________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
પ્રશ્નોત્તર વાટિકા
-
તાકાત છે • આા ખબર છે ? આ જીવનમાં શું શું મેળવવાની ઇચ્ડગ છે ?
દુનિયાના સુખના જ ભિખારી અને દુઃખથી ગભરાનારા જીવો ધર્મ પામવા માટે લાયક નથી. પાપ કરું તો દુઃખ ભોગવવા તૈયાર રહેવું જોઇએ. સુખનો વિરાગ અને દુઃખનો રાગ પેદા થાય તો મોહનો ભય લાગ્યો છે તેમ રહેવાય. દુનિયાનું જે સુખ મળ્યું તે સારું લાગે છે તો તે કયું પાપ કહેવાય ? અવિરતિ નામનું. અને તે સુખ જ સારું લાગે અને તેમાં જ મજા આવે તો તે કયું પાપ છે ? મિથ્યાત્ત્વ નામનું તમારામાં અવિરતિ છે કે મિથ્યાત્ત્વ પણ છે ? દુનિયાની સુખ-સંપત્તિ ગમે · તેનું જેને દુઃખ થાય, યારે આ ગમવાનું મટે તેમ થયા કરે તેને મોહનો ભય લાગ્યો કહેવાય ! તમને જે બધું ગમે છે તેનું નામ જ મોહ છે. દુનિયાની સુખ-સંપત્તિસાહ્યબી સારી લાગે તે ય મોહ ! તે બધી જ સારી લાગે, મેળવવા જેવી લાગે, ભોગવવા જેવી લાગે તેનું દુઃખ સરખું પણ ન ાય તો મિથ્યાત્ત્વ કેવું હોય ? ગાઢ કહેવું પડેને ? તમને બધાને દુનિયા સુખ-સામગ્રી મેળવવાભોગવવાનું મન કે હું સાધુ થઇને સાતમાં ગુણઠાણાનો આનંદ પામું તેવું મન છે ? આજે તો ભણેલાગણેલાનેય આવો ભાવ નથી આવતો અને વર્ષોથી સાધુ થયેલાઓને પણ આવો ભાવ નથી આવતો ! ભણવાગણવાનું પણ માટે કરે છે કે, દુનિયાની સુખ-સંપત્તિ મળે અને તેમાં જ મોજ-મજા કરું. તમે બધા તેમાં પડો અને અમે બધ માન-પાન-સન્માનાદિમાં પડીએ તો આપણા બધા. શું થાય ?
તમે એકલા બેઠા હો ત્યારે પણ વિચાર આવે ખરો કે! હજી મને દુનિયાની જ સુખ-સામગ્રી ગમે, તેમાં જ મજા આવે-આનંદ આવે તો મારામાં સમકિત કયાંથી આવે ? મોક્ષની ઇચ્છા પણ ન થાય તો મને લાગે છે કે, “મારામાં પહેલું ગુણઠાણું પણ નથી. આ સંસારની સુખ-સામગ્રીને મજેથી ભોગવીશ, તેમાં જ આનંદ કરીશ તો એવાં એવાં પાપ કર્મો બંધાશે કે તેના પરિણામે એવી એવી દુર્ગતિમાં જવું પડશે, એવાં એવાં દુઃખો
* વર્ષ: ૧૬ - અંકઃ ૧૯ ૦ તા. ૩૦-૩-૨૦૦૪
વેઠવા પડશે જેનું વર્ણન ન થાય.'' આવી શ્રદ્ધા છે ? શ્રદ્ધા હોય તેને તો મોક્ષ જ યાદ આવે. જૈનોને તો વારંવાર મોક્ષ યાદ આવે. આપણા બધા જ ભગવાન મોક્ષે ગયેલા. જેટલા સુસાધુએય મોક્ષ યાદ કરાવે અને ધર્મ પણ મોક્ષ માટે જ કરવાનું કહે. રોજ સાંભળનારનેધર્મ કરનારને દુનિયાની સુખ-સંપત્તિ ઉપર પ્રેમ કે દ્વેષ હોય ? સાચા વિરાગ વિના શ્રાવકપણું આવવાનું નથી કે સમકિત પણ આવવાનું નથી. મનુષ્યજન્મ વિના બીજા કોઇ જન્મથી મોક્ષ મળે નહિ, મોક્ષમાં જરૂરી સાધુપણું મનુષ્યભવ વિના બીજે કશે મળે નહિ અને જીવાય પણ નહિ તે જાણતો હોય તેવો આત્મા શું ઇચ્છે ? આ મનુષ્ય જન્મ સાર્થક કરવો હોય તો સાધુ જ થવું જોઇએ આવી તમારી વિચારણા છે ખરી ? આવી હૈયાપૂર્વકની જેની વિચારણા હોય તેને ઘર-પેઢી, પૈસા-ટકા, મોજમજાદિનો ભય લાગે. ચોરી કરવા નીકળેલો કેવી રીતે ચાલે ? પગનો આવાજ ન નીકળે તેમ. તેને પકડાઇ જવાનો ભય પૂરો હોય છે. તેવી રીતે શ્રાવક પાપ ન થાય તેમ જીવે. તમે તો લહેરથી પાપ કરો છો અને પાછા તેમાં મજા કરો છો તો તમને કેવા કહેવા ? બંગલો જેલ જેવો લાગ્યો ? તમારો બંગલો એટલે તમે બધાએ હાથે કરીને બાંધેલી જેલ ! સરકારે બાંધેલી જેલમાંથી તો નીકળવાનું ય મન થાય. જ્યારે તમારી આ જેલમાંથી તો નીકળવાનું મન જ ન થાય. બંગલો છોડવાનું મન થાય ? આ સંસાર છોડવાનું મન ન થાય પણ સંસારમાં મજેથી રહેવાનું મન થાય તેને એકપણ ગુણઠાણું વાસ્તવિક ન આવે. સંસાર છોડવાનું અને મોક્ષે જવાનું મન થાય તેને પહેલું ગુણઠાણું ય આવે, ચોથું આવે, છઠ્ઠું આવે, આ કાળમાં સાતમું ય આવી જાય અને બહુ સારો કાળ હોય તો ક્ષપકશ્રેણી માંડી, મોહને મારી, વીતરાગ થઇ, કેવળજ્ઞાન પામી મોક્ષે ય ચાલ્યો જાય એટલે કે ચૌદમું ગુણઠાણું પણ પામી જાય.
(ક્રમશઃ)
૨૭૫