________________
અમદાવાદઃ ઃ ગસાગર....
શ્રી જૈનશાસન (અઠવાડીક) - વર્ષ: ૧૬૮ અંક : ૧૭ * તા. ૯-૩-૨૦૦૪ અમદાવાદઃ રંગસાગરના આંગણિયે ઉજવાયેલ ભવ્ય જિન ભકિત મહોત્સવ
રંગસાગર (પાલડી): અત્રે પૂજયપાદ તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના આશાવર્તી તપસ્વીરત્ના વાત્સલ્યનિધિ પૂ. સાધ્વીજી શ્રી દેવેન્દ્રશ્રીજી મ.ના સંયમ જીવનની અનુ,મોદનાર્થે પોષ સુ. પ્ર. ૧૦ તા. ૧-૧૨૦૦૪થી પોષ વદ ૧ તા. ૮-૧-૨૦૦૪ પર્યંત પાંચ પૂજનો સહિતનો ભવ્ય અષ્ટાહિનકા મહોત્સવ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલ સૂરીશ્વરજી મ.સા., પૂ. મુનિરાજ શ્રી કુલશીલ વિજયજી મ., પૂ. મુ. શ્રી હર્ષશીલ વિજયજી મ. આદિની નિશ્રામાં અપૂર્વ ઉદ્ઘાર ઉત્સાહભેર ઉજવાયો. પૂજયશ્રીજી આ પ્રસંગે મહેસાણાથી ઉગ્ર વિહાર કરી માગસર વદ ૩ તા. ૧૨-૧૨ના પધારતા આલોક ફ્લેટથી ભવ્ય સામૈયું થયેલ. પૂજયશ્રીના મંગળ પ્રવચન બાદ ગુરુપૂજન ૧૦ રૂા.નું સંઘપૂન થયેલ. પૂજયશ્રીની નિશ્રામાં રંગસાગર સંઘમાં પોષ દસમીના અઠ્ઠમ તપની આરાધના માગસર વદ ૯, ૧૦, ૧૧, ૧૨ના દિવસોમાં ખૂબ સુંદર રીતીએ થઇ. રંગસાગર સંઘમાં સૌ પ્રથમવાર ૫૦થી પણ વધારે ભાગ્યશાળીઓએ અઠ્ઠમ તપની આરાધના કરી. સૌ તપસ્વીઓના પારણા તથા પ્રભાવનાઓ પણ ખૂબ સુંદર થઇ. પૂજયશ્રીના પ્રવચનોના પ્રભાવે સંઘમાં ધર્મજાગૃતિ સુંદર આવી. પોષ સુ. પ્ર.૧૦ તા. ૧-૧થી મંગલ મહોત્સવનો પ્રારંભ થયેલ. પ્રભાતના સમયે પ્રભાતિયાના મંગલ ગીતોના ગાનમાં જ વિશાલ સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિએ મહોત્સવ કેવો ભવ્ય ઉજવાશે એનો ચિતાર આપી દીધેલ તે દિવસે પ્રવચનમાં ૫ રૂા.નું સંઘપૂજન થયેલ. બપોરે પંચકલ્યાણકની પૂજા ઉલ્લાસભેર ભણવાયેલ. પો. સુ. દ્ધિ. ૧૦ તા. :-૧ના સવારે રંગસાગર દેરાસરની સામેના વિશાળ ગ્રાઉન્ડમાં બંધાયેલા શાનદાર વિજય રામચંદ્ર સૂરીશ્વરજી પ્રવચન મંડપનું ઉદઘાટન થયેલ. મંડપના મધ્ય ભાગમાં સુવર્ણવર્ણી પાર્શ્વપ્રભુને બિરાજમાન કરાયેલા. સવારે શુભ મુહૂર્તે શ્રી કુંભસ્થાપન, દીપક
સ્થાપન આદિ થયેલ. એ જ મંડપમાં આજથી પૂજયશ્રીના પ્રવચનોનો પ્રારંભ થયેલ. આજે પ્રવચન બાદ બદામના પેકેટની પ્રભાવના થયેલી. પ્રવચન બાદ નવગ્રહાદિ પાટલા પૂજન તેમજ બપોરના બારવ્રતની પૂજા ઉલ્લાસભેર ભણાવાયેલ. પો.સુ. ૧૧ના દિવસે સવારે પ્રવચનમાં શ્રીફળની પ્રભાવના થયેલ. પ્રવચન બાદ શ્રી દિનેશચંદ્ર સકરચંદ સંઘવી પરિવાર તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અતિ ઉમંગભેર ભણાવાયેલ. આજે રાત્રે ભાવનામાં પણ વિશાળ માનવ મેદની ઉભરાયેલ. પો. સુ. ૧૨ રવિવાર સવારે પ્રવચન બાદ ખજૂરના પેકેટની પ્રભાવના થયેલ. આજે શ્રી નવિનચંદ્ર ભોગીલાલ સોની તથા વિનોદભાઈ વાડીલાલ ખંઢેરા પરિવાર તરફથી શ્રી વીશ સ્થાનક મહાપૂજન ઉત્સાહપૂર્વક ભણાવાયેલ. આજે રવિવાર હોવાથી બહારગામથી પણ મહેમાનો વિશાળ સંખ્યામાં પધારેલા. રાત્રે ભાવનામાં પણ એ જ ઉત્સાહ હતો. પોષ સુદ ૧૩ના પૂણ્યદિને પૂજયપાદ પરમ ગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દીક્ષા સ્મૃતિ દિન નિમિત્તે પ્રવચનમાં પૂજયપાદશ્રીજીના ગુણાનુવાદ થયેલ. પ્રાંતે ગુરુપૂજન આદિ બાર ગોળના રવાની પ્રભાવના થયેલ. આજે શ્રી ભક્તામર મહાપૂજન શ્રીમતિ વિનોદાબેન સુરેશભાઈ શાહ U.S.A. પરિવાર તરફથી અતિ ઉમંગભેર ભણાવાયેલ. આજે પણ ભાવનામાં રાધનપુરથી પધારેલ સંગીતરત્ન લલિતભાઇ ઠાકુરે ભકિત રસની રમઝટ મચાવેલ. પોષ સુદ ૧૪ના પૂણ્યદિને પ્રવચન બાદ કેસરની ડબ્બીની પ્રભાવના થયેલ. આજે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન, પાર્શ્વપ્રભુના વિશાલ દરબારમાં શ્રીયુત જશીબેન ફતેહચંદભાઇ પાલિતાણાવાળ દોહિત્રી આરતીબેન ભદ્રેશભાઈ કેન્યા પરિવાર તરફથી ભણાવાયેલ. સવારના ૧૦-૩૦થી પૂજન પ્રારંભ થયેલ. છેક સાંજે ૫-૦૦ કલાકે પૂજનની પરસમાપ્તિ થયેલ ત્યાં સુધી સેંકડો ભાવિકો શાંતિપૂર્વક જિનભકિતન
૨૬૭