________________
સમાચાર સાર
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ • અંકઃ ૨૫ * તા. ૧૮-૫-૨૦૦૪ સમાચાર સાર
ગોસરાણીના ધર્મપત્ની લીલાવંતીબેનના વરસી તપના પરણાનું આયોજન ચેંબર જૈન દેરાસરે થયું છે. સવારે ૯-૩૦ વાગ્યે પારણા થશે. શત્રુંજયનગર પારણા મંડળમાં થશે.
બેંગલો; : બસવેસ્વરનગર સંઘમાં શાહ કાલીદાસ હંસરાજ નગરે યા લાખાબાવળવાળા તરફથી ચૈત્રી ઓળી શાહ દિનેશચંદ્ધ કાલીદાસ નગરીયાને ઘર કરીવાઇ. ૨૭ ઓળી થઇ હતી.
ચીકપેઠમાં પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ.મ.ના શિષ્ય પુ.મુ. શ્રી હેમેન્દ્ર વિ.મ. વ્યાખ્યાન માટે પધારતા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ રાસ વાંચતા ૨૧૦ ઓળી થઇ. અહીં પેઠમાં પૂ.સા. શ્રી કૈવલ્યપ્રભાશ્રીની મ. રાસ વાંચવા જતાં ત્યાં ૧૨૦ ઓળી થઇ. ચીકપેઠમાં શ્રી દલીચંદજી તથા શ્રીમતી ઇન્દ્રાબાઇના શ્રેયાર્થે એમના પરિવાર તરફથી પંચાન્તિકા મહોત્સવ શાંતિસ્નાત્ર સહિત ઉજવાયા. પુનમના શાંતિસ્નાત્ર થયું. પૂ.આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ.મ.આદિ પધાર્યા હતાં. પં. શ્રી સુરેન્દ્રભાઇએ શાંતિ સ્નાત્ર ભણાવેલ. શ્રી લબ્ધિસૂરી સંગીત મંડળ ભકિત માટે આવેલ.
નગરથ પેઠ અત્રે શ્રી જબરચંદજી ભરતકુમાર પગારીયા તરફથી ઓળી થતાં, ચૈત્રી ઓળી થતાં પૂ.આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ.આદિ પધારતાં તેમના ઘેરથી સામૈયું યું. આંબેલની ઓળી ૨૪૦ થઇ. દરરોજ સવારે સંગીત સાથે સ્નાત્ર પૂજા પાઠશાળાના બાળકો સાથે ભણાતી. ચૈત્ર સુદ ૧૪ના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન પં. શ્રી સુરેન્દ્રભાઇએ ઠાઠથી ભણાવ્યું હતું. પારણામાં તપસ્વીઓ ઉપરાંત પાઠશાળાના ૪૦ બાળકો આદિની ભકિત કરી.
ચૈત્ર સુદ ૧૧ તા. ૧-૪ના ગંગાનગર (૮ કિ.મી.) જીરાવલા પાર્શ્વનાથની વર્ષગાંઠ પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિજયજી મ.ની નિશ્રામાં ઠાઠથી ઉજવાઇ હતી.
ભાંડુપ (મુંબઇ): અત્રે શ્રી આદીશ્વર જિનાલય મધ્યે પૂ. ગણિવરશ્રી વીરભદ્ર સાગરજી મ. તથા પૂ. મુ. શ્રી પુણ્યોદય સાગરજી મ., પૂ. મુ. શ્રી સર્વોદય સાગરજી મ.ની નિશ્રામાં પૂ.સા. શ્રી નરેન્દ્રશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી ચારુલતાશ્રીજી મ.ની દીક્ષાની અર્ધશતાબ્દિ નિમિત્તે ચૈત્ર વદ ૬થી ૧૦ સુધી પાંચ પૂજનો સહિત પંચાન્તુિકા મહોત્સવ ૧૭ છોડના ઉજમણા સહિત ભવ્ય રીતે ઉજવાયો.
ચેંબુર : અત્રે નવાગામ નિવાસી ધીરજલાલ ભારમલ
વીલે પાર્લે ઇસ્ટ મુંબઇ- અત્રે શ્રી સંઘમાં પૂ. આ. શ્રી વિજય જયઘોષ સુરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પૂ. પ્રવચનકાર મુનિરાજશ્રી મહીબોધિ વિજયજી મ. તથા પૂ. મુ. શ્રી સૂર્યકાંતવિજયજી મ.ને ગણી પંન્યાસ પદ વૈશાખ સુદ ૧૨ રવિવાત તા. ૨-૫-૨૦૦૪ના ઉત્સાહથી આપવામાં આવ્યું હતું. આ નિમિત્તે સુદ ૧૦ થી ૧૨ ત્રણ દિવસનો મહોત્સવ યોજાયો હતો. પૂ.પં. શ્રી અક્ષય બોધિ વિજયજી મ. તથા પૂ. મુ. શ્રી મહાબોધિ વિજયજી મ. હાલારી જનતાના વિદ્વાન મુનિરાજો છે. તે બંનેની દીક્ષા ૨૦૩૩માં ચંદનબાળા વાલકેશ્વર મુંબઇ પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૧૪ દીક્ષાઓ થઇ હતી. તેઓ વિકાસ પંથ સાધે એ જ અભ્યર્થના.
શાહીબાગ ગીરધરનગર અમદાવાદઃ અત્રે સંઘ પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભ સૂરીશ્વરજી મ. સ. સૂરિમંત્ર દ્વિતિયવાર પંચપ્રસ્થાન સમાપન ૮૪ દિવસના સાધના કરતાં તે નિમિત્તે પૂ.આ. શ્રી વિજય નરચંદ્ર સૂરીશ્વરજી આદિની નિશ્રામાં વૈશાખ સુદ બીજી છઠ્ઠથી વૈશાખ વદ ૧ સુધી ભવ્ય રીતે ઉજવાયો.
આબુ રોડ (રાજ.) અને ૧૩૦ અઠ્ઠમના તપસ્વી પૂ. મુ. શ્રી ભાવેશરત્ન વિ.મ.ની નિશ્રામાં વાસુપૂજય સ્વામીની સત્તરમી વર્ષગાંઠ દાદાજી અમીચંદજી તથા દાદીજી ઉમેદીબાઇ મા. આત્મ શ્રેયાર્થે તથા પિતાજી તેજમલજી માતાજી પ્રેમલતાબેનના સુકૃત અનુમોદનાર્થે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત ભવ્ય પંચાન્તિકા મહોત્સવ વૈ. સુ. ૩થી વૈશાખ સુદ દ્વિતિય ૬ સુધી ભવ્ય રીતે ઉજવાયો.
બેંગલોર-ચિકપેઇ! અત્રે વરસી તપના આઠ તપસ્વીઓના પારણા શ્રી સંઘ તરફથી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર પૂ. મ., પૂ.આ. શ્રી વિજય કલ્પયશ સ. મ., પૂ. આ. શ્રી વિજય અમીતયશ સૂ.મ. આદિની નિશ્રામાં ઠાઠથી થયા. પાંચ દેરાસરજી ચૈત્યપરિપાટી પ્રવચનો બાદ બોલી
૩૧૩