________________
ચેત ચેત ચેતન! તું ચેત
શ્રી જૈનશાસન (અઠવાડીક)
અને જેની સાથે ચમન કર્યા તેની ઉપર દમન કરે છે. કેમ કે પુણ્યોદયે અભણ્યો પણ આદર-આવકાર આપે છે અને પાપોદયે જાણીતા- માનીતા ઘરોમાંથી પણ જાકારો મળે છે, માટે જ સુખ-દુઃખમાં મુંઝાવા જેવું નથી. જીવનમાં કદાચ પુણ્યાઇ ઓછી હોય તો ચલાવી લેવાય પણ સચ્ચાઇ ઓછી તો ન જ ચાલે. પુણ્યાઇ ઓછી હશે તો હજી સહન કરવું પડશે. બીજું નુકસાન બહુ નહિં થાય પણ સચ્ચાઇ ચાલી ગઇ તો સંસારમાં ભમવું પડે. વેદના- વ્યાધિનું ઘર તે સંસાર. જયાં હંમેશા અશાંતિ- ઉપાધિના અંગાર જલ્યા કરે છે. તારી જાતનો વિચા· કરી લે જેથી તારૂ જીવન ખુવાર ન થાય.
આજે દંભની ચારે બાજુ વાહવાહ- બોલબાલા છેદંભ- માયા તે મુત્સદ્દીગિરિમાં ગણાય છે. તેમાંથી હવે તો ભગવાન પણ બાકી રહ્યા નથી. જેમને ઘરના માણસોની સામે જોવાની ફુરસદ નથી તે બધા આજે મંદિરમાં જઇ પ્રભુ આગળ મોટા અવાજે પ્રાર્થના કરે છે કે - ‘આ જ મારા પ્રભુ સામુ જૂઅં ને'! પણ જે માતા-પિતાદિ, ગુર્વાદિ વડીલજનોના પૂજક ન બને તે દેવનો પૂજક બની શકે ખરો? માટે હે આત્મન્ ! તું આ માયા દંભનો આંચળો છોડી દે. તો તારૂં કલ્યાણ સુનિશ્ચિત છે!
*વર્ષ:૧૫ અંક: ૩૧ * તા. ૧૦-૯-૨૦૦ સમરાંગણ અને દાવપેચના કાવાદાવા રૂપ સંસારથી બચાવનાર આ જિનવાણી શ્રવણ છે તો તેના સુયોગને સફવ કરી સ્વાર્થી સંસારથી તારી જાતને બચાવી લે. વધુ શું કહેવું
હે આત્મન્ ! આ સંસારમાં ક્યાં પણ સુખ છે જ નહિં સંસાર કડવો નહિં પણ ઝેર જેવો છે. કડવી વસ્તુ મોં બગાડે ઝેર તો પ્રાણ હરે. કોઇપણ ચીજ -વસ્તુ - વ્યકિત કે પદાર્થમ સુખ છે જ નહિં, તેમાં સુખ માનવું તે મોટું અજ્ઞાન છે. તે મોહ છે. આ વાત વહેલી કે મોડી જ્યારે પણ આત્મસાત્ કરી તો જ તારા આસક્તિનાં બંધન તૂટશે. બાકી તો બંધન એવા મજબૂત બનશે કે પરમાણુ બોંબ પણ તે તોડી શકશે નહીં.
ભૌતિકક્ષેત્રે સિદ્ધિ પૂણ્યોદયે પ્રાપ્ત થાય છે પણ આધ્યાત્મિક ક્ષેત્રની સિદ્ધિ તો નિસ્પૃહતા અને નિર્મોહતા આવે ત્યારે થાય. બોલ તને કયો માર્ગ પસંદ છે?
જ્ઞાનીઓ કહે છે કે જો તારે ખરેખર તારા આત્માનું શ્રેય સાધવું હોય, જીવનનો ઉત્કર્ષ પામવો હોય તો સદ્ગુરુ મુખે શ્રી જિનવાણી શ્રવણ કર. કારણ ભાવ પરિવર્તનનું બીજ શ્રી જિન પ્રવચન છે. જેમ વર્ષાનું પાણી ઉકળાટ ઠારે તેમ શ્રી જિનવાણી અંતરનો કકળાટ ઠારે છે. જીવન જીવવાની ક ા જાણવા મળે છે. તેથી સમજાય છે કે જીવનમાં શાંતિનો અનુભવ કરવો હોય તો ચીજ વસ્તુ વિના ચલાવી લેવાય, કદાચ ચીજવસ્તુ આજુબાજુની લઇને કે ભાડેથી મેળવી પણ કામ ચાલી જાય પણ ચિત્ત તો ‘ભાડુતી’ ન જોઇએ પોતાનું જોઇએ. ચીજ અપસેટ થાય તે ચલાવી દો પણ ચિત્તને જરાપણ અપસેટ ન થવા દો. ચીજ નાશ પામી તો કદાચ બીજી પણ મળશે પણ ચિત્ત જો બગડયું તો જીવનમાં સુખ- શાંતિ- સમાધિને હરી લેશે. સમસ્યાઓનો સરવાળો, ઉપાધિઓનો ઉકરડો, સ્વાર્થનું
સ્વાભિમાન અને સ્વાવલંબીપણું જીવન જીવવામાં સાચી મસ્તી- ખુમારી છે. પરાવલંબી અને પરાશ્ર જીવનમાં ડગલે પગલે અપમાન અને નકામા માથે પડેલાનું ભાવ છે. તારે કયો માર્ગ જોઇએ? સ્વતંત્રતાનો કે ગુલામીનો
આ જગતમાં ત્રણ પ્રકારના માનવો છે. એક વર્ગ ખુશામતખોરોનો છે જે બધે હા--એ હા કહે, બીજો વર્ગ ખોટા ને ખોટું સમજે છે પણ વિરોધ ન કરે, ‘મારે શું’ માની મૌન રાખે અને જોયા કરે. ત્રીજો વર્ગ સત્યનો- સન્માર્ગનો શાસ્ત્ર સિદ્ધાંતનો જ પક્ષ કરે, શાસ્રને જ વફાદાર રહે આજ્ઞાને આધીન બને. ‘મારૂ છે’ માની જાતને ગૌણ બનાવી શાસનને જ પ્રધાન માને અને શાસનના સત્યો ખાતર બ જ સહન કરે. કોઇની ય શેહશરમમાં ન તણાય. આત્મન્ તારો નંબર શેમાં આવે તે વિચારજે. ત્રીજા વર્ગનો માલીક જ જાતનો માલીક.
દારૂનો નશો હજુ અમુક સમયે ઉતરે જયારે પદ પદવી- પ્રતિષ્ઠાનો સત્તા- સંપત્તિનો નશો એવો છે કે દિન પ્રતિદિન વધે અને સ્વ-પરને અપકારક બને. તું આવ નશાનો કેફ ન ચઢાવીશ નહિં તો સંસાર તારી રાહ જોઇને બેઠો છે. ચક્રવાતમાં ચકરાવે ચઢાવી સત્યાનાશ કાઢશે. (ક્રમશઃ)
૧૩૧૩