________________
* N N N N N N N N N N N N N N N N N N N N N N N N N સકલ શ્રી સંધ ને...
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૬
અંકઃ ૨૯ * તા. ૧૫-૬-૨૦૦૪
શ્રી મહાવીર પરમાત્મને નમઃ
ઃ સકલ શ્રી સંઘને
જાહેર નિવેદનઃ
(ગુરુદ્રવ્યને દેવદ્ર ની જેમ શ્રી જિનમંદિરના જીર્ણોધ્ધારાદિમાં વાપરવાનો શાસ્ત્રમાન્ય અને સુવિહિત ગીતાર્થ માન્ય માર્ગ જેમને રૂચતો નથી અને પોતાની જાતિ કલ્પના મુજબ (નિરાધાર એવી પણ માન્યતાને) ખોટા આધારો આપીને ગુરુદ્રવ્યને ગુરુ સ્મારકાદિમાં વાપરવાનો કદાગ્રહ લઇ બેઠેલા ‘ગુરુભક્તો'ને ઓળખી લેવાની જરૂર છે. ‘“અમારી માન્યતા સામે માત્ર એક જ આચાર્યનો વિરોધ છે, બાકી બધા વડિલો અમારી સાથે સંમત છે'' ખાવું અસત્ય ઉચ્ચારનારા અને પ્રચારનારા સત્તાધીશોની આંખ ખોલવા માટે અમને મળેલ એક નિવેદન અત્રે પ્રગટ કરીએ છીએ. આ નિવેદન સાથે સમુદાયનાં અનેક વડિલ પૂજ્યશ્રીઓ સંમત છે. કેટલાક વડિલ આચાર્યશ્રીઓએ તો આ નિવેદન ઉપર પોતાની સંમતિસૂચક સહીઓ પણ આપી છે. આમ છતાં કેટલાંક આંતરિક કારણોસર હાલ તે સહીઓ પ્રગટ ન કરતાં, માત્ર નિવેદન પ્રગટ કરીએ છીએ. વિરોધીઓી હંમેશની રીત મુજબ જો આ નિવેદનને પણ ‘‘ઉપજાવી કાઢેલું, બનાવટી, નનામું, નકલી સહીઓવાળું'' વગેરે આક્ષેપો સાથે અમાન્ય ઠેરવવાનો પ્રયત્ન થશે તો નિવેદનની નક્કરતા સાબીત કરવા અમે ઘટતા બધા જ પ્રયત્નો કરવાનો અમારો અધિકાર અબાધિત રાખીએ છીએ. ‘“વિડલો અમારી સાથે છે'' આવો પ્રચાર કરનારા, વડિલોની સહીઓ પોતાની તરફેણમાં પ્રગટ કરશે તો તેમની સાથે અસંમત વડિલોની સહીઓ અમે જાહેર કરી શકીશું).
શ્રી જિનાજ્ઞાનુસારી સમસ્ત શ્રી સંઘ યોગ્ય જણાવવાનું કે સ્વ. પૂજ્યપાદ સુ-વિશાલગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના વર્તમાન સમુદાયમાં છેલ્લા બે વર્ષથી ગુરુદ્રવ્યના ઉપયોગ અંગે વિચાર ભેદ પ્રવર્તી રહેલ છે. ગુરુમંદિર, ગુરુમૂર્તિ, ગુરુપાદુકા સાદિના નિર્માણ-પ્રતિષ્ઠા વગેરેના ચઢાવાની, ગુરુમૂર્તિના પૂજનની તથા ગુરુમૂર્તિ સમક્ષના ભંડા વગેરેની સઘળીય આવક ગુરુદ્રવ્ય ગણાય. શ્રી દ્રાસમતિકા વગેરે શાસ્ત્રો તથા આપણા સ્વ. મહાપુરુષોના અભિપ્રાય-માર્ગદર્શન અનુસાર આ ગુરુદ્રવ્ય ગુરુ તિ સ્વરૂપે સમર્પિત હોવાથી તે દેવદ્રવ્યમાં લઇ જઇ, શ્રી જિનાલયના જીર્ણોધ્ધાર વગેરેમાં જ તેનો ઉપયોગ કરવો ઉચિત છે. ગુરુમંદિરગુરુમૂર્તિ આદિ કાર્યોમાં આ ગુરુદ્રવ્યનો ઉપયોગ થઇ શકે નહિ, અને કેમ થાય તો દેવદ્રવ્યની વિરાધનાનો દોષ લાગે. આ રીતનું ગુરુદ્રવ્ય, ગુરુમંદિર-મૂર્તિ આદિના ઉપયોગમાં આવી શકે-તેવી હાલમાં પ્રચારાતી માન્યતા શાસ્ત્ર-પ ંપરાનુસારી જણાતી નથી.
સ્વ. પૂજ્યપાદ ગચ્છાધિપતીશ્રીજી મહોદય સૂરિશ્વરજી મહારાજા, અનેક મહાત્માઓ અને સુશ્રાવકોને ‘‘આ રીતનું ગુરુદ્રવ્ય દેવદ્રવ્યની જેમ જ શ્રી જિનાલયો। જીર્ણોધ્ધારાદિમાં વપરાય, ગુરુમંદિરાદિમાં તે ન વપરાય. મારા સ્વ. પ.પૂ. ગુરુદેવશ્રીજી પણ ઞા અંગે આમ જ ફરમાવતા હતા.
""
***** ૩૬૮ ક
વગેરે ભાવની વાત લેખિત-મૌખિકરૂપે જણાવી ચૂક્યા છે. સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા પૂર્વે મહાસુદ ૮ ના દિવસે પ.પૂ. ગચ્છાધિપતિશ્રી સ્વયં આ અંગે પોતાની જે ભાવના, સમુદાયના પ્રમુખ આચાર્યો સમક્ષ પ્રગટ કરવા ઇચ્છતા હતા, તે સંયોગવશ તે દિવસે પ્રગટ ન કરી શકાતાં, પ્રતિષ્ઠા પછી મહાવદ ૧૩ના દિવસે એક અચાર્યશ્રી ઉપરના (તેઓશ્રીજીએ લખાવેલા પત્રોમાંના કદાચ અંતિમ) પત્રમાં તેઓશ્રીજીએ તે ભાવના પ્રગટ કરી હતી.
બે વર્ષથી ચાલતા આ વિવાદના ઉકેલ માટે જુદી જુદી કક્ષાએ જુદી જુદી રીતે ઘણા પ્રયત્ન થયા. એ બધા પ્રયત્નોની વિગતમાં હાલ આપણે ઉતરવું નથી. પરંતુ આ વિવાદને કારણે શાસનને અને આપણા સમુદાયને મોટી હાનિ થઇ રહી છે, તે હકીકત છે.
આ વિવાદના ઉકેલ માટે આંતરિક ઉપાય નહિ દેખાતાં, હવે અમારો અભિપ્રાય આ રીતે જાહેર કરીને અમે દોષમુક્ત બનીએ છીએ. શ્રી સંઘનો દરેક આરાધક અમારુ આ નિવેદન લક્ષ્યમાં લઇ, દેવદ્રવ્યની રક્ષા કરવાનું કર્તવ્ય ઉપાડી લે અને પોતાની સઘળી ય શક્તિનો સદુપયોગ કરી શાસન અને સમુદાયની સાચી સેવા દ્વારા આત્મકલ્યાણ સાધે-એ જ એક શુભાભિલાષા.
કર કર