________________
વિષય વિરાગી અને ...
શ્રી જૈનશાસન (અઠવાડીક)
કર્તવ્યનો વિવેક પણ કરી શકે નહિ. પ્રિય પાત્રની હાજરીમાં ર્ર્યવિકાશી કમલની જેમ ખીલે, પોતાના પ્રિય પાત્ર વિના જગતના સઘળાય પદાર્થો તેને સુખ પ્રદ કે રતિપ્રદ કે આનંદદાયક ન લાગે. યુવાનીની આ દીવાની અવસ્થા અટપટી છે. ગતિ અગમ્ય છે, વંટોળિયાના રંગ કરતાં પણ વિશેષ વેગવાળી છે, તડફડ કરવામાં મજા માને, દુર્ગુણોનો ઉપાસક બને, શરીરનો જ પૂજારી ને, શેતાન ને સાથી બનાવે, ગમે તેટલું ભોગવે પણ તૃપ્તિ તો ભાગ્યે જ થાય અને અતૃપ્તિ દિવસ-રાત વધતી જ જાય, પોતાની જીવન ના કરે. મોહિનીની મોહજાળમાં ચળકાટમાં પોતાનું તેજ ભૂલી જાય, આત્મ સૌંદર્યને બદલે દેહ સાંદર્યનું પતંગિયું બની યૌવનની મોજ મજા માટે ભમ્યા કરે. સાચું સૌંદર્ય દેહમા નથી પણ આત્મામાં છે, રૂપમાં નથી પણ ગુણમાં છે. બા વાત તો સ્વપ્ને પણ યાદ ન આવે અને કોઈ યાદ કરાવે તો મોઢું કટાણું કરે. દેહ સૌંદર્યના પ્રેમી બનેલા જીવોના જીવનની ક્ષિતિજ ઉપર આશાની ઉષા ઉગી કે ન ઉગી,આનંદના વહાણા વહાયા કે ન વહાયા પણ નિરાશાની શ્યામ રજનીનો અંધકાર તો છવાય જ છે. મોહાંધોના જીવનની સંધ્યાના રંગ જરાક મોહકને ચકથી આંજી દે પણ પરિણામે! રૂપની મોહકતા વિશ્વા મિત્ર જેવાને પણ ચલિત કરે તો આજના ખમીર વિઠ્ઠણા લપસી જાય તેમાં નવાઈ શી ! સૌંદર્યના પિ ાસુની આંખમાં વિષયનું ઝેર ન ચઢે તે નવાઈ ! માનવી આવો નબળો ! જે આંખનો સદુપયોગ કરવાનો તેને બદલે તેનો આવો ભયાનક દુરૂપયોગ! રૂપપિપાસુ હૃ યો કેવાં કાળાં કામ કરે છે તે ખબર નથી! સૂર્ય અને ચંદ્ર પાછળ રાહુ ભમે તેમ વિષય વાસના અને મોહ માયામાં મસ્ત બની માનીની પાછળ ભમે, દેહ અને ઈન્દ્રિયો રીઝવવા મોહની ચક્કીમાં પિસાયા કરે. વાસનાના અધાપે જીવન શતરંજને હારી જાય છે. સંધ્યાના રંગોની જેમ ક્ષણિક આ સૈાદર્ય છે, સૌદર્યની મોરલી પર નાચનારને કાળસર્પ ક્યારે ડંખ મારી હતપ્રહત કરી તેની ખબર નથી. મોહદશામાં યૌવન ખીલતું જાય છે તેમ તું માને છે. પણ વસ્તુતઃ તે પાણીના રેલાની જેમ સરી રહયું છે. વૈભવો-વિલાસો, સાધન-સંપતિઓથી તેને રેકી શકાતું નથી.
૩૪૪
* વર્ષ: ૧૬ * અંકઃ ૨૭ * તા. ૨૫-૫-૨૦૦૪
વિલાસોની એકાદ આશા ફળે છે અને બીજી અસંખ્ય નિરાશાઓને પેદા કરે છે. આ વિલાસ વૈભવોમાં સંપત્તિમાં,સત્તાના નશામાં કે સદૈવ સાંન્નિધ્યમયી સુંદરીના સૌંદર્યદિમાં કોઈપણ સ્થળે તૃપ્તિનું અમૃત છે જ નહિ. દીવાની અવસ્થા જીવનને અંધકારના કુવામાં ફેંકી દે છે.
હે જીવ! તું આ બધાથી મોહ ન પામ. આ જીવન ભોગ માટે નહિ પણ ત્યાગ માટે છે. જ્ઞાન-ધ્યાનમાં આત્મ તૃપ્તિનો આનંદ પામ. આત્માના સૌંદર્યને પીંછાન. હંમેશા તું અંતરને જો, બાહ્ય દેહદિના સૌંદર્યમાં જરા પણ મુંઝાઇશ નહિ. પૂર્ણિમાના ખીલેલા ચન્દ્ર સમાન મુખ કમલની લાલી તે તો ચર્મ નીચે લોહમાંસનો પ્રવાહ છે. મનોહર કામણગારી આંખોમાં પીયા છે, સુમધુર સુર શ્રવણ કરનાર કાનમાં મેલ ભર્યો છે, સ્વાદિષ્ટ વસ્તુઓનો ઉપભોગ માત્ર લાળ-થૂંક છે, પુષ્પાદિના અત્તરની સુંગધ સંઘનારા નાકમાંથી શ્લેષ્મ અને લીંટ ઝરે છે. તો કયા પ્રકારની સુંદરતા આ કામણગારી કાયામાં છે કે તું મોહ પામે છે! રેશમી મનોહર વાળની લટોનો કેશપાશ તો નરકમાં ખેંચી જનાર દોરી સમાન છે. ડાકિણી જેવી ઇન્દ્રિયોના વિષયમાં આસકત તું. શું તારી જાતને જ. આત્માને ભૂલી ગયો છે? શરીરની ગુલાબી ચામડી નીચે મેલ, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, મલ-મૂલથી ભરેલા ગંધાતી ગટરથીય બદતર એવા આ સુંદરીના સુંદર દેહમાં મુંઝાયેલો તું હજી ચેત! આ તો માત્ર ક્ષણિક મોહનો ઉભરો છે. જ્યાંથી તું ઉત્પન્ન થયો અને જેનું સ્તનપાન કરી તું વૃદ્ધિ પામ્યો તેને જ ચુંથવા પાગલ બનેલો તું વિચાર કે આ બધો વિલાસ-વાસના વિકારનો મોહ પાશ છે. તે તો માત્ર હાડ અને માંસનો જ પીંડ છે. શરીરના અંગોપાંગમાંથી નીતરતું લાવણ્ય અંતે તો સ્મશાનમાં સળગી જવાનું છે. આવો મોહ શાને કાજે ! આટલી બધી અધીરાઇની વ્યથા ક્યાં લઇ જશે? દીવાની યુવાની એટલે વાસનાના સામ્રાજ્યનું ઘોર અંધારું જ્યાં સાચો સમ્યગ્નાનનો પ્રકાર પણ ન સ્પર્શે. દેહનું લાલિત્ય જીવને પાપી બનાવી, પશુતા વૃત્તિનો શિકારી બનાવી તારા આત્માનું તું અધઃપતન વિનાશ વેરે છે. માટે આ વિષયા શક્તિથી તારા આત્માને ન અભડાવ.
ક્રમશઃ