________________
33 33333333333
ચેત ચેત ચેતન ! તું ચેત
શ્રી જૈનશાસન (અઠવાડીક)
O હે આત્મન ! તું એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે. સુખ-દુ:ખ પણ તારે એકલાએ જ ભોગવવાના છે. કર્મની પરવશતાથી બધા જીવો તારા સ્વજન પણ બન્યા છે અને પરજન પણ બન્યા છે, મિત્ર પણ બન્યા છે અને દુશ્મન પણ બન્યા છે, બધા સાથે માતા-પિતા-પતિ-પત્નીપુત્ર-પુત્રીઞાદિ બધા જ સંબંધો થઇ ચૂક્યા છે તો આ ‘મારો’ આ ‘પારકો’ આવી ક્ષુદ્રતા-તુચ્છતાનો ત્યાગ કરી, સઘળી વસ્તુઓમાં મમત્ત્વ ભાવનો ત્યાગ કરી, ‘હું કોઇનો નથી, કોઇ મારું નથી’-આ એકત્વ ભાવનાનો આદર કર તો તને જીવનમાં સુખ-શાંતિ-સમાધિ છે.
અરે! આશ્ચર્યની વાત છે કે શાણા-સુજ્ઞ મનુષ્યો પણ મોહરાજાથી મૂંઝાય છે- જીતાય છે; કારણ કે જેમ ભૂખ્યા માનવીઓ ભોજનને જેમ અપૂર્વ માને છે તેમ પ્રાણીઓ પણ અનંત ભવથી સેવાતા વિષયસુખને કદી પૂર્વમાં ન સેવ્યું હોય તેવું માને છે. ઝેરને અમૃત માનવાની માફક દુઃખના કારણભૂત વિષયોમાં સુખની ઇચ્છા રાખવી તે વાસ્તવમાં તો મોહરાજાનું જ માહાત્મ્ય છે. મદોન્મન હાથીની જેમ વિષય સમૂહ પણ પ્રાર્થના કરવા છતાં પણ પ્રાપ્ત થતો નથી, કદાચ મળે તો સ્થિર રહેતો નથી, કદાચ ટકી જાય તો પણ તે સુખ આપતો નથી. વળી મળ અને મૂત્રના સ્થાનરૂપ એવા અવયવોમાં - ગાત્રોમા વિચક્ષણ પુરૂષોની વાસ્તવિક આ કઇ જાતિની વાંછા હશે? વળી તેઓ હાડકાના કટકારૂપ દાંતોને મોગરાની મનોહરતાને, મળના સ્થાનરૂપ નેત્રોમાં નીલકમળના પત્રની ભ્રાંતિને, શ્લેષ્માદિ દોષરૂપ વૃક્ષોના વન સમાન વનિતાના મુખમાં ચંદ્રની કાંતિને માને છે
33 3 * વર્ષ: ૧૫* અંક ઃ ૨૭ ૨ તા. ૦૬-૫-૨૦૦
૭
હે ચેતન ! તારા આત્માએ અનંતા ભવોમાન અનંતા ઘર કર્યાં અને છોડ્યા. તેની જેમ ભાડે રાખેલા ઘરની જેમ લાલન-પાલન કરાયેલું આ વિનશ્વર શરીર પણ વહેલું-મોટું તારે છોડવાનું છે. તો એક માત્ર જીભના સ્વાદ માટે અભક્ષ્યઅપેય પદાર્થો ખાઇ શરીરની પુષ્ટિ સાથે પાપની પુષ્ટિ માટે કરે છે ? બીજાની વિષ્ટા જોઇ મો બગાડે છે તો તારી વિદ્યાથી મોં મલકાવે છે ? માટે અશુચિમય શરીરનો સ્વભાગ જાણી આ શરીરથી સઘળા શાશ્વત ધર્મને આરાધી શાશ્વતપદનો ભોક્તા બની જા.
શ્રીભદેવ સ્વામિ ભગવાનનો વૈરાગ્ય
(શ્રી સંઘપતિ ચરિત્ર- સર્ગ ૩જામાંથી)
તેઓ ખરેખર મોહથી મૂંઝાયેલા હોવાથી ધિક્કારને પાત્ર છે. ચક્રવર્તી અને ઇંદ્રાદિથી અપરાજિત, સ્વેચ્છાચારી અને વૈરી એવું મૃત્યુ સદાય સજજ હોવા છતાં, સંપૂર્ણ રૂપરાશિને હરનાર, ધોળા વાળના બહાનાથી વનની જેમ યૌવનને ભસ્મ કરતી, એકધારી લાગુ પડેલી વૃદ્ધાવસ્થા હોવા છતાં, સમગ્ર સુખરૂપી અરણ્યને છેદવામાં વજ સમાન, વિધ વિધ વ્યાધિના કારણરૂપ, કષ્ટમાં પાડનાર, વિઘ્ન સમૂહને વિદારવામાં અસમર્થ, પવનથી હાલતી ધજાના છેડા જેવી ચંચલ લક્ષ્મી હોવા છતાં, સંસારરૂપી કારાગૃહમાં સપડાયેલ, મહામોહાંધકારથી હણાયેલ અને જ્ઞાનશૂન્ય આ લોકો ક્રીડારસમાં કેમ મગ્ન બન્યા છે? તો હવે આ સંસાર રૂપી કેદખાનાના વાસથી વિરાગી બનીને મોક્ષ માર્ગને માટે મારે પ્રયત્નશીલ બનવું જોઇએ.’
૧૨૬૩