________________
પ્રશ્નોત્તર વાટિકા
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ અંકઃ ૨૭ ૨ તા. ૨૫-૫-૨૦૦૪
પ્રશ્નોત્તર વાટિકા
ગયા અંકથી ચાલ
(૮૨) મોતીની ઉત્પતિ કેટલા અને કયાં કયાં સ્થાનોમાં થાય છે?
गयकुंभिसंख्यगे मच्छिमुहवंसि वराहदाढासु सप्पसिरे तह मेहे छिप्पकरे मुतिमा हुति ॥ (૧) હાથીના કુંભસ્થલમાં, (૨) શંખમાં, (૩) માછલીના મુખમાં, (૪) વાંસની અંદર, (૫) વરાહ (ભૂંડ)ની દાઢામાં, (૬) સર્પના મસ્તક ઉપર, (૭) મેધમાં, (૮) છીપલીના પેટમાં. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ઉપર બતાવેલા આઠ સ્થાનોમાં મોતી ઉત્પન્ન થાય છે.
(૮૩) સર્પના મસ્તક ઉપર મોતી ઉત્પન્ન થાય છે. તેમ જણાવ્યું પરંતુ સાંભળવા મુજબ સર્પના મસ્તક ઉપર તો મણી ઉત્પન્ન થાય છે? તો મોતી કેવી રીતે?
સર્પના મસ્તક ઉપર જે મણિ થાય છે તેને જ મોતી ગણવામાં આવે છે. તે માટે સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુત સંઘના ત્રીજા અધ્યયનની ટીકામાં લખેલ છે કે સર્પશિરસ્તુ મળયઃ તેમાં મણિ શબ્દને મોતી તરીકે ઓળખાવેલ છે અને શબ્દરત્ન મહોદધિ શબ્દકોષમાં પાના નં. ૧૬૭૮ ઉપર પણ મણિ શબ્દનો મોતી અર્થ કરેલ છે તથા મોતી ઉપજવાના સ્થાન બતાવેલ છે. તેમાં હસ્તિમસ્તકદંતૌ તુ દ્રષ્ટાં નવરાહયોઃ મેઘો ભુજંગમો વેળુર્મત્સ્યો ભૌક્તિકયોનયઃ
ઉપરના શ્લોક તથા શબ્દકોષ અને સૂયગડાંગ સુત્રની ટીકાના આધારે સર્પના મસ્તક ઉપર થતાં મણિને પણ મોતી કહેવાય છે.
(૮૪) ઘી અથવા તેલમાં તળેલી પુરી વગેરે વસ્તુ ખાવાથી કેટલી વિગઇ ગણાય? કઇ કઇ?
જે ઘી કે તેલ વિગઇમાં ગણાય છે તે ઘી કે તેલમાં તળેલી પુરી વગેરે વસ્તુ ખાવાથી કડા વિગઇ અને તથા
ઘી કે તેલ વિગઇ વાપરી ગણાય જેને મૂળમાંથી (કાચી અને પાકી) ઘી વિગઇ બંધ છે તે ધીમાં તળેલી વસ્તુ વાપરી શકે નહિં જેને કાચુ ઘી બંધ છે ! પણ જેમાંથી ત્રણ ઘાણ ઉતરી ગયા છે તે ધી અને ચોપા ઘાણ વિ.થી તળેલી વસ્તુ વાપરી શકે. મૂળમાંથી ને દૂધ વિઇ બંધ હોય તે વ્યકિત દૂધની બનાવેલ કોઇપણ વસ્તુ ન વાપરી શકે તેની જેમ ઘી કે તેલ બંધ હોય તે ઘીમાં તળેલી કે બનેલી કોઇપણ વસ્તુ વાપરી શકે નહિં.
(૮૫) સંપૂર્ણ લીલોતરીના ત્યાગવાળાને દૂધીનો હલવો ચાલે કે નહિં?
સંપૂર્ણ લીલોતરીનો ત્યાગ જેણે રે દિવસે કરેલ તે દિવસે દૂધીનો હલવો વિ. પણ વાપરી શકે નહિં. આગળના દિવસે બનાવેલ મેથીના ઢેબરા કે ખાખરા વિ. (બીજે દિવસે કલ્પી શકે તેવી વસ્તુ) વાપરે તો લીલોતરી ત્યાગના પચ્ચકખાણનો ભંગ થતો નથી. આ રીતનો જ વ્યવહાર અત્યારે ચાલે છે અને તે જ યોગ્ય છે. સાધુ ભગવંતોને યોગમાં લીલોતરી બંધ હોય તેમાં પણ દૂધીનો હલવો ખપી શકતો નથી કેળાની વેફર વિ. આજની બનેલી હોય તો આજે લઇ શકાતી નથી. દૂધીનો હલવો બીજે દિવસે અભક્ષ્ય ગણાય છે.
(૮૬) ગોશાળાએ મહાવીર સ્વામીના વધ માટે તેમની ઉપર મુકેલી તેજોલેશ્યાની શકિત કેટલી હતી?
ગોશાળાએ મહાવીર સ્વામી ઉપર મુકેલી તેજોલેશ્યા અંગ, બંગ, મગદ, મલય, માલવ વિ. ૧૬ મોટા દેશોનો નાશ કરવાની અત્યંત શકિતવાળી હતી એમ શ્રી મહાવીર સ્વામીએ શ્રી ભગવતી સુત્રમાં ગૌતમ સ્વામીને કહ્યું છે.
(૮૭) સ્ત્રી સાતમી નરકમાં જઇ શકતી નથી તેમ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જઇ શકે?
સ્ત્રીઓનું અધોગમન છઠ્ઠી નરક સુધીનું છે માટે
૩૪૫