SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મેં જય શ્રી જૈનશાસન (અઠવાડીક) કુસુમપુર નગરમાં ધનસાર નામના શેઠ રહે. શેઠ પાસે અઢળક લક્ષ્મી. ચાર દીકરા. શેઠ પાસે ધન ઘણું પણ | અભિમાન નહીં. ધર્મની રૂચિ પણ ઘણી. અવાર-નવાર સદ્ગુરુના ચરણોમાં બેસી ધર્મશ્રવણ કરે. એકદા ગુરુ ભગવંતના મુખેથી જિનાલય નિર્માણનો મહિમા સાંભળ્યો. જેમ કૂવો ખોદતી વખતે શરૂમાં તો હાથ-પગ, ધૂળ કાદવથી ગંદા થાય છે પણ પછી જયાં પાણીની સરવાણીઓ ટે ત્યાં સુધી ખોદકામ પહોંચે એટલે નિર્મળ જળથી ખોદનારના હાથ - પગ તો સ્વચ્છ થઇ જ જાય છે. શ્રેણ એ કાંઠે આવી અનેક લોકો તૃષા છીપાવે કૂવાના છે. નાહી-ધોઇ શુદ્ધ થાય છે. એમ જિનાલયના નિર્માણમાં આરંભ- સમારંભજન્ય થોડા કર્મો બંધાય છે. પણ પછી એ જિનાલયમાં પરમાત્માને બિરાજિત કરી ઉછળતા ભાવે ભકિત કરવાથી જબરદસ્ત પુણ્ય ગંધાય છે અને વર્ષો સુધી હજારો આત્માઓ ત્યાં પ્રભુભકિત કરી આત્મ કલ્યાણ સાધે છે. શેઠના મનમાં આ વાત બેસી ગઇ. શેઠે વિપુલ વ્ય ખર્ચી બાવન જિનાલયનું નિર્માણ કરાવ્યું. અનેરા ઉમંગથી પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવ્યો. શેઠના હૈયામાં ખાનંદનો પાર નથી. રોજ સુંદર પ્રભુ-ભકિત કરે છે. પણ, બન્યું એવું કે આ પછી થોડા સમયમાં શેઠને ધંધામાં મંદી આવી. ઉઘરાણી ફસાઇ ગઇ. પાપના ઉદયે મારે મોટા આર્થિક ટકા પડયા... કરોડપતિ શેઠ રોડપતિ થઇ ગયા! કરમને કંઇ શરમ થોડી હોય છે? ઘાં જય કાગને બેસવું અને ડાળને પડવું આ બે જો સાથે થતાં હોય તો લોકો એમાં કાર્ય કારણભાવ જોડી દેતાં હોય છે. કાગડો બેઠો માટે ડાળ પડી. * વર્ષ: ૧૬ * અંક: ૧૧ ૨ તા. ૨૩-૧-૨૦૦૪ આ ડોસાએ મંદિર બનાવી આપણને ભીખ માંગતા કરી દીધા. હવે આ મંદિરનું પગથિયું નહીં ચડવાનું, ધર્મ બિલકુલ નહીં કરવાનો! શેઠના દીકરાઓએ પણ આવો કાર્ય-કારણ સંબંધ જોડી દીધો. આપણે જિનાલય બનાવ્યું. પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને આપણે નિર્ધન થઇ ગયા. હવે છોકરાઓ નવરા પડે એટલે ધર્મની, બાપાની, જિનાલયની નિંદા કર્યાં કરે છે. આ બધા જાણે એમના એક નંબરના દુશ્મન હોય... એમના પાપે જ જાણે પોતે દરિદ્ર થયા છે એવું ભુરુ ચારેયના મગજમાં પેસી ગયું. શેઠે જોયું કે હવે આ છોકરાઓને મને જોઇને અપ્રીતિ થાય છે અને એમના મોઢે દેવ-ગુરુ ધર્મની નિંદા સિવાય બીજું કશું સાંભળવા મળતું નથી. નિર્ધન તો પાપકર્મના ઉદયે થયા. પણ એ પહેલાં લક્ષ્મીનો આવો સદુપયોગ કરી બાવન જિનાલય મંદિર નિર્માણ કરવાનો લ્હાવો મળી ગયો એની અનુમોદના પણ કરતાં નથી. આ છોકરાઓ હવે બાપ તરીકેની મારી મર્યાદા સાચવે એવું પણ લાગતું નથી. સાથે રહી.ને સમાધિ જાળવવી મુશ્કેલ છે. શેઠ-શેઠાણી દીકરાઓથી અલગ થઇ ગયા. ઘરડાં મા-બાપ કેમ કરી ગુજરાન ચલાવશે એવી આ નગુણા કપૂતોને ચિંતા નથી. એમને તો થયું ‘બલા ટળી. એક જમાનાના કરોડપતિ શેઠ વૃદ્ધાવસ્થામાં ખભે કોથળે નાંખી એક ગામથી બીજા ગામ જાય છે... પણ હ્રદયમાં શાંતિ છે. પૈસા આવે કે જાય, મહત્ત્વનું નથી, ધર્મ સ્થિર રહેવો જોઇએ. બીજાનો દોષ કાઢવો નકામો છે. એવામાં એક દિવસ શેઠ એક ગામથી બીજા ગામ જઇ રહ્યા છે. ખભે કોથળો નાંખેલો છે. ઘડપણના લીધે શ્વાસ ચડે છે. થાક ખાય છે. પાછા આગળ વધે છે. રસ્તામાં ગુરુ ભગવંતોને આવતા દીઠા. કોથળો બાજુમાં મૂકયો, ‘મર્ત્યએણ વંદામિ. | દેરાસરની પ્રતિષ્ઠા કરનાર આચાર્ય ભગવંત અને એમનો પરિવાર હતો. ૧૯૬
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy