________________
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
કરો છો પણ આત્માના રોગ માટે કરો છો ? પાપ કરો છો ? પૈસા ઓછા કરવાનું મન થાય કે વધારે કરવાનું મન થાય ? આટલા પૈસા શું કરવા છે તેમ થાય ? પૈસા ઘણા છે તો દાન કરવાનું ખૂબ મન થાય ? ઘણા પૈસા હોય અને દાન કરવાનું મન ન થાય તે પાપનો ઉદય છે ? તે પાપ કોઈ દી’ ખટકયું છે ? પૈસો વધારવાનું ચાલે છે અને પૈસા ખરચવાની વાત આવે તો ‘મારી પાસે શું છે' તેમ થાય તો ભય શેનો લાગે છે ? પૈસાનો કે મોહનો ? જે પૈસાથી ગભરાવવાનું તેને મેળવવાનું મન થાય છે, છોડવાનું મન થતું નથી, પૈસો છતાં દાન કરવાનું મન થતું નથી - તે બધો શાનો પ્રતાપ છે ? શ્રીમંત બહુ ઉદાર હોય અને દાતાર હોય તો તે ધર્મનો પ્રેમી ! તે કૃપણ હોય તો પૈસાનો પ્રેમી ! તમે પૈસાના પ્રેમી કે દાનના પ્રેમી ? થોડામાંથી થોડું દેવામાં આનંદ આવે કે જે છે તેને વધારવામાં આનંદ આવે છે ? જે દાડે વધારે પૈસા મળ્યા તો તેમાં આનંદ આવે કે વધારે દાન કર્યું તેમાં ? આપણને મોહનો ભય લાગ્યો છે કે નહિ તે આત્માને પૂછવું છે ? સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચારે પ્રકારના શ્રી સંધને જ્યાં સુધી પાપનો ભય ન લાગે, મોહનો ભય ન લાગે ત્યાં સુધી તે સાચો ધર્મ કરી શકે જ નહિ. અમારે પણ આત્માને પૂછવું પડે કે, તને ખાવાપીવાદિમાં વધારે આનંદ આવે છે કે તપમાં ? તમને બધાને વાધારે પૈસામાં, પૈસા મેળવવામાં વધારે આનંદ આવે કે દાન કરવામાં ?
મોહનો ભય લાગે તે જ શ્રી સંઘમાં આવે ! ભગવાન
|
જેવા ભગવાનના વખતમાં ય સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા કેટલા ? કરોડોમાં લાખો ય પૂરા નહિ. મોટો ભાગ તો આધો જ રહે. તેને સાધુ કે શ્રાવક થવું ન ગમે. સાધુ શ્રાવક થવાનું ય કોને ગમે ? જેને મોહનો ભય લાગે તેને. તમે તો એવા કુળમાં, એવિ જાતિમાં જનમ્યા છો કે તમને તો મોહનો તો ભય લાગતો જ હોવો જોઈએ. તમારા ઘરોમાં તો મોહ ભયંકર રોગ છે, મારી નાખનાર છે તે વાત રોજ ચાલતી હોવી જોઇએ. દરિદ્ર જૈનનું ઘર પણ મજામાં હોય. દરિદ્રિ જૈન તો સુખ શ્રીમંત જૈનની દયા ખાય કે, તેને બિચારાને મંદિરે જવાનો, સાધુ પાસે જવાનો કે ધાર્યો ધર્મ કરવાનો ટાઇમ નથી મળતો. મારે તો બે કલાક મંદિરમાં રહેવું તો કોઈ રોકનાર નથી, માથે ઉપાધિ નથી, જો દરિદ્ર જૈન ખરેખર સમજું અને સંતોષી હોય તો તે ધાર્યો ધર્મ સારો કરી શકે. તેને પૈસાની પણ ઇચ્છા ન હોય. ધર્મ પામેલા સંતોષી એવા જીવો દરિદ્ધિ છતાં સુખી હોય છે.
(ક્રમશઃ)
પ્ર. - દાન કરીને, વધારે મેળવવામાં આનંદ આવે છે. ઉ. - દાન પણ લક્ષ્મીથી છૂટવા નહિ પણ લક્ષ્મી વધારવા કરે છે અને તેમાં અમારી મહોરછાપ મરાવવા માગે છે.
- વર્ષ: ૧૩ અંકઃ ૧૭ * તા. ૯-૩-૨૦૦૪
પ્ર. - મળવાનું તે જાણવા છતાં, છોડી શકતો કેમ નથી ? ઉ. - દાન દેવાથી લક્ષ્મી જતી નથી પણ વધારે મળે છે તે શ્રદ્ધા જ નથી માટે.
શ્રી જૈન શાસનમાં દાન કરવા માટે કમાવાનું કહ્યું જ નથી પણ તમારી પાસે જે હોય તેમાંથી દાન કરવાનું કહ્યું છે. તે પણ લક્ષ્મી રૂપી ડાકણથી છૂટવા માટે.
અમે પણ આ વાત ન સમજાવીએ અને તમે જે કરો તે બરાબર કરો છો તેવી સંમત્તિ આપીએ તો અમને ય ઉપદેશ દેવાનો અધિકાર નથી. તેવું કરીએ તો અમારા જેવા પહેલા નંબરના મૂરખ બીજા એક નથી !
દાન જે લક્ષ્મીથી છૂટવા કહ્યું તે મેળવવા કરે છે. માટે બે ય અવસ્થામાં તે મોહમાં જ બેઠો છે. ખૂબ દાન કરે તે ય મોહથી ડરતો નથી પણ મોહમાં જ મજા કરે છે. લક્ષ્મીથી છૂટવા દાન કરે તેને મોહનો ભય લાગ્યો છે તેમ કહેવાય.
મોહ શું ચીજ છે ? દુનિયાની સઘળીય સારી ચીજો ઉપર રાગ કરવો તે મોહ ! તે ચીજો મળે તો આનંદ પામવો તે ય મોહ ! તે ચીજો જાય તો દુઃખ થાય તે ય મોહ ! તે ચીજો ન જાય અને તે બધાને મૂકીને આપણે જવું પડે તો દુઃખ થાય તે ય મોહ ! આ મોહને ઓળખ્યો ને ? ખૂબ પૈસા મળે તો આનંદ થાય કે ભય લાગે ? સાવધ નહિ થા તો મહાપાપી થઇશ. સાવધ રહીશ તો ધર્મી થઇશ તેમ થાય ? કોઇપણ અવસ્થામાં ધર્મી થવાનું મન થાય છે કે સુખી થવાનું મન થાય છે ? શરીર સારું હોય તો સારું સારું ખાવા-પીવાનું મન થાય કે તપ કરવાનું ? ધર્મ વધારે કરવાનું મન થાય કે સુખ વધારે ભોગવવાનું મન થાય ? ચારે પ્રકારના શ્રી સંઘને મોહનો ભય હોય છે.
૨૫૧