________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
તા. ૧૦-૬-૨૦-મંગળવાર
પરિમલ
- સ્વ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
ધર્મી એટલે કર્મનો વૈરી જીવ! કર્મની આજ્ઞા વેઠ લાગે અને ભગવાનની આજ્ઞામાં આનંદ આવે. નાનું બચ્ચું અશુચિ મોઢામાં ઘાલે તે ગમે? તેના જેવી આ સંસારની પ્રવૃત્તિ છે તે ધર્મીને કેમ ગમે? ભગવાનની પૂજા- ભકિતમાં મારા સારામાં સારી ચીજ ઉપયોગમાં આવવી જોઈએ. સારામાં સારી ચીજ વસ્તુનો ભગવાનની પૂજા ભકિતમાં ઉપયોગ કર્યા વિના વાપરૂ નહિં, તેવા વિચાર અંતર્ગત ખરા? માનસિક પરિવર્તન, વાચિક અને કાયિક પરિવર્તન કર્યા વિના રહે નહિં.
‘કબહીક કાજી કબહીક પાજી' બધે ડહાપણ ડોળે તે કાજી! કોઇનું કાંઇ ન સાંભળે તે પાજી! કર્મને બાળવાનું મન તે જ મોટામાં મોટો આત્માનો ગુણ છે. શુભ કર્મ ગમી જઇ ખરાબ કરે છે, અશુભ કર્મ ન ગમી ખરાબ કરે છે.
‘મને ધર્મમાં રસ ન આવવા દેતું હોય, સંસારની પાપ પ્રવૃત્તિમાં જ રસ પેદા કરતું હોય, તે દ્વારા મારૂ અહિત કરનાર હોય તો કર્મ વિના બીજું કોઇ જ નથી'- આવું જે ન થાય તો ધર્મશ્રવણ ફળે શી રીતે? મોક્ષે જવું એટલે મેલો આત્મા વિશુધ્ધ થયો. સંસાર માટે પૂણ્યની મૂડી જોઇએ, ધર્મ માટે ક્ષયોપશમભાવની મૂડી જેઈએ.
સંસારની અસારતા લાગ્યા વિના ભગવાન હૈયામાં પેસે? ભગવાનના સાધુ ગમે? શાસ્ત્રો ગમે? ભગવાનની વાણી ગમે? ધર્મ કરવાનું ગમે?
RJ૪૧૫
બળવાન એટલે સંસારની કોઇ સ્મૃતિ ન રહે અને ધર્મની સ્મૃતિ રહ્યા જ કરે.
કર્મ, સંસારમાં સહાયક છે, ધર્મમાં બા ક છે. શરીરને સારૂ રાખવું, ઘર-બારાદિને પ્રધાન માનવા તેનું નામ જ સંસાર!
ભગવાનનું દર્શન આત્મદર્શન માટે છે, ભગવાનનું પૂજન. આત્મપૂજન માટે છે, બધો ધર્મ આત્માને ચોકખો.બનાવવા માટે છે, આત્મા મેલો થયો છે, તે મેલની ખબર નથી માટે સંસારના કર્તવ્યો ‘ફરજ’ લાગે છે અને ધર્મનું કર્તવ્યો ‘વેઠ’ જેવાં લાગે છે. સ્વાધ્યાય એટલે આત્માની જ ચિંતા કરવી. આખી દુનિયા ભૂલાય ત્યારે સ્વાધ્યાય થાય.
સમકિત આવ્યા પછી સાધુપણું અને રિદ્ધપણું બે જ યાદ આવે.
સમકિત જીવો મનોપાતિ નથી. કાયપાતિ છે. સંસારના સુખ માત્ર પર અભાવ થાય, આત્માના સુખો પર સદ્ભાવ થાય ત્યારે વિરતિ આવે.
આ સંસારથી છૂટીએ, ઝટ મોક્ષે જઈએ તે માટે સાધુ થઈએ, વ્રતધારી બનીએ, તપ- જપ- ત્યાગ કરીએ. તેવી ઇચ્છા પેદા થાય તે બધા ભગવાનના ભગત છે.
જેને મોક્ષ જોઇએ નહિં, સંસારનું સુખ ન જોઇતું હશે તેના માટે આ શાસન ઉપકારક નહિ થાય પણ અપકારક થશે.
જૈન શાસન અઠવાડીક ૦ માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિશ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.