________________
(C)(@Keeeeeeeeee (@KKKEROKENCE
ચેત ચેત ચેતન! તું ચેત
શ્રી જૈનશાસન (અઠવાડીક)
કથની કોને કહું? નિંદા- વિકથાનો રસ બધા રસોને ભૂલાવે તેવો છે અને હજી તેનો ચટકો છૂટતો નથી અને આરાધનાનો રસ વધતો નથી. આરાધનામાં આળસ, શુભ અને શુદ્ધ ભાવોની મંદતા, અનાદિના કામ- ક્રોધાદિ રાગ- દ્વેષાદિ કાતીલ દોષોની સતત સતામણી- ચઢવણી, મને નિઃસત્ત્વ બનાવે છે જીવનને બરબાદીના માર્ગે ધકેલે છે. પામર બનેલો હું તેને અટકાવી શકતો નથી અને પોતાની જાતના પતનનો સાક્ષી બની બેઠો રહું છું. લાચાર બની અહિતના માર્ગે જાઉં છું. મારી જ નજર સામે ચોરો અને લૂંટારા મારા આત્મધનને લૂંટીને જઇ રહ્યા છે છતાંય બાયલો બનેલો હું કાંઇ જ બચાવી રાકતો નથી. મારૂં શું થશે? તારા જેવો સમર્થ રક્ષક પામી પણ હું હારી રહ્યો છું. લૂંટાઇ રહ્યો છું...!
તારા શરણે આવી તારા બતાવેલા માર્ગે ચાલવા છતાં શુધ્ધભાવોની બાબતમાં હું દેવાળું જ ફુંકું છું. અશુભ ભાવોમાં અટવાઇ જાઉં છું... જયાં જવાની ઇચ્છા નથી ત્યાં પહોંચી જાઉં છું અને જયાં જવું નથી ત્યાં ખેંચાઇ જાઉં છું. વિચારણાને અંતે મને જ ભાન થયું છે કે મારી યોગ્યતાના અભાવે તારી હું કરૂણા ઝીલતો નથી તેથી જ મોહરાજાના ચોરો ભરબજારમાં મને લૂંટી લે છે, બાંધી દે છે, માર મારે છે, મારા શુભભાવોને ખેદાનમેદાન કરી નાંખે છે.
CREDITIN
* વર્ષ: ૧૬* અંકઃ ૧૫ ૨ તા. ૨૪-૨-૨૦૦૪ રહ્યા છીએ. મન વિકથામાં આળોટે છે, વચનને વિકથામાં આનંદ આવે છે અને કાયાને તો વિકથાના
સ્થાનો ખૂબ જ ગમે છે. પછી આપણ કલ્યાણનો રસ્તો શો? આત્મ કલ્યાણની આ સ નેરી પળો હાથમાંથી સરી ન જાય માટે ટી.વી. વીડીઓ, સીનેમા, નાટક- ચેટક આદિથી દૂર રહેવું જરૂરી છે. આ બધા અશુભ નિમિત્તો અને અશુભ વિચારોના ઉત્પાદક કારખાનાં છે જે આપણી સારી શકિતઓનો વિનાશ કરે છે, શુભ નિમિત્ત અને શુભ વિયારોથી દૂરસુદૂર રાખે છે. બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે શુભ વિચારોનો દુષ્કાળ છે, શુભ દિચારો દુર્લભ બન્યા છે અને અશુભ વિચારોનું એક છત્રી આધિપત્ય અત્ર- તંત્ર- સર્વત્ર જોવા મળે છે. જો આનાથી બચવું હોય તો શુભ વિચારોની ધારા આપણા મનમાં સતત વહેતી રહે, શુભ નિમિત્તોનું આલંબન સદૈવ બની રહે માટે સદ્ગુરુઓનો સતત પરિચય અને તેમની સેવાભકિત કરવાની તાતી જરૂર છે. તેમના અનુભવ જ્ઞાનનો પૂરો લાભ લઇ આ જીવનને અજવાળવું અને સાર્થક કરવું જરૂરી છે. માટે જ શ્રી તીર્થંકર પરમાત્માદિ મહાપુરૂષોની કથાઓના શ્રવણ- વાંચન દિમાં મારા દિવસો પસાર થાઓ. આ ભાવનામાં રમવું જરૂરી છે. તો જ વિકથારૂપી વિદ્રોહિણી આત્માનું પતન કરવા સમર્થ નહિં બને.
હવે જ કાંઇ ચેતના જાગી છે કે, મારે જો મોહ વિજેતા બનવું હોય તો તારૂં- તારા શાસનનું સાચું શરણ સ્વીકારવું. ચૌદે રાજલોકમાં મારો વિજય ડંકો વગાડવો હોય, મોહને પરાસ્ત કરવો હોય તો તારી આજ્ઞામાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરવો. મારા શ્વાસોશ્વાસમાં, હૃદયના ધબકારોમાં આશાનું જ રટણ, ખાશાનું જ સ્મરણ અને આજ્ઞા જ મારા જીવનમાં એકાકાર બની જાય તો મોહને પછાડવા સમર્થ બનીશ! આવી આશાપ્રિયતા મને આપ...!
આજે વિકથાના રસે આપણને પ્રમાદી બનાવી, મોહ નિંદ્રામાં પોઢાડી દીધા છે. તેથી દશ દશ દૃષ્ટાંતે લંભ એવા માનવ જીવનની અમૂલ્ય ક્ષણો ગુમાવી - sesme seeds ૨૩૮
અનાદિથી આત્માને સંસારના સુખોનું એવું વળગણ અને આકર્ષણ છે કે, ધર્મથી બંધાયેલા પુણ્યના ઉદયથી પ્રાપ્ત સંસાર સુખની સામગ્રીનું વર્ણન સાંભળતાં જીવ આનંદિત બની જાય અને તેને મેળવવા તલપાપડ બને છે. સંસારી જીવામાં સુખના રસિયાઓનો મોટો ભાગ છે. તત્ત્વના સિયા અને મોક્ષના રસિયા જીવો શોધવા પડે તેવા છે. આપણે જ વિચારવું કે હું સુખનો રસિયો છું કે તત્ત્વનો રસિયો અને મુક્તિનો રસિયો છું! જૈન શાસનની કોઇ પણ આરાધનાનું લક્ષ્ય મોક્ષ જ છે. માટે મહાપુરૂષો ચારે પુરૂષાર્થ કે વર્ગમાં અગ્રણી- પ્રધાન પુરૂષાર્થ મોક્ષને જ (Colle
DICT
KONTHON