________________
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૭ ૨ તા. ૨૧-૧૦-૨૦૦૩
પીળી પત્રિકાનું પગેરું
જે પૂજ્યશ્રીએ શાસ્ત્રના પાઠોથી ઝઝૂમી જૈન શાસનને જવલંત બનાવ્યું છે. તે પૂજ્યશ્રીના પરિવારન મુખ્યો સિદ્ધાંત ઉન્થલાવવા પ્રતિકાર કરવાને બદલે પીળી પત્રિકા દ્વારા બચાવ કરી સત્યનો અપલાય કરે છે. દે દ્રવ્ય અંગે જેમ પાઠ છે તેમ ગુરુદ્રવ્ય અંગે પણ પાઠ છે એ દ્રવ્યોને જુદે જુદે સ્થળે ખર્ચવાનો કોઇ પાઠ ની કેતો’ તો અને કેતી' તી એમ કહીને પોતેજ કહેલી વાતને દષ્ણાંત બનાવીને અનવસ્થાને વ્યવસ્થ માને છે.
પીળી પત્રિકાનું પગેરૂં
પૂ. આ. હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજના બંને બાજુના લખાણો સૂચવે છેતેઓ દ્વિધામાં છે, વિચાર અસ્થિર છે.
શ્રી જૈન શાસન જયવંતી બનાવનારા પ. પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા જયવંત વર્તે છે. તેઓશ્રીએ તિથિ રક્ષા દેવદ્રવ્ય રક્ષા, લોટરી પદ્ધતિથી સામે સિદ્ધાંત રક્ષા, હરિજન પ્રવેશ સામે સિદ્ધાંત રક્ષા, જમાનાવાઇ સામે શાસ્ત્ર વાદની રક્ષા જૈન પવિત્ર ધર્મના સિદ્ધાંતો દ્વારા કરી છે. અને આજે ગમે તે સાધુ કે શ્રાવકો હોય તે પણ કહે છે તેઓ શાસ્ત્ર પ્રમાણે પાઠ સામે રાખીને બોલતા હતા. અને તેવા તેમના સેંકડો લખાણો આજે મોજુદ છે.
જિન ભક્તિ નિમિત્તે આવક થાય તે દેવદ્રવ્ય ગણાય પણ તે આવકને જુદી જુદી રીતે ખર્ચવાનો કોઇ પાઠ નથી. તેમ ગુરુભક્તિ નિમિત્તેપછી તે ગુરુપૂજન હોય, ગુરુ ને કામળી વહોરાવી હોય, ગુરુના અગ્નિ સંસ્કારની બોલી હોય, ગુરુમૂર્તિની કે પ્રતિષ્ઠાદિ બોલી હોય તે ગુરુ દ્રવ્ય છે અને તે માટે દ્રવ્ય સપ્તનિકામાં ગુરુ દ્રવ્ય જિનમંદિર નિર્માણ જીર્ણોદ્ધાર અને દેવકુલિકા છે. (જીનેશ્વરની દેરી)માં વપરાય પણ કોઇ જુદા ખાતામાં ન જાય.
દેવદ્રવ્યની રક્ષા પ્રાયઃ સમગ્ર સમુદાયોએ કરી છે. એમ ગુરુ દ્રવ્યની વાસ્તવિક રક્ષા દેવ દ્રવ્યમાં લઇ જવામાં ઘણાં સમુદાયો .ામેલ હતા અને નવા નવા વિચારોએ તેમા ગડબડ કરી.
પૂજ્યપાદશ્રીએ સિદ્ધાંતની જ વાત કરી છે. પૂજ્ય ધર્મ સાગરજી મ., પૂ. સોમચંદ્ર સૂ. મ., પૂ. વિચક્ષણ સૂ. મ., પૂ. કમલરત્ન . મ. આદિએ તેમના પુસ્તકમાં દેવદ્રવ્યમાં જાય તેમ સ્પષ્ટ લખ્યુ છે.
સ્મારકની વાત ઉભી કરનારા તે સ્મારકમાં લઇ જવાનું હવે લખે છે અને ઉપાશ્રયોમાં શીલાલેખ મારે છે. પરંતુ તે શિલાલેખોમાં મૂર્તિ પ્રતિષ્ઠા આદિ બોલીઓ સ્મારકમાં જાય તેમ લખ્યુ નથી. તેમની સંપદિત બુકમાં પણ સ્મારક શબ્દ પણ વાપર્યો નથી હવે ૩ વર્ષમાં ૩ ફેરફાર કર્યા છે.
હા, ઉપાધ્યાય કેમ મળે તે અને યષ્ટભંનો અર્થ ભેદ કરીને અજં=ડાંગર ને બદલે અજ=ધેટા એવું પ્રતિષ્ઠપ્રદાન કરીને પછી પશુ યશ શરુ કર્યા તેમ હવે અર્થ ભેદ કરીને ગુરુ મૂર્તિ આદિનું દ્રવ્ય સ્મારકમાં લઇ જવાની યોજના થાય અને તેના શિલાલેખો લાગશે તો તે નવી વાત પણ પ્રાચીન કહેવાશે અને લોકો ભ્રમમાં પડશે.
અગ્નિ સંસ્કારની ૪ (લોટીની) બોલી, આપણે જીવદયામાં શ્રીપાલનગરમાં લઇ ગયા અને એજ વિચારો સંમેલને કર્યા તો વિરોધ કર્યો અને સંમેલનવાળાના વિરોધને ટાળવા તે રકમ દેવદ્રવ્યમાં લઇ ગયા. જીવદયાની પોતાની વાતને કેમ પકડી ન રાખી ?
(૧૪૮૭