________________
માસિક નગરે ભવ્ય ઉપધાન શ્રી જૈનશાસન (અઠવાડીક) તપસ્વીઓએ પૂજય મુનિપ્રવરોના વરદહસ્તે મોક્ષમાલા પહેરી હતી.
♦ ઉપધાન બાદ, નાસિકના અગ્રણી આરાધક સુશ્રાવક શ્રી માધવજીભાઇ તારાચંદ મહેતાના આત્મશ્રેયાર્થે તેઓશ્રીના પરિવાર તરફથી ઔદાર્યભર્યો ત્રિદિવસીય મહોત્સવ રંગેચંગે ઉજવાયો. તા. ૫, ૬, ૭ ત્રણે દિવસ સવારે- બપોરે- રાત્રે પૂજા- પૂજન ભાવનાઓમાં ગોરેગામના ‘સમકિત ગ્રુપ'ના યુવાનોએ ભકિતની રમઝટ મચાવી. મહાવીર સોસાયટીમાં બંધાયેલ ભવ્ય મંડપમાં પ્રવચનો અને ભકિત પ્રસંગોમાં ભાવિકો ઉમટી પડયા હતાં. ત્રણે દિવસ પ્રભુ વીરને અતિસુંદર ખંગરચનાઓ થઇ. અષ્ટપ્રકારી પૂજા, શાંતિસ્નાત્ર અને ખાસ તો છેલ્લે દિવસે થયેલી અતિભવ્ય મહાપૂજાએ ખરેખર રંગ રાખ્યો. શ્રી માધવજીભાઈના જીવનપ્રસંગને ઉપસાવતી રંગોળીએ અનેરૂં આકર્ષણ જમાવ્યું. મહાપૂજામાં આખી મહાવીર સોસાયટીએ નવો શણગાર સજયો. ભાવિકોએ ઉત્સાહપૂર્વક નવનવી ગહૂંલીઓ ચી હતી. પ્રાણપ્યારા પ્રભુવીરને બુકે (પુષ્પગુચ્છ)
* વર્ષ: ૧૬ અંકઃ ૧૭ * તા. ૯ ૩-૨૦૦૪ અર્પણ કર્યાં અને ચાર પંકિતમાં અંતરગતની વાતડી લખીને પ્રભુને પત્રરૂપે પ્રેષિત કરી... એક દિવસ સકલસંઘ સ્વામી વાત્સલ્ય થયું. આત્મશ્રેયાર્થે ઉજવાતા વ્યકિતગત કાર્યક્રમોમાં આ કાર્યક્રમ નાસિક ખાતે શિરમોર સમાન બની રહ્યો. શ્રી માધવજીભાઇની આરાધનાની ઉંચાઇને અનુરૂપ આ મહોત્સવે શાસન પ્રભાવનાની ઉંચાઇ સર કરી.
* તા. ૮-૧૨-૦૩ શ્રી ચીનુભાઇ ૫ નાચંદ શાહ પરિવારના નવનિર્મિત નિવાસસ્થાન ‘કુસુમ’ બંગલામાં ‘શ્રી સિદ્ધચક્ર મહાપૂજન' ઉજવાયું અને વિશાળ શામિયાણામાં સકલ સંઘ સ્વામી વાત્સલ્ય થયું. ♦ મા.વ.૪ના દિને શ્રી મહાવીર સ્વામી જિનાલયની ૩૬મી વર્ષગાંઠ પ્રસંગે ધ્વજારોહણ બાદ પૂજય મુનિવરોએ અંતિમ પ્રવચન ફરમાવ્યું હતું, ત્યારબાદ સાધિર્મકભકિત થઇ હતી. એ પછી પૂ. મુનિવરોએ જયારે મંગલ વિહાર આરંભ્યો ત્યારે વિશાળ જનમેદની ભીની આંખે પૂજયશ્રીને વળાવવા સાથે ખાવી હતી.
શ્રી વલ્કલોસ્ત કેવીના દેશના
(શ્રી ઉપદેશમાલા ‘દોઘ'માંથી)
હું ભવ્યાત્માઓ! પ્રમાદચેષ્ટાનો ત્યાગ કરીને અતિ મનોહર એવા શ્રી જિન ધર્મનું સેવન કરવામાં સુંદર ઉદ્યમ કરનારા બનો. કલ્પવૃક્ષ મલ્યા પછી નિર્ભાગી તેની પાસે પત્થરવાળું સ્થળ માગે, તેની જેમ મનુષ્યપણું પામીને જે વિષય સુખની ઇચ્છા કરે, તે સ્વર્ગ અને મોક્ષમાર્ગનાં દ્વાર બંધ કરે છે અને ઉત્તમ પ્રકારની ધર્મસામગ્રી ભવિષ્યમાં પામી શકતો નથી. એટલું જ નહિં પણ વિષય સુખમાં આધીન બનેલો અતિતીક્ષ્ણ દુઃખ સમૂહને ભોગવનારો થાય છે. ભયંકર કાળફૂટ ઝેરના કોળિયા સરખા વિષયોથી સર્યું. દુર્ગતિ- કેદખાનાના દ્વાર સમાન રાજયથી પણ સર્યું. વિજળીના વેગ સમાન ચપળ યુવાની છે, સતત રોગના સંઘાતવાળી નશ્વર કાયા છે, સમુદ્રના કલ્લોલની ચપળતા સમાન ચપળ સ્રીઓ હોય છે. તો શાશ્વત મોક્ષ સુખ સદા આપનાર અને તેના મુખ્ય સાધન સંયમમાં તમારે ઉદ્યમ કરવો જોઈએ. તમારૂં ચિત્ત વ્રતની સાધનામાં જોડવું જોઈએ.
૨૬૬