________________
પ્રશ્નોત્તર વાટિકા
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬* અંકઃ ૨૩ * તા. ૪-૫-૨૦૦૪
પ્રશ્નોત્તર વાટિકા
(પરિમલ)
(૬૪) અચિંત્ય ચિંતામણી કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની વાસક્ષેપ પૂજા કર્યા બાદ તે વાસક્ષેપ લઇને પછી દરરોજ માથામાં નાંખી શકાય?
(ગયા અંકથી ચાલુ)
(૬૨) ભગવાનની પૂજા કરતી વખતે ફણાની અથવા લાંછનની પૂજા કરી શકાય?
ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનના નવ અંગે તેર જગ્યાએ અનામિકા આંગળીથી નખ વિ. ભગવાનને ન અડી જાય તેની કાળજી રાખીને પૂજા કરવાની છે. ઘણાં ફણાની તથા લાંછનની પૂજા પણ કરે છે તેમાં ભગવાનના અંગ સ્વરૂપ સંલગ્ન ફણાની પૂજા કરવાની જરૂર ન હોવા છતાં) પૂજા કરે તો વાંધો નથી પરંતુ ભગવાનને જન્મ વખતે જમણાં સાથળમાં ચહ્ન સ્વરૂપ લાંછન પ્રતિમાને ઓળખવા માટે લાંઠીની નીચે પાટલીમાં મધ્યભાગે કરાય છે તેની જા કરવાની હોતી નથી.
(૬૩) પાર્શ્વનાથ ભગવાનને તથા સુપાર્શ્વનાથ ભગવાનને ઘણી જગ્યાએ ફણા હોય છે તે શા માટે? યા ભગવાનને કેટલી ફણા હોય?
આ અવસર્પીણીના ચોવીસ તિર્થંકર બગવાનમાંથી પાર્શ્વનાથ ભગવાનને ત્રણ, સાત અને અગીયાર ફણા તથા સુપાર્શ્વનાથ ભગવાનને એક, પાંચ અને નવ ફણા કરાય છે. બીજા ભગવાનને નહિઁ.
इग पण नवय सुपासो पासो फण तिन्निसगइगारकमा फणिसिज्जासु विणाओ फणिंदभर्ती नन्नेसु ॥
પાર્શ્વનાથ ભગવાનને કમઠે કરેલા ઉપસર્ગ વખતે
ધરણેન્દ્રએ ભક્તિથી ફણા કરેલ તેના પ્રતીક સ્વરૂપે તથા પાર્શ્વનાથ ભગવાન ગર્ભમાં આવ્યો છેતે માતા સ્વપ્નમાં એક, પાંચ અને નવ ફણાવાળી દરેક જુદી નદી નાગશય્યા દેખે છે તેથી તેના પ્રતીકરૂપે ફણા કરાય છે. ફણા વિનાના પણ કરાય છે.
૧૩૧૬
આવા વિષમકાળમાં પણ આપણા જેવા પામર જીવોને પ્રતિમા સ્વરૂપે પણ તારક તિર્થંકર પરમાત્મા મળ્યા છે. તે બધા જ તિર્થંકરો અચિંત્ય ચિંતામણી અને કલિકાલ કલ્પતરૂ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ કોઇપણ જગ્યાએ વાસક્ષેપ પૂજા કર્યા પછ તે વાસક્ષેપ પણ નિર્માલ્ય દેવદ્રવ્ય ગણાતો હોવાથી પુષ્પની જેમ કોઇના પણ પગમાં ન આવે (આશાતના . થાય) તેવી જગ્યાએ વિધિપૂર્વક વિસર્જન કરવાનો છે. વાસક્ષેપ પૂજા (સમર્પણ) કરી હોવાથી તે વાસક્ષેપ આપણાથી લઇ પણ શકાય નિહં અને તેથી જ મસ્તક ઉપર નાંખવાનો સવાલ જ પેદા થતો નથી.
(૬૫) પરમાત્માના પ્રક્ષાલનું જલ તથા અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર વિ.નું જલ શરીરે ચોપડી શકાય? બોટલ વિ.માં ભરીને રાખી શકાય? બહારગામ લઇ જઇ શકાય? આચાર્ય ભગવંત વિ. સાધુ સાધ્વીને આપી શકાય?
પરમાત્માને દૂધ તથા જલનો અભિષેક કરેલ જલ તથા અષ્ટોત્તરી શાંતિસ્નાત્રનું જલ અભિષેક જલ (પ્રક્ષાલ) વિલેપન કરવાની દવા નથી કે આખા શરીરે ચોપડી શકાય માત્ર બહુમાનને યોગ્ય હોવાથી મસ્તકે લગાડાય છે. મસ્તકે દાતવ્યમીતિ બોટલ વિ.માં ભરીને સ્નાત્રજલ રાખી શકાય નહિં. બહારગામ પણ લઇ જવાની જરૂર નથી. આચાર્ય ભગવંત વિ. તો આજ્ઞાના પાલનમાં રકત હોવાથી સ્નાત્ર જલન ઉપયોગ કરવાનો નથી. કોઇવાર વિશિષ્ટ સંયોગોમાં ઉપયોગ કરવો પડયો હોય તો તે માર્ગ બનાવી દેવાય નહિં.