________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૫* અંકઃ ૩૧ * તા. ૧૦-૬-૨૦૦૯
રહ્યો છું, પણ છેલ્લા કેટલાક સમયથી આ વિષયનો સર્વ સંમત છૈલ લાવવાના પ્રયત્નોની ઉપેક્ષા કરીને માત્ર પોતાની માન્યતાના સમર્થનમાં અનેક રીતે એક તરફથી પ્રયાર કરવા દ્વારા એ જ માન્યતા સાચી અને સર્વમાન્ય ગણાવવાનો પ્રયત્ન તમારા સહિત અન્ય મહાત્માઓ દ્વારા થતો જોઈને સાયો સર્વસંમત ઊ ખાવવાની આશા હવે નબળી પડતી જાય છે.
અને તેથી આ પત્ર લખી રહ્યો છું.
ગયા પર્યુષા પછી પાલીતાણા ખાતે થયેલી ત્રણ દિવસની વાયના દરમ્યાન વાયના દાતાઓ પોતાની માન્યતા આગ્રહપૂર્વક પ્રદર્શિત કરી. વાયના પહેલાં કે પછી પણ આપણા એ મહાત્માઓએ મારી સાથે વિષયમાં કશી જ વિયારણા કરી નહતી અને છતાં પોતાના મુખપત્રમાં એ વાયદ્વાનો એક તરફી અહેવાલ છાપ્યો, તેમાં મારી વિગ્નાનો બીનજરૂરી ઉલ્લેખ કર્યો. આના કારણે એ મહાત્માની પ્રપણામાં મારી સંમતિ સમજીને અનેક મહાત્માઓએ અને સુશ્રાવકોએ મને એ અંગે સવાલ પૂછેલા. વિવાદ વધે હિ એ આશયથી આજ સુધી મેં એનો ખુલાસો જાહેર કર્યો નથી. એ પછી કારતક માસમાં પાલીતાણા ખાતે ત્રિભુવન તાર તીર્થોધરાજ યાતુર્માસ સમિતિના નામે આયોજિત પ્રતિનિધિ સંમેલનની નિમંત્રણ પત્રિકામાંય મારી સંમતિ લીધા વિના મારી નિશ્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સમુદાયની શોભા ખાતર મેં એ પ્રસંગે હાજરી તે આપી પરંતુ આ સભામાંય ગુરુદ્રવ્ય વિષયના જિજ્ઞાસુ પ્રશ્નદારોના પ્રશ્નોને આવેશપૂર્વક ઢાળવામાં આવ્યા
આપણા બધા મહાત્માઓ આ વિષયમાં એમ્મત ર્નાર્ડ હોવા છતાં પોતાના માર્ગદર્શનથી સ્થપાત સ્થાનોના બંધારણોમાં પોતામાન્યતા ખોટી રીતે દાખલ કરી દેવાઈ. તેની સામે ઉઠાવાયેલા વાંધાઓન જવાબ જ આપવામાં ન આવ્યા. વગેરે બધું આપણા સમુદાયના ગૌરવને ઘટાડનારૂં હતું, છતાં મારે મૌ રહીને ઉપેક્ષા સેવવી પડી. એ પછી માગસર માસમાં આ વિષયે તમારાથી જુદા વિચારો ધરાવતાં પક્ષ તરફથી વયગાળાના સમાધાનની એક યોજના પણ તમને લખી આપવામાં આવી હોવાનું મને જાણવ મળ્યું છે, અને તમે આજ સુધી તેનો જવાબ નાં આપ્યાનું પણ મને જાણવા મળ્યું છે, તે પછી તાજેતરમાં કાવી ખા'ની વાયનામાં તમે પ્રસંગ વગર આ વિવાદને લગતાં વિધાનો કર્યાનું પણ મને સાંભળવા મળ્યું છે. આ ધું લક્ષ્યમાં લેતાં હવે મૌન રાખીને, આ વિષયમાં ખોટી માન્યતા પ્રક્ષા અને આયરા સમર્થન ખાપવાના દોષમાં મારે પડતું નથી. આ વિષયમાં આપણા સમુદાયના મહાત્માઓ સર્વાનુમત નિર્ણય લે - તે જરૂરી છે, અને એવો નિર્ણય ન આવે ત્યાં સુધી એક તરફી પ્રચાર વગેરે ન થાય એ પણ ત્ જરૂરી છે.
મારો અભિપ્રાય આ પત્ર દ્વારા તમને જણાવવાનો કે સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિશ્રીજીએ ફરમાવેલા અને સ્વ. ગચ્છાધિપતિ શ્રી મહોદય સૂરીશ્વરજી મહારાજાએ સ્વીકારેલા નિર્ણય પ્રમાણે, ગુરૂભકિત નિમિત્તે આવેલી ઘળી આવક (ગુફ્તવ્ય)ને દેવદ્રવ્યમાં લઈ જઈ તેને જીર્ણોધ્ધારાદિમાં વાપરવી જોઈએ. એમાંથ ગુરૂમંદિર, ગુમૂર્તિ કે ગુરૂસ્મારક વગેરે ન બનાવવા જોઈએ. આ બધા કાર્યો સ્વદ્રવ્યથી, સાધારણ દ્રવ્યથી કે એ મહાત્માના અગ્નિસંસ્કારાદિના દ્રવ્યથી કરવા- એ જ શાસ્ત્રાનુસારી છે.
હાલ એ જ - પત્રોત્તર તરત જણાવશો. રત્નત્રયીની આરાધનામાં ઉજમાલ રહેશો.
આ.વિ.વિપ્રભ સૂ. (પ.પૂ. આ.ભ. વિપ્રભ સૂ.મ.સા. તરફથી)
૧૧૩૦૧૬