________________
SUT
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૬* અંકઃ ૧૩ * તા. ૧૩-૨-૨૦૦૪
કરણને સફળ કરવા રોજ અનિત્યાદિ બાર ભાવના અને | કોઇ સળગાવી શકે તેમ નથી.'' આશ્વ સન આપવા
આવેલો આ રીતના આશ્વાસન લઇને જાય, તેને થાય કે આ ખરેખર ધર્મને સમજેલો આત્મા છે. ગમે તેટલું નુકશાન થાય તો ય દુ:ખ થાય તેવું નથી. અનિત્યભાવનાનો આ જ પરમાર્થ છે.
મૈત્ર્યાદિ ચાર ભાવના ભાવવાની છે. બાર ભાવના શું | છે તે જાણો છો ? આ બાર ભાવના હંમેશા સારામાં સારી રીતે પ્રયત્નપૂર્વક ભાવવાની છે. કહ્યું છે કે-‘નિચ્ચું ભાવેયવ્વા પયત્તેણં’. આમાં પૈસા ખરચવા પડે તેમ છે ? – આ બાર ભાવના જે બરાબર ભાવે તે ડાહ્યો થયા વિના રહે નહિ, ગાંડપણ ભાગી જાય. સંસારની મમતાને ધકકો લાગ્યા વિના રહે નહિ. જયારે જયારે જે જે ભાવનાની જરૂર પડે તે યાદ આવી જાય, તે રીતે ભાવના ભાવનાની છે. આજે ઘણા ધર્માત્માઓને અને આગળ વધીને કહું તો ઘણા સાધુ-સાધ્વીને પણ બાર ભાવનાના નામ નથી
|
આવડતા. બાર ભાવના સમજી જાય તો જીવન બદલાઇ જાય. વાત-વાતમાં જે કજીયા-કંકાશ, મારા-મારી થાય તે બધુ બંધ થઇ જાય. કેમકે, બાર ભાવના સમજતો હોય તે સંસારની અસારતા સમજી ગયો હોય. સંસાર અસાર લાગે એટલે મોક્ષને પામવાની ઇચ્છા થયા વિના રહે નહિ અને કયારે સાધુ થાઉં તે જ ભાવનામાં રમે. તે માટે જ તમે ભાવતા નથી કે વખતે મોક્ષનું મન થાય તો સાધુપણું લેવું પડે - આ મારો આક્ષેપ છે !
આ ભાવનામાં પૈસા ખરચવાના નથી. ભુખ્યા તરસ્યા રહેવાનું નથી, કષ્ટ વેઠવાના નથી. આ બાર ભાવના જો હૈયાને સ્પર્શી જાય તો તેને મોક્ષમાં જ જવાનું મન થયા વિના રહે જ નહિ. જેને વાસ્તવિક મોક્ષની ઇચ્છા ન થાય તે ગમે તેટલું ભણ્યા હોય તોય જ્ઞાનિઓએ તેમને અજ્ઞાની કહ્યા છે. મોક્ષની સાચી ઇચ્છા પેદા કરવા અને સંસારની અસારતાનું ભાન કરવા માટે બાર ભાવના તે ઉત્તમમાં ઉત્તમ ચીજ છે. સંસારને ખરાબ લગાડવાનો અને મોક્ષની ઇચ્છા પેદા કરવાનો આ ગજબ કોટિનો ઉપાય છે ! આ બાર ભાવના બરાબર ભાવતો હોય અને આત્મસાત્ થઇ ગઇ હોય તો તેનું કદાચ ઘર સળગે અને તેને કોઇ આશ્વાસન આપવા આવે તો તે કહે કે - ‘સળગવા જેવું હતું તો સળગી| ગયું. મારું કયાં હતું ? મારું જે છે તે મારી પાસે છે, તેને
|
પાણી લઇને આવતી વહુથી બેડું ટયું તો સાસુ કહે કે “દીકરી ! તને વાગ્યું નથી ને ?'' અનિત્ય ભાવના ભાવનારી આમ કહે. અને આજની રાસુ ભાવના વિનાની હોય તો શું કહે, આંધળી છે ! ‘ખતી નથી’. પછી તેમાંથી એવો કજીયો પેસે કે મરતા સુધી બે ય લડયા કરે. ભાવનાવાળા જીવોનો સંસાર પણ શાંતિવાળો ચાલે. ભાવના વિનાના જીવોને રોજ હોળી હોય !
ભાવનાઓ એવી સુંદર છે કે વર્ણન ન થાય. ભાવનાથી તો કેવળજ્ઞાન પણ ઝટ થઇ જાય. બાર ભાવના બરાબર ભાવે તો તેની જીંદગી પણ બદલાયા વિના રહે નહિ. ભાવના બરાબર સમજાઇ જાય અને આત્મસાત્ થઇ જાય તો ગમે તેટલી સારી વસ્તુનો નાશ થાય કે, ગમે તેટલું મોટું કષ્ટ આવે તો પણ તે આત્મા મજામાં હોય. એવી ઉત્તમ આ ભાવનામો છે. બાર ભાવનાથી ભાવિત શ્રી શ્રીપાલ રાજાને, તે ધવળ શેઠે દરિયામાં નાખ્યો તો તેમના મોઢામાંથી ‘નમો અરિહંતાણં’ એવા શબ્દો નીકળ્યા. ‘ઓ મા ! હું મરી ગયો' તેમ બોલ્યા ? ધર્મને પામેલા તિર્યંયો પણ કેવી રીતના જીવે તેના વર્ણન શાસ્ત્રોમાં આવે છે. હાથી ધર્મ પામ્યો તો ચારે બાજું બરાબર જૂએ પછી બેસે. તડકાથી થયેલ ગરમ પાણી પીએ અને સુકા ફલ-ફુલાદિ ખાય તેવાં વર્ણનો આવે છે. જનાવર જેવા જનાવર સમજી જાય તો સુધરી જાય તો માણસ ન સમજે મ બને ? જે કુળમાં પાયાના શિક્ષણ સમાન આ બાર ભાવનાનું જ્ઞાન જન્મથી મળે, તે બાર ભાવના તમારા ઘરમાંથી નાશ પામી ગઇ માટે તમારા ઘરમાં ઘણા કજીયા થાય છે. તે બધો પ્રતાપ આ બાર ભાવનાના અભાવનો છે. (ક્રમશઃ)
|
|
૨૨૦૬ થ
STATE