________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* મોહની બધી પ્રકૃતિઓને મૂળમાંથી સાફસૂફ કરે તેવો જે આત્માનો પરિણામ તેનું નામ ક્ષપકશ્રેણિ!
*
તા. ૧૮-૫-૨૦૦૪, મંગળવાર
પરિમલ
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
*
* ભગવાન ખાતર આપણે કાંઇ છોડવાનું કે, આપણા સુખ ખાતર ભગવાન છોડવાના? આપણે ત્યાં બહુમતિ, લઘુમતિ કે સર્વાનુમતિ નહિં પણ શાસ્રમતિ જ મનાય, ધર્મના સિદ્ધાંતો નિશ્ચિત છે કોઇની દેન નથી કે ફેરફાર કરે! * આજે તમારી પાસે પૈસા પણ મેલા છે અને હૈયા પણ મેલા છે.
તમારે અમારો ખપ નથી પણ અમારા આશીર્વાદનો ખપ છે. કયા આશીર્વાદ? આ સંસાર ઝટ છૂટી જાય તે કે સંસારમાં લીલાલહેર થાય તે?
*દુનિયાની સુખસામગ્રીના જ વખાણ કરે તે અમારા ગુરુ નહિ! પણ માત્ર મોક્ષસુખની જ * વાત સમજાવે તે અમારા ગુરુ! આટલી પણ સમ્રજણ હૈયામાં છે?
અમને મંત્ર- તંત્ર - પૈસાદિની સલાહ આપે તે અમારો ગુરૂ નહિં જ! જે પૈસા સારા હતા તો અમે છોડયા કેમ?
*
વિધતા બતાવવા આ વ્યાખ્યાન નથી. પોતાની જાતને અને તમને સારા બનાવવા આ વ્યાખ્યાન છે.
*
*
*
*
સાધુ પાસે આવનારને ‘ત્યાગ સારો અને સંસાર | * ભૂંડો છે' તેમ ન લાગે તો સાધુમાં ય અપલક્ષણ અમારો ભગત લક્ષ્મીવાન હોય તે અમારી કીર્તિ
રજી. નં. GRJ ૪૧૫
નથી. અમારો ભગત ત્યાગી- સદાચારી- ઉદાર હોય તે અમારી કીર્તિ છે!
તમે દાન દો તે પૈસા માટે, શીલ પાળો તે અધિક ભોગ માટે, તપ કરો તે ધાર્યું થાય માટે- તો તે એક જાતિનો વેપાર થયો. તેવા વેપારમાં અમારી સંમતિ હોય તો અમારા જેવા નિમકારામ બીજા કોણ?
શ્રાવક દુઃખી હોય તે કલંક નથી, શ્રાવક લુચ્ચોજુઠો દોષિત હોય તે કલંક છે!
વેપારના ભાવ-તાલ, વધ-ઘટ, બધાની ખબર હોય તે પેઢી સારી ચલાવી શકે અને અહીં કાંઇ જ ન જાણે તે ધર્મ કરે!
દુઃખ આપે તેવા કામ જાણી- બુઝીને કરે તેનું નામ જ પાગલ!
તમે જયાં પૈસો ન ખરચવો ત્યાં પાણીની માફક ખર્ચો છો, ભક્તિની વાત આવે ત્યાં પીંડુ! તમને સમજુ કહેવા, અણસમજુ રહેવા કે ઈરાદાપૂર્વકના ઠગ કહેવા?
ભગવાનના શાસ્રો મોજૂદ છે તે સાંભળવા, સમજવા નથી, સમજવા અભ્યાસ કરવો નથી તેવો જીવ મહાંવિદેહમાં જઇ શું કરે? દુઃખ આપનાર પાપના ઉદય કરતાં પાપ કરાવનાર પાપનો ઉદય તે બહુ ભૂંડો છે. પાપથી દુઃખ આવે અને પાપના ઉદયથી પાપ થાય! ધર્મક્રિયા કરનારા માટે પણ ‘આ સંસાર ભૂંડો છે, છોડવા જેવો જ નથી અને મોક્ષ જ મેળવવા જેવો છે' એ વાત રોજ યાદ આવે તેવા કેટલા મળે?
જૈન શાસન અઠવાડીક ૭ માલિક : શ્રી મહાવીર શાશન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાન) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનમર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશકઃ ભત એશ. મહેતા – ગેલેક્ષી ક્રિએશનમાંથી
છાપીને શજોથી પ્રસિદ્ધ કર્યું.