________________
1 જૈનશાસન (અઠવાડીક)
તા.૧૯-૮-૨૦03, મંગળવાર
| પરિમલ
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
ભગવાનની મૂર્તિને સાક્ષાત ભગવાન ન માને ત્યાં સુધી મૂર્તિને અડવાનો અધિકાર નથી.
જૈન જ તેનું નામ, જેને માટેસંસાર ભૂલવાના સ્થાન બે, મંદિર અને ઉપાશ્રય!
આજે ‘ટોળાનો’ ધર્મ થયો છે, શાસ્ત્રનો નહિં ! મેં જે પૂજાનો કાળ જોયો છે અને આજે જે પૂજાઓ જોઉં છું તો લાગે છે કે ખરાખેર ધર્મીઓનો દુષ્કાળ
પડયો છે.
આજે તો ધર્મના પૈસા ભેગા કરવા માટે ય નાટક! ‘નાટક પ્રેક્ષણક’ અતિચાર કહ્યા તે વાત કયાં રહી? જેની બુદ્ધિ અધિકને અધિક પાપનો ડર પેદા કરે તે બુદ્ધિમાન!
જેની બુદ્ધિ અધિકને અધિક પાપ કરે તે નિર્બુદ્ધિ! ભણેલો કોણ? જેમ જેમ ભણે તેમ તેમ પાપથી ગભરાય, પુણ્યનો ખપી થાય અને ધર્મનો શોધક થાય તે.
સુખી એટલે જેની પાસે ખાવા-પીવાદિની સામગ્રી તો હોય, પણ બીજાને ખવરાવી- પીવરાવી આનંદ માને તે. તમે લોકો સુખી બંગીચા -બગીચાવાળા અને પૈસાવાળાને કહો છે. તમે આત્મા દ્રષ્ટિએ તેને દુઃખી જોયા હોત તો મહાદયાલુ બન્યા હોત! પણ અમારૂં જ્ઞાન તમે લોકો અન્નાન કરીને પીઓ છો.
તમને ધન ગમે છે કે દાન? દાન કરવા છતાં ધન પ્રત્યે અણગમો છે કે નહિં! ભોગ ગમે છે કે શીલ? શીલ
રજી. નં. GRJ ૪૧૫
જે1 શાસન અઠવાડીક
પાળવા છતાં ભોગ પ્રત્યે અણગમો છે કે નહિ? તપ ગમે છે કે ખાવા-પીવાદિની મોજ મ ? તપ કરવા છતાં પણ ખાવા- પીવાદિ મોજમજા પ્રત્યે અણગમો છે કે નહિ? ભાવ ગમે છે કે ભવ? ભાવના ભાવવા છતાં ભવનો અણગમો છે કે નહિ? બુદ્ધિને જ્ઞાનરૂપ બોધ બનાવવા આ પ્રશ્નો આત્માને પૂછવાના છે. ધનથી મુકત થવા દાન છે. ધનનો કર્દ ખપ ન પડે તેવી સ્થિતિ પેદા કરવા દાન છે. ધન અને ભોગનો ખપ તે જ મોટું પાપ છે. તે બેનો ખપ જ ન પડે તેવી જગ્યાએ જવું છે. તે માટે ધર્મ કરવાનો છે.
ધન અને ભોગ તો અનર્થકારી જ છે, તેનાથી જે સુખનો અનુભવ થાય છે તે તેનો પ્રતાપ નથી, પણ પૂર્વના પૂણ્યનો પ્રતાપ છે.
દુનિયામાં જે કાંઇ સારૂં છે તે મળે ધર્મથી જ. પણ તેના માટે ધર્મ કરે તો ચપ્પણિયા જેવું મળે અને નુકશાનનો પાર નહિં.
ધર્મ બુદ્ધિ મુજબ કરાય કે શાસ્ત્ર મુજબ? જે કહે કે ‘સુખ મેળવવા અને દુઃખ કાઢવા ધર્મ કરાય’- તો તેમને પૂછો કે, શાસ્ત્ર બતાવો. કોઇ પણ શાસ્ત્રમાંથી આ વાત કાઢી આપે તો તેનો ગુલામ થઇ જાઉં ! આજે મફતની પૂજા કરનારાઓનો, ગમે તે રીતે ધર્મ ક્રિયા કરનારાઓનો પણ ઠસ્સો ઘણો છે, રૂઆબ તો પાર વિનાનો છે, તેને એમ પણ ન કહેવાય કે, ‘તું ભૂલ કરે છે’ મોહનું નાટક ભયંકર છે.
માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
=