________________
200000000000000000000000000000
તા. ૧૩-૪-૨૦૦૪, મંગળવાર
પરિમલ
પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
00000000000000000000000000000000000000000000000000000000
30
જૈનશાસન (અઠવાડીક)
ઉદાર જ તેનું નામ ખર્યું તેનો આનંદ, ન ખર્ચાય | તેનું દુઃખ!
આપણા આ ધર્મને સફળ કરવો હોય તો સમજુ અને ડાહ્યા થવું પડશે, સાચું-ખોટું સમજવું પડશે, અવસરે ખોટાને ખોટું અને સાચાને સાચું | કહેવું પડશે. આ નિહું સમજો તો ધર્મરક્ષા નહિં કરે!
ભગવાનના દર્શન- પૂજન કેમ કરવાના? દુઃખ કાઢવા કે સુખ કાઢવા? આત્મિક સુખ મેળવવા કે દુનિયાનું સુખ મેળવવા?
આપણે તો દુઃખમાં પણ મજા કરવી છે, ગમે તેવું સુખ મળે પણ રાજીપો ન થાય તેનું નામ સમાધિ! રાગના સાધનમાં રાગ ન કરે અને દ્વેષના
સાધનમાં દ્વેષ ન કરે તેનું નામ સમાધિ! રાગદ્વેષની હાજરીમાં રાગ-દ્વેષને આધીન ન થાય તેનું નામ સમાધિ!
સંસારના સુખ માત્રને ભૂંડું જ માને, સંસારના સુખ માત્રથી છોડાવનાર જ મારા દેવ-ગુરૂ અને ધર્મ. સંસાર સુખ તરફ આંગળી ચીંધનાર તે મારા દેવ- ગુરૂ - ધર્મ નહિં જ! આવી જેની મનોદશા તેનું નામ જ સમકિતી!
તમે આજે કુટુંબના વડા નથી પણ કુટુંબના વગર પગારના મજુર છો! તમારા કુટુંબમાં તમારી જ કિંમત નથી.
તમે બધા ગ્રન્થિદેશે આવ્યા છો તો કઇ ભાવનામાં રમો છો? ‘સુખ જોઇએ છે અને દુઃખ નથી જોઇતું’ તે કે ‘સંસાર નથી જોઇતો અને મોક્ષ જ જોઇએ છે તે?’
*
રજી. નં. GRJ ૪૧૫
*
અમારી પાસે અમારૂં કહેવાનું કાંઇ નથી. જે ભગવાન કહી ગયા તે જ કહેવાનું છે. તે કહેવાનો નિર્ણય ન હોય તો આ પાટે બેઠવાનો અધિકાર નથી.
મારે જીવતા મજા કરે તેના કરતાં મરતાં મજામાં હોય તેવા માણસોના દર્શન કરવા છે.
‘મને મરવાનો ભય નથી, જીવવાનો લોભ નથી દુઃખથી ગભરાતા નથી, સુખની પડી નથી, મરવામાં તો મને બહુ જ આનંદ પશે. આ સંસારની બધી સામગ્રી ભૂંડી જ છે’, માવા જાત પર વિશ્વાસવાળા તમને બનાવવા છે, જીવતા કદાચ આ બધી સામગ્રી તમે છોડી ન શકો પણ મરતા હૈયાથી આ બધી સામગ્રી છોડ ને મરે તે પણ ઊંચામાં ઊંચો પૂણ્યાત્મા છે!
*
તમારે મન નકામામાં નકામી ચીજ ધન કે ધર્મ ? * તમે સાધુઓને વાજા વગડાવી લાવ્યા, આવજો.. પધારજો... કહી મૂકી આવ્યા, પણ રાધુ પાસે ધર્મનું કાંઇ જ સમજયા નહિં તો તેને જૈન, શ્રાવક કે શ્રદ્ધાળુ કઈ રીતના કહેવાય ધર્મની સામગ્રી મળી તે પૂણ્યોદય પણ ધર્મ સમજવાનું મન થતું નથી તે ભારેમાં ભારે પાપોદય છે. તમને ધર્મ સમજવાનું મન નથી તેથી અમારી સાધુ સંસ્થા પણ પાયમાલ થઇ રહી છે. ગમે તેટલા ભેગા થાય પણ આ પાટ પર બેસી મરજી આવે તેમ બોલવામાં જરા પણ ભય નથી! કોઇ અમને ઉભા રાખે તેવું નથી. ભગવાનના વચનમાં ફેરફાર આવે તો અમારા પર પણ અંકુશ મુકે તેવા શ્રોતા જોઇએ છે.
જૈન શાસન અઠવાડીક ૭ માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
O O O O O O O OOOOOOOOOOOOOOOOOOOOOO Z