________________
વી.
ચેત ચેત ચેતન ! તું ચેત
શ્રી જૈનશાસન (અઠવાડીક)
ચેતચેત ચેતન! તું ચૈત
હે ચેતન ! અનાદિ અનંતકાળથી આ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં તને કોઇક શુભ પુણ્યોદયે અનુકૂળ વિષયોની સામગ્રી, રાજ્ય-ૠદ્ધિ આદિ સુખ સંપદાવૈભવોની પ્રાપ્તિ, દેવલોકના સુખોની પ્રાપ્તિ પણ થઇ. છતાં પગ જ્યારે મળે ત્યારે તને નવી જ લાગી અને તેમાં જ અતૃપ્તિની ઝંખનામાં તેની જ આસક્તિથી પાછો તું કેટલું ભમ્યો તે જરા શાંતચિત્તે અંતરના ઓરડામાં દષ્ટિ કરી વિચાર ! મહાપુણ્યોદયે આવી સુંદર ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યભવ મલ્યો, સદ્ગુરુ સંગ કાંઇક ચેતના જાગી તેમ માને છે તો હવે તપ-ત્યાગમય જીવન જીવ, કારણ કે તપ-ત્યાગ-આત્મસંયમ વિના જીવનનું ક્યારે પણ શ્રેય-પ્રેય થવાનું જ નથી. જેને તું તારા પૂજ્ય પરમેષ્ઠિઓ માને છે તે શ્રી તીર્થંકરપરમાત્માદિએ મળેલી સુખ વૈભવની સામગ્રી તૃણના તણખલાની જેમ છોડી દીધી તો કમમાં કમ તેમના સાચા સેવક પણ ગણાવવું હોય તો તું સામગ્રી ક્યારે છૂટે, ક્યારે હું આસક્તિને છોડી વિરક્તિને પામું, ક્યારે હૈયાથી બધાનો ત્યાગ કરી સર્વત્યાગના માર્ગે ચાલું-આ ભાવનાથી તારા આત્માને ઓતપ્રોત કરી દે જે. કારણ અંતે તો ઇચ્છાએ કે અનિચ્છાએ પણ આ બધાનો એક દિવસ તો ત્યાગ કરવાનો જ છે, તો હૈયાપૂર્વક શા માટે હું * તેનો ત્યાગ ન કરું ? દુનિયામાં પણ ખોટી ખટપટોના કારણે સ્વમાનપૂર્વક પદપ્રાપ્તિનો ત્યાગ કરે તે પ્રશંસનીય બને
Y
તો આત્મધર્મને પામવા-ખીલવવા તેનો ત્યાગ કરે તે તો વધારે જ સારો ઉત્તમ ગણાય તેમાં નવાઇ છે ? માટે ખોટી રોહજાળમાં ફસાઇ ભાન ભૂલો બની આ જન્મને વેડફી ન નાંખીશ. ‘શિવાસ્તે પન્થાન:’।
વર્ષ : ૧૫ અંક ઃ ૨૭ ૨ તા. ૦૬ ૫-૨૦૦૩
O હે ચેતન ! તું મરણથી શા માટે ડરે છે ? ડરવાથી શું કરણ નહિ આવે. માટે મરણનો ભય કાઢી, સારી રીતે મરવા માટે ધર્મરાજાના શરણે ચાલ્યો જા. જન્મેલાએ તો અવશ્ય ચરવાનું છે માટે હવે મારે એવું મરણ જોઈએ જે મારા જન્મ
૩૩ ૧૨૬૨
-‘પદ્મરાજ’
મરણને ઘટાડે અને એવું બળ પ્રાપ્ત થાય કે મર્યા પછી ફરી જન્મવું જ ન પડે. માટે તારે તારા જીવનને પાોથી બચાવવું જોઇએ. જીવનમાં જેટલી પાપની નિવૃત્તિ તેટલી આત્માની નિવૃત્તિ નગર તરફની પ્રવૃત્તિ. માટે જ્ઞાનિઓએ સમાધિ મરણની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા. જીવન જેનું સમાધિમાંજેને જીવવાનો લોભ નથી, મરવાનો ડર નથી, ધર્મમય જીવવું છે-તેને મરણ પણ સમાધિનું અને પરંપરાએ મુક્તિ. આવા પ્રયત્નને કર.
O હે આત્મન્ ! તારા જીવનમાં જે કાંઇ સ રું-નરસું બને તેનો જરા પણ હર્ષ કે વિષાદ ન કર. કોઇનો પણ દોષ ન કાઢ. તે જ કરેલાં શુભાશુભ કર્મોનું આ પરિણામ છે. બીજા તો બિચારા નિમિત્ત માત્ર છે. અશુભકર્મોદયે આવેલા દુ:ખોવિપત્તિ-વેદનાને મજેથી સહન કરવા માં જેથી તારા જીવનમાં સદૈવ સમાધિનો સૂર્યોદય પ્રગટી ઉઠશે. હસતાં હસતાં દુ:ખોને વેઠીશ તો તને લાભનો ૫.૨ નથી અને નુકશાનનું નામ નથી. તો ડાહ્યો જીવડો લાભનો જ પ્રયત્ન કરે ને ? દુ:ખ આપનાર ઉપર મનથી પણ દુર્ભાવ લાવીશદ્વેષ કરીશ તો તેનું તો બગડતાં બગડશે પણ તારું હૈયું તો બગડી જ ગયું ને ? માટે શાણો બની જા.
O હે ચેતન ! જીવન, યૌવન, લક્ષ્મી, રૂપ, સંપત્તિ, સ્નેહીજનોનો સમાગમ એ બધુ પવનથી પ્રેર યેલાં સમુદ્રના તરંગોની જેમ ચંચલ-અસ્થિર-નાશવંત છે. માટે તેની પાછળ પાગલ બની, નાહક ગાંડા ઘેલા કાઢી આત્માની ખાના ખરાબી ના કરીશ !
O પુણ્ય યોગે મળેલા ધન-સ્વજન,હાર-હવેલી, હાથીઘોડા-મોટર, જર-જમીન-જોરૂ-છોરૂ બધું અનિત્ય છે. માટે તેની પાછળ પાપો કરી દુર્ગતિ ના ખરીદતો પણ ભવોભવમાં સાથ સહકાર આપે તેવા ધર્મના જ ભાથાને બાંધવાનો પ્રયત્ન કરજે. હોને!