________________
કોયલામાં હીરો પાકે
શ્રી જૈનશાસન (અઠવાડીક) વાત કહી કેઃ આપ પાકા રહો અને અમે કહીએ તેમ કરો તો ખા ગુંડા સુલતાનને કાઢીએ.
:
સુલતાન કહે : તમે કહો તેમ કરીશું. લધાભાએ સુલતાનને પાકા કરી લીધા. હવે પ્રેમ જીએ દાવ ગોઠવ્યો.
ઝાંઝીબારના સુલતાનના હબસી ચોકીદારોની પ્રેમજીએ ખ.સ ટોળીઓ નક્કી કરી લીધી. ગુંડા સુલતાનનું બળ પણ જોઇ લીધું. તેના ચાર પાંચ ખરેખરા ગુંડા સાથી હતાં. તેમને દાવમાં લીધા.
પાંચેયને ફોસલાવીને જુદી જુદી જગાએ લઇ ગયા અને ત્યાં છુપી જગામાં પુરી દીધા. પછી હબસી ટોળીને લઇને પ્રેમજીએ આરબ ગુંડાને ઘેરી લીધો. એકલો ગુંડો કરે શું?
પ્રેમજી કહેઃ ચુંચાં બોલ્યા કે માયાં કાપી નાખીશું. હવે ગુંડા સુલતાનને એકલો પાડીને સુલતાનના મહેલમાં લઇ ગયા. આ મહેલના એક ભોયરામાં હીરામોતીનો ભંડાર છે. તે જેવા ગુંડા સુલતાનને પ્રેમજી ભોયરામાં લઇ ગયા. ત્યાં લઇ જઇને પ્રેમજી તેની સામે ખડો થઇ ગયો . પોતાની ભેઠમાંથી ગોળી ભરેલો તમંચો બહાર કાઢીને ગુંડા સામે તાક્યો અને કહ્યું : હવે શું ચાં બોલ્યા કે હાથપગ હલાવ્યા તો ગોળી મારી દઇશ, હાથ ઉંચા કરી લો.
ગુંડો સુલતાન થર થર કાંપવા માંડયો. પોતાના બંને હાથ ઉંચા કરી લીધા.
પ્રેમજી કહે : બસ, આ ભોંયરામાં પડી રહો. ભૂખ્યા અને તરસ્યા મરી જાઓ.
ગુંડો ગભરાઇ ગયો.
પ્રેમજીને કહેઃ મને જીવતો જવા દે પ્રેમજી! તું કહીશ તેમ કરીશ.
પ્રેમજી કડુંઃ એક વાત માનો તો જીવતા છોડું. ગુંડો કહે . બધી વાત માનીશ.
પ્રેમજી કડું: જોજો હો! ફરી એવું કરશો તો જીવતા નહિં છોડું. હું કોણ? લધાભા કચ્છીનો પ્રેમજી! તમને
૨૮૯
* વર્ષ: ૧૬૨ અંકઃ ૧૯ * તા. ૩૦-૩-૨૦૦૪ જીવતાં છોડું છું અને પાછા અરબસ્તાનમાં પહોંચાડી દઇશ. પછી ફરીવાર આ બાજુ આવ્યો તો મૂવા જાણજો.
બીચારો ગુંડા સુલતાન બધી સુલતાની ભૂલી ગયો અને પ્રેમજી જેમ કહે તેમ કરવા તૈયાર થયો.
એક અંધારી રીતે ડાકુ સુલતાનની આંખો ઉપર પટી બાંધીને લઇ ગયા. એક વહાણમાં બેસાડીને અરબસ્તાનના કિનારે ઉતારી દીધા.
બસ, ગુંડા સુલતાન ગયા. ફરી પાછા દેખાયા નહિં.
ઝાંઝીબારના સુલતાનને ઘણો આનંદ થયો. પ્રેમજીને કહ્યું કે તું અમારો પ્રધાન બની જા. સેનાનો ઉપરી થઇ જા. તને ફાવે તેમ રાજ ચલાવ. તું અમારા નાના ભાઇ જેવો છે.
પ્રેમજી કહે : હું વેપારી છું અને વેપારી રહીશ. મારે રાજ કરવું નથી.
ઝાંઝીબારના લોકો બડા બાદશાહ તરીકે પ્રેમજીને માન આપવા લાગ્યા.
એવી જ રીતે પ્રેમજી પણ પોતાનો વેપાર કરતો રહ્યો. તેને પૂછયા વિના ઝાંઝીબારના સુલતાન કોઇ કામ કરે નહિં. જાણે કે સુલતાનનો પ્રધાન છે. એવું બધા સમજે છે.
રખડતો અને ભટકતો પેમો બાદર્શાહનું માન મેળવી ગયો. તેણે ધાર્યું હોત તો તે ઝાંઝીબારનો રાજા બની શકત, પણ પ્રેમજી કહેતો કે લોભ અને લાલચમાં જે કંઇ કરીએ તે પાપ જ કહેવાય. મારે રાજા કે શેઠ નથી બનવું.
કોયલામાંથી આવી રીતે હીરા પાકે.
-માથે સાથે વર
શ્રી નવભારત સાહિત્ય મંદિર પ્રકાશનમાંથી.
લોભ અને લાલચમાં પડેલા અધમ બને છે.
w