________________
ખોટુ નો લ ગાડતા હો ને ! શ્રી જૈનશાસન (અઠવાડીક) આરાધન ન જ કરાય. અને આ તીર્થંકર નામ કર્મ તો આ તપથી મ ત્ર બંધાય જ છે. પણ નિકાચિત તો સવિ જીવ કરૂં શાસન સીની ભાવનાથી જ થાય છે.' એવું મહાન ગચ્છાધિપતિ શ્રી જૈન પ્રવચનમાં કહી ગયા છે. અને એ મહાન પુરૂષે તો એવું પણ કહ્યું છે કે પુન્યાનુબંધિ પુન્ય જીવને મોક્ષમાં જવામાં અટકાવતું નથી પણ વિલંબ જરૂર કરાવે છે અને એવો
વિલંબ મેં ક્ષના અર્થને સ્હેજે નભાવી શકાય તેવો નથી.'
ભ: ભદ્ર! એ મહાપુરૂષના બધા અનુયાયી તો તેમની વાતને મ ન્ય કરતા જ હશેને?
ભાના ભાઇ આવી શંકા જ અસ્થાને છે. પણ જો કે હમણાંનું વાતાવરણ જોતાં તારી આવી પણ શંકા-કુશંકા અસ્થાને નથી કેમ કે બધાય તેમની વાતને માને જ છે એવું ચોક્કસ નથી કહી શકતો. ચતુર્વિધ સંઘમાં એમના ભકતો પાર વિનાના છે. એ બધાં પોતાને ફાવે તેમાં તેમના વચનનો ઉપયોગ ક રતા આવ્યા છે અને કદાચ કરતા પણ રહેશે તમને એવો અન્ ભવ થયો છે ખરો?
મને તો નહિં પણ મારા મિત્રના દુશ્મનને થયો છે ‘સુવર્ણશે ર’ નામના એક મુંબઇમાં બિરાજમાન- ગચ્છ સ્થવિરને જૈન પ્રવચનની- એ લીટીઓ બતાવી તો તેમણે કીધું કે ‘આ મને સમજાતું નથી’ ભલે પૂ. ગચ્છાધિપતિનું હોય.
મિત્રએ કહેલું કે- આ જૈન પ્રવચનમાં જ છે. પૂજયશ્રીને જ કહેલું છે. ગચ્છ સ્થવિર બોલેલા કે- મારે વિચારવું પડશે.
બર આટલો ક જ અનુભવ મારા મિત્રના દુશ્મનને થયેલો છે અને ત્યારથી તેણે તે ગચ્છ સ્થવિરનો પોતાના જીવનમાંધી બહિષ્કાર કરી દીધો છે કેમ કે જૈન પ્રવચનના ઉપરના ગબ્દોએ તેમને સડક કરી દીધા છે.
એટલે પુન્યાનુબંધિ પુન્ય આવું છે. મહાન ગચ્છાધિપતિના અમુક ફાવતા વાક્યને માનવું અને ન ગમતાં અમુકને ન માનવું તે ગચ્છાધિપતિના પુન્યનો ઉદય ગણવો કેપાપનો અથવા પેલા વાક્યોનો પુન્યોદય કે પાપોદય જડનો હોય કે ચેતનનો પણ હોય? તમે લોકો જ આનો જવાબ મોકલજોને!
અરે! ભદ્રંભદ્ર! તમારા આ વચનોથી તો હવે પુન્યાનુબંધિ પુણ્ય હેય બની જાય છે.
અરે ગાંડાના ગોર! તું હજુ સમજી ના શકયો? આ પુન્યાનુબંધિ પુન્ય તો ઇચ્છા જેવું નથી. ધર્મના બદલામાં
* વર્ષઃ ૧૫ * અંક : ૪૭ * તા. ૨૧-૧૦-૨૦૦૩ ઇચ્છવા જેવું નથી. તે દ્રષ્ટિએ તો હેય છે જ પણ તેનાથી પગ આગળ તેવું પુન્ય મળી ગયું હોય તો ય તજી દઇને તીર્થંક આત્માઓદુઃખને વેઠવા સામે ચાલીને જંગલમાં ગયેલા હતાં.
જે પુન્યને તીર્થંકરે તળ્યુ, તેને વળગાડી રાખવાનું ગમે તેને તીર્થંકર બનવા નો મળે. હમજયા. કર્મો કયારેય ઉપોય હોય ખરા? ગંગારામ! બહુ ભણવા કરતા ગણવાની જરૂર છે તું ભણ્યો પણ ગણ્યો નહિં. કેમ કે હજી તારા મનમાં પુન્યાનુબંધિ પુન્ય તરફનું મમત્વ ઘટયું નથી.
કે
સનતકુમાર ચક્રવર્તી દીક્ષા લઇ લીધા પછી લોકો કહેતા આ સનતકુમાર ચક્રવર્તી છે ત્યારે એમનું માથું શરમનું માર્યું ઝુકી જતું હતું એ માનતા હતા કે મેં ચક્રવર્તી પણું તો કયારનું છોડયું પણ આ લોકોના મનમાંથી મારું ચક્રવર્તી પણું ભૂંસાયું
યે
નથી મને ધિક્કાર છે.
આ ચક્રવર્તી પુન્યાનુબંધિ પુન્યને વળગી રહ્યા કે વળગાડ સમજીને છોડી ગયા?
પણ ભદ્રંભદ! તીર્થંકર બનીને મોક્ષે જવું સારૂ નહિં અરે! લલ્લુભાઈ! ખુદ તીર્થંકર ભગવંતો પણ તીર્થંકર બનવા માટે પ્રયત્ન નથી કરતા સિદ્ધ બનવા માટે પ્રયત્ન કર છે અને તું તીર્થંકર બનીને મોક્ષે જવા ઇચ્છે છે.
અચ્છા? આનો મતલબ એ થયો કે તીર્થંકર બની જવાય તો અલગ વાત છે પણ તીર્થંકર બનવા માટે આરાધના ન કરાય, બરાબરને ભદ્રંભદ્ર!
હા, હવે બરાબર સારને ગ્રહણ કર્યો. મને કોઇ તીર્થંકર બને તો તેની ઇર્ષ્યા જરાય નથી પણ જે રીતે તીર્થંકર બનવા જાય છે તે રીતે તે બની નહિં શકે તેનું મને દુઃખ હતું, પણ હવે બરાબર થઇ ગયું.
પણ ભદ્રંભદ્ર! એક જ મહાપુરૂષની સાચી વાતને લોકો પોતાના સ્વાર્થની પુષ્ટિ માટે મચડી કેમ નાંખે છે તે નથી સમજાતું.
અરે! ભદ્રજન! ચોખ્ખી વાત છે. સ્વાર્થને સલામત રાખવા ભોળી જનતા અલગ મહાપુરૂષના નામો જ બહુ કામ લાગે છે. તેના નામે બધું જ કહી શકાય, કરી શકાય અને લોકોને તદ્દન આસાનીથી છેતરી શકાય. મહાપુરૂષના નામે કોઇ એમ પણ કહી દે ને કે- એમણે મને સંઘાચાર્ય બનાવવાનું અમુક વ્યકિતને કીધેલું હતું- તો મુર્ખ લોકો ઘેટાંની જેમ ક સમજયા, કર્યાં વગર એ વાતને બે હાથ જોડીને ભગવ ગીતાની જેમ તત્તિ કરી લે એવા છે.
૧૫૦૧