SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (ENG. CCCCCCC Circlinictch, શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬ અંકઃ ૧૫ * તા. ૨૪-૨-૨૦૦૪ ચેત ચેત ચેતન! ચેત - પ્રરાજ ચેત ચેત ચેતન! તું ચેત ૧. શ્રી આનંદધનજી મહારાજે શ્રી ાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં આપણને સૌને જગાડવા ગાયું છે કે‘મિલ ગયો હિરો, મિટ ગયો ફેરો.’ કોહિનુર હિરાથી પણ અધિક મહાકિંમતી આવું સાધુપણું મલ્યા પછી હવે સંસારમાં કેમ ફરવું પડે? જો પ્રમાદને · ખેરી સાવધ થઇ જઇએ તો આપણને ૨ ખડાવવા કોઇ સમર્થ નથી. પણ આજે પ્રમાદે આપણા ઉપર ૐ વો ઘેરો ઘાલ્યો છે કે અનુકૂળતાના નામે આપણે પ્રમાદને જ પુષ્ટ કરીએ છીએ. સાધુપદની પ્રા મેં એ સાધનાની પૂર્ણાહુતિ નથી પણ સાધના જીવન । પ્રારંભ છે. પણ આજે આ વાત મોટા ભાગે ભૂલાઇ ગઇ છે. તેથી સાધનામાં અપ્રમત્ત બનવાને બદલે પ્રમાદ વધતો જાય છે, સાધનાનો રસ ઉડી જાય છે અને પ્રપંચ તથા પરપરિણતિનો આસ્વાદ મીઠો મધુરો લાગે છે. પછી શિથિલતાઓને મોકળું મેદાન મળે છે અને 8 સાધુનો અને પ્રવૃત્તિ સાધુપણાથી વિપરીતની ! મન વચન અને કાયાને પરપરિણતિમાંથી ખેંચવાના છે તેને બદલે તેમાં જ વધુને વધુ ખૂંપતા જઇએ છીએ તો શું થશે? માટે હે આત્મ! તારૂં જીવન આવું નથીને? સાધનાની અનેરી મસ્તીમાં મહાલે છે કે પરપરિણતિની? માટે હજી ચેતી જા! | આજ્ઞાની આધીનતા કેળવી લે! જો તું આજ્ઞાને આધીન નિહં બને, જમાનાની હવામાં તણાઇ દુનિયાની માત-મોટાઇમાં રાચીશ તો તારૂં હૃદય સંવેદનાથી શુ ક અને કઠોર બની જશે. પછી તું પત્થરથી કઠોર બનીશ અને અનિચ્છાએ તારે પત્થરમાં ઉચ્ચારાતી ‘કરેમિભંતે'ની પ્રતિજ્ઞામાં વારંવાર દોષ લાગ્યા કરશે. અને વારંવાર લાગતા દોષો પછી દોષરૂપ પણ નહિં લાગે. અનાદિથી આવો ખોટનો ધંધો જ આપણે કરતાં આવ્યા છીએ. હવે આપણે લાભનો ધંધો કરવો છે. અનાદિથી આ કુટેવથી બચવું છે, સાવધ થવું છે, જાગૃત થવું છે આ જ આપણા માટે આત્મ કલ્યાણનો સરળ રસ્તો છે. ‘હસતાં જે બાંધ્યા કર્મ, રોવતાં છૂટે નહિઁ' આવી વાતો આજ સુધી ઘણીવાર ગાઇ- ગવરાવી. પણ આત્માને અડાડી નથી. પ્રભુ! આપનું આવું તારક શાસન પામ્યા પછી હું હજુ સંસારમાં રઝળું છું તેમાં હે કૃપાલો! આપનો કે આપના તારક શાસનનો જરા પણ દોષ નથી. બધો દોષ મારી પાત્રતા કે યોગ્યતાના અભાવનો છે. આપે તો મેઘની જેમ કરૂણા વરસાવવામાં બાકી નથી રાખ્યું પણ હું તે ઝીલી શકયો નથી. આપના તારક વચનોમાં વિશ્વાસ કે વફાદારી રાખવાના બદલે ડગલે - પગલે શંકા- કુશંકા, તર્કવિતર્ક કુતર્ક... નું ડહાપણ ડોળી ડહોળી નાંખવામાં મજા માની છે. અજ્ઞાન- મોહાધીન- રાગગ્રસ્ત દશામાં ܀ તો આવું ઘણુંય કર્યું હશે પણ આજે આપના શાસનનો ગણાવીને પણ આવું જ કામ કરી રહ્યો છું. પછી મારામાં સુંદર કોટિના ભાવો કયાંથી પેદા થાય? કદાચ પેદા થાય તો ય સામાન્ય નિમિત્ત મળતાં ભાવોની ધારા તૂટી જાય છે. ઉંચે તો જવાનું અશક્ય લાગે છે પણ ભાવોની સ્થિરતા પણ અસંભવિત બને અને તેથી ભવોની ઊંડી ખાઇઓમાં પટકાઇ પડું છું. પ્રભુ! તારૂં શાસન અને સાધુપણું પામ્યા પછી પણ મારી આ હાલત મને મૂંઝવે છે, રડાવે છે અને મેં' જ કરેલાં કર્મો મને પશ્ચાતાપની આગમાં બાળે છે. આવા પાપોના પેદા થવું પડશે. અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી ભારથી દબાયેલા મારૂં શું થશે? વિશ્વવંદ્ય વિભુ હું તારા શરણે આવ્યો છું તો મારૂં રક્ષણ કર ! બચવા થતી વિરાધના તને રડાવી નહિં શકે, સાચો પશ્ચાતાપ કરવા નહિં દે, પ્રાયશ્ચિતાનું તો તને સ્વપ્નું પણ નહિં આપ્યું. પછી તો રોજની તારી નવ વાર cccccccc ધિ ૨૩૭ અનાદિથી વિકથા- નિંદા અને નિદ્રામાં મસ્ત બની હું કયાં કયાં ભટકીને જઇ આવ્યો મારી તે કરૂણ (CC CCC coco
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy