________________
weareesk at પ્રકીર્ણક ધર્માંપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વળગે તો ખાવા-પીવાદિની ઉપાધિ હોય ? જન્મ તો ઉપાધિવાળે જ છે. પાપના ઉદયથી મળતો એવો
મનુષ્યજ. તમને આર્યદેશ, આર્ય જાતિ, આર્યકુળ તેમાં ય જૈનજાતિ અને જૈનકુળમાં મળ્યો તે તમારો પુણ્યોદય . તો તમને હવે દેવ-ગુરૂ-ધર્મ-ધર્મી અને ધર્મની સામગ્રી ગમે છે કે સંસારની સામગ્રી ગમે છે ? તમારો ખરેખર પ્રેમ કોના પર ? કોના માટે કષ્ટ વેઠો ? કોના માટે પૈસા ખર્ચો ? ગામ, દેશ, મા-બાપ, સગીસ્ત્રીને છોડો તે કોના માટે ? જે જનમમાં દેવગુરૂ-ધર્મની સામગ્રી મળવા છતાં ય દેવ-ગુરૂ-ધર્મ ન ગમે તે જનમ મહાપાપના ઉદયશ્રી થયો છે એમ માનવું પડે ને ? મનુષ્યને જેટલાં પાપ કરવા પડે તે બીજાને કરવા પડતા નથી. દેવ, નરકમાં જાય નહિ. નારકી પણ નરકમાં જાય નહિ. વધારે પાપ કરે તે જ નરકમાં જાય ને ? ડાહ્યો ગણાય તે ગાંડાની જેમ વર્તે ? સત્તા ઉપર રહેલા રાજય સારું ન ચલાવે તો સત્તાધારીઓને કેવા કહો ? બીને આદમી પોતાની ફરજ અદા ન કરે તો ખરાબ કહો. તો તમારી ફરજ અદા કરો છો ?
તમને દેવ-ગુરૂ-ધર્મ ખૂબ ગમે છે ? દેવ-ગુરૂધર્મની સાચી સેવા ભક્તિ માટે તો બધુ-ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિ-છોડવું પડે. તે છોડવાની ઇચ્છા વગર ગમે તેટલી સારી પૂજા કરે, તો ય તે સાચી પૂજા નથી. ભક્તિ કરો તે શા માટે ? ઘરપેઢી, પૈસ -ટકાદિ છૂટી જાય માટે ? સમજદારને જનમ ન .મે. જનમેલો સમજું હોય તો સારી રીતે મરવાની જ તૈયારી કરે. ઉત્તમ સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા, બધા અનશન કરીને જ મર્યા. મરતાં પહેલા અનશન શા માટે ? સારી રીતે મરવાની તૈયારી કરવા અને આનંદપૂર્વક મરવા માટે. મરીને ખરાબ ગતિમાં કોણ જાય ! ખરાબ જીવ હોય તે, ખરાબ રીતે જીવે તે. સારો જીવ મરીને કયાં જાય ? સારા જીવને મરવામાં આનંદ હોય કે દુઃખ ? અહીંથી સારી સગવડતાવાળા
* વર્ષ: ૧૬ * અંકઃ ૨૩ * તા. ૪-૫-૨૦૦૪ ઘરમાં જવાનું તો પ્રેમથી જાવ કે દુઃખથી ?
સમ્યક્ત્વ એવી ચીજ છે, જેને પેદા થાય તે જાણે, જેને તે પેદા ન થયું, પેદા નથી થયું તેનું દુઃખ નથી અને તે પેદા કરવાની ઇચ્છા પણ નથી તેને સમ્યગ્દર્શનની વાતો કરીએ તો તે ગમે નહિ. જેટલા સમ્યગ્દષ્ટિ જીવો છે તે, મનુષ્યભવમાં સમકિત પામ્યા કે લઇને આવ્યા, તેમણે હજી મોક્ષે જવા જેવું જીવન જીવાતું નથી તેનું તેમને ભારે દુઃખ હોય છે. સંસારના સુખ ભોગવવા પડે તેનું દુઃખ હોય છે, તે સુખ નથી છોડી શકાતું તેનું ય દુઃખ હોય છે. સમકિતી જીવ સંસારનાં સુખ છોડવા ઇચ્છે કે ભોગવવા ઇચ્છે ? સંપત્તિ પણ છોડવા ઇચ્છે કે ભોગવવા ઇચ્છે ? ગૃહસ્થ માટે દાન ધર્મ પહેલો છે. ગૃહસ્થોને લક્ષ્મી જ મારનારી છે. એવા લોભી જીવો છે કે જેઓ ખાતા ય નથી કે પીતા ય નથી. છોકરો ય ખાઇ-પી ન શકે. પૈસાવાળો પણ સુખી કોણ ? મોહાંધ ન હોય તે. મોહાંધ હોય તે સુખી કે દુઃખી હોય ?
સમ્યગ્દષ્ટિ જીવને આ સંસારનો હંમેશા ભય જ લાગે. સંસારમાં મોહ છે ત્યાં સુધી કોઇ નિર્ભય નથી. મોહ એવા એવા પાપ કરાવે કે વખતે સમ્યક્ત્વને પણ લઇ જાય. અહીંથી સમકિત લઇને દેવલોકમાં ગયેલો જીવ સમકિતને સાચવે નહિ તો સમકિત જાય પણ ખરું. આ સમકિત એવું છે કે અસંખ્યાતી વાર આવે ને જાય. સમકિત છાસઠ (૬૬) સાગરોપમ રહે છે. સંસારના સુખમાં જરાપણ રાજી ન થાય તો સમકિત રહે.
સંસારના સુખમાં રાજી કોણ થાય ? સુખનું અનુકમોદન કોણ કરે ? સન્માર્ગે પૈસો વપરાય તેનું અનુમોદન કે ભોગમાં પૈસો વપરાય તેનું અનુમોદન તમારો પૈસો ભોગમા જ વપરાય કે દાનમાં પણ કેટલાક તો દાન કે ભોગ ન કરે પણ સંગ્રહ જ કરે. સંગ્રહમાં જ રાચનારા નિધાન ઉપર સાપ પણ થાય અને ત્યાં બેઠા બેઠા તેની રક્ષા કરે.
(ક્રમશઃ
૧૩૧૫