________________
શ્રી જનશાસન (અઠવાડીક)
તા. 30-3-૨૦૦૪,
મંગળવાર
-
રજી. ન. GRJ ૪૧પ.
પરિવા
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
રાગ કરવાના સ્થાને જેને પ્રેમ થાય, એનું દુ:ખ અને હેર કરવાના સ્થાને રાગ થાય, એનું દુ:ખ, આનું | ઝ: જ નામ વિરાગ ! વિરાગ જાગે, એટલે જીવને માટે આવી દુ:ખાનુભૂતિ સહજ બની જય. | * સમકિતીનું હૈયું તો વિશાળ હોય. એથી પોતાને પડતા દુ:ખ કરતા પરને પડતું દુ:ખ ને અધિક મહત્ત્વનું લાગે. આના યોગે પોતાના દુ:ખને સ્પશ્ય વિના એ પરના દુ:ખને જ દૂર કરવા મથે. સેવવો જ પડે, તો મનને સંસારમાં તન્મય બનવા દીધા વિના સંસાર સેવવો જોઈએ અને કર્મન જરાય અધીન બન્યા વિના ધર્મ આરાધવો જોઈએ. આ બે ગુણો આવી જય, તો મોક્ષની પ્રાપ્તિ થતા વાર ન લાગે. મોટામાં મોટા ગણાતા દોષોનું સેવન ચાલુ હોય, પણ એ દોષ દોષરૂપે ખટકતા હોય, એનો બચાવ કરવાનું મન ન થતું હોય, તો એ મોટા દોષોમાંથી પણ ઉગરી જવું શક્ય બને. પરંતુ નાનકડો પણ દોષ ખટકતો ન હોય, એનો બચાવ કરવાનું મન થતું હોય, તો નાનકડા એ દોષમાંથી ઉગરી જવું શક્ય ન ગણાય. લોહી પીને જીવવું, એટલે કે ડગલે ને પગલે જીવહિંસા કરીને જીવવું, એનું નામ જ સંસાર છે. જ્યારે અમૃત પીને જીવવું, એટલે કે અભયદાની બનીને જીવવું અને આવા અભયદાનની પ્રભાવના કરતા રહેવું, એ સંયમ-જીવન છે. જીવમાં લાયકાત હોય, પછી એને માર્ગદર્શન મળે અને એ મુજબ પુરુષાર્થ થાય, તો મોક્ષમાર્ગે પ્રગતિ થયા કરે, જીવમાં લાયકાત ન હોય, માર્ગદર્શકને એને માથે રાખ્યા ન હોય અને કહેવાતો ધર્મ પુરુષાર્થ ચાલુ
હોય, તો એ મોક્ષમાર્ગે પ્રગતિ ન સાધી શકે. મોને પુષ્ટિ અપાવનારી સંસાર-સે હજી સારી, પણ સંસારને પુષ્ટિ અપાવનારી ધમસેવા ખોટી! જૈન શાસનમાં તમે શું કરો છો, અને હજી એટલું
હત્વનું નથી, જેટલું તમે શા માટે કરો છો એનું મહત્વ છે. પૈસાની સગવડ ધરાવનારને જેમ ગમે તેવી લાંબીટૂંકી, સરળ-કઠિન મુસાફરીએ જવાનું થાય, તોય એની એને ચિંતા હોતી નથી, પરંતુ એ પ્રસન્નતા પૂર્વક મુસાફરી માટે નીકળી પડે છે, એમ ધમરાધના દ્વારા જે અધ્યાત્મિક દષ્ટિએ શ્રીમંત બન્યો હોય, એને જ્યારે મૃત્યુની મુસાફરીએ જવાનો અવસર આવી લાગે, ત્યારે એ મૂંઝાતો ન હોય, ઉપરથી ત્યારે તો એની પ્રસન્નતા ઓર ખીલી ઊઠી હોય. તમે જે ઘરમાં, શેરીમાં, શહેરમાં, રાજ્યમાં કે દેશમાં વસો છો, ત્યાંથી મરીને પાછા એ જ ઘર-શેરીશહેરમાં જન્મવાના, આવું નક્કી કરી શકાય એમ છે ખરું? ના. તો પછી આ બધાની મમતા રાખીને મારું ઘર કે મારો દેશ' આ પતના આિ-મમત્વથી આ બધાની રક્ષા પાછળ ફના થઈ જવાનો કોઈ અર્થ ખરો ? બીજા જન્મમાં એ શકય છે કે, આ બધાથી સાવ જ વિપરીત ગણી શકાય, એવા સ્થળે તમે જન્મો અને એની સાથે મમતા બાંધીને ખુવાર પણ થઈ જાવ. માટે આવી પૌદ્ગલિક-રચનાઓ સાથે મારાપણાનો સંબંધ જોડતા ખૂબ ખૂબ વિચાર કરવા જેવો છે અને એની રક્ષા ખાતર મરી ફીટતા તો હજારવાર વિચારવા જેવું છે.
*
જૈન શાસન અઠવાડીક ૦ માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિદિ જયપ્લોટ, જામનગર વતી તંત્રી. મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા- એલેકશી ક્રિએશનમાંથી
આ છાપીને રજોટથી પ્રસિદ્ધ કર્યું.