીતે જીવે તો તે ભગવાનની આજ્ઞા માનતો નથી. તેમ અમને સાંભળનારા લોકો મોટા વેપારાદિ મજેથી કરે તેમાં પાપ પણ ન માને તો તેમણે અમને ય સાંભળ્યા નથી. સાધુએ ધર્મ કારણ વિના ગૃહસ્થનો પરિચય કરવાનો નથી. ગૃહસ્થના બહુ પરિચયવાળા સાધુ ઘણા ફસાઇ ગયા. આજે જે રીતના બધા જીવે છે તેથી એમ લાગે છે કે, મોટો ભાગ મરીને દુર્ગતિમાં જવાનો છે. કદાચ સદ્ગતિમાં જશે તો ત્યાં જઇને વધુ મોટી દુર્ગતિમાં જશે. ધર્માત્માની પણ આવી દશા હોય તો તે સારી કહેવાય કે ખરાબ? ભગવાનનું શાસન રહેશે ત્યાં સુધી સારા આત્મા તો રહેવાના જ. તે વિરલા હશે, મોટો ભાગ નહિ. મોટોભાગ તો અમને ય બગાડવા માગે છે કે- ‘“મહારાજ! કડક ન થાવ. ઢીલાશ રાખવી જોઇએ.'' જે ગુરુ પોતાના શિષ્યોને પ્રેરણા ન આપે, સંયમની ચિંતા ન કરે. જ્ઞાનદિની પુષ્ટિ માટે પ્રયત્ન ન કરે તો તેના સમુદાયને અને તેવા ગુરુને પણ છોડવાની આજ્ઞા છે. સાધુની બધી સગવડ સંયમ માળવાની પૂરી પાડીએ, તે ગમે તેમ જીવે-વર્તે તો શિખામણ પણ ન આપીએ તો તે ગચ્છ કહેવાય ખરો?
ચ્છમાં રહેનાર બરાબર ન જીવે તો ‘આમ ન જ ચાલે’ આવું નહિ જ ચલાવાય’ - તેમ કહેવું જ પડે. વખતે
સુધરે તો ‘અહીં રહેવાને પણ લાયક નથી' તેમ કડક ઇને પણ કહેવું પડે સારણાદિ ચાલે તે સુગચ્છ છે. જયાં સારણાદિ ન ચાલે તે ગચ્છ નથી પણ ચોરની પક્ષી છે આમ મહાપુરુષો લખી ગયા છે, મારા ઘરનું નથી કહેતો. આપણે આપણી જાતને ઓળખવી છે. રોજ પોતાની જાતને જુએ તે ડાહ્યો!
તમારે બધાને ઘણું સુખ જોઇએ છે માટે વેપારધંધાદિ કરો છો તો તેને મેળવવા શું શું કરો છો? તમને જે પૈસા મળ્યા છે કે મેળવો છો તેનો ઘણો ભાગ શેમાં
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૬ * અંકઃ ૩૩ * તા. ૬-૭-૨૦૦૪ ખરચાય છે? તમારો સંસારનો ખર્ચો વધારે કે ધર્મનો? આજે મોટાભાગનો ધર્મ માટે ખર્ચો છે જ નહિ. કદાચ તે કરવો પડે માટે કરવાનો પણ કરવા જેવો માટે નહિ. તમો સૌ પોતાની શક્તિ મુજબ ધર્મમાં ખર્ચ કરો છો? તમે જેટલો ધર્મ કરી શકો તેટલો જ કરો છો કે તેથી ઓછો ય કરો છો? શક્તિ મુજબ અમારાો ધર્મ થતો નથી, તેવો ઉલ્લાસ પણ જાગતો નથી, તેવું દુઃખ પણ છે? “હે ભગવાન! તારી આજ્ઞા પાળવા માટે જેટલો ઉત્સાહ જન્મવો જોઇએ તેટલો થતો નથી, તે કરવાની મહેનત ચાલુ છે' આટલું પણ જો મનમાં ઇ જાય તો કાલથી જાત ફરી જાય, સુધારો થઇ જાય તમે જેવા સુખી છો તેવી તમારી પૂજાની સામગ્રી જોઇએ. તમારી પૂજાની સામગ્રી જોઇને બીજો ધર્મ પામી નય. તમારી પૂજા જોઇને ય બીજો ધર્મ પામી જાય. તમારી આંખે દુઃખી ચઢે તો તે દુઃખી પણ રહે નહિ.
પણ સાચી વાત એ છે કે, ઘણા જીવોને મોક્ષ શું છે તે જ ખબર નથી. મોક્ષના સુખની વાત તેમના હૈયામાં બેસતી નથી. તેથી દુઃખી દુઃખી થઇને ભટકે છે. માટે ધર્મ સમજાવનારની જોખમદારી ઘણી છે. ધર્મ સમજાવનારે, આ દુનિયાના સુખને ભૂંડું જ અને મોક્ષના સુખને જ સાચું અને વાસ્તવિ; સમજાવવું જોઇએ. આપણને ભગવાન મળ્યા, ભગવાનનું શાસન મળ્યું, રોજ ‘“સંસારની અસારતા અને મોઠની સુંદરતા’ સાંભળવા મળે છે. તેનો ઉપાય ભગવાને બતાવેલા ધર્મ વિના બીજો કોઇ જ નથી. આ વાત જાણનાર શ્રી ધનપાલ કવિ કહે છે કે-‘“હે ભગવાન! અનાદિ કાળથી દુઃખથી ગભરાયેલો હું સંસારમાં ભટકું છું. આજે તારું દર્શન સાચા ભાવે થયું. હવે મારો સંસારમાં ભટકવાનો ભય ગયો.’’ આવો અનુભવ આપણને થયો છે? સુદેવ મળે, સુગુરુ મળે, સુધર્મ મળે પછી સંસાર માં ભટકવાનું હોય? ભટકવાનું હોય તો દુર્ગતિમાં જવાનું હોય? મોક્ષનો જ અર્થી જીવ, મોક્ષ માટે જ ધર્મ ક તો મોક્ષ ન મળે ત્યાં સુધી ધર્મ તેને સદ્ગતિ આપવા બંધાયેલો છે.
ક્રમશઃ
૩૯૦