________________
આર્ષ વાણી
આજે મંદિરાદિ ધર્મસ્થાનનો વહીવટ કોણ કરે ? જે ચૂંટાઇને આવે તે. જેને ભગવાનમાં, ગુરુમાં, શાસ્ત્ર ઉપર શ્રદ્ધા નહિ તે હું વહીવટ કરશે ? તે ભગવાનને સાચવશે કે જાતને ?
પ્ર. :- તો વર્લ્ડ વટદાર કેવો જોઇએ ?
ઉ. :- જે ભગવાનનો ભગત હોય, સદ્ગુરુનો સેવક હોય, શાસ્ત્રને માથે રાખતો હોય, ભગવાનની આશાતના ખમાતી ન હોય, જરાપણ દુરૂપયોગ થાય તો ચેન ન પડે, તે દુરૂપયોગ ન થાય તેની કાળજી રાખે-તેવો વહીવટ કરનાર હોવો જોઇએ.
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૧ * તા. ૧૯-૮-૨૦૦૩
લઘુમતિમાં છીએ. આવા કાળમાં ધર્મને સાચવે કોણ ? શાસ્ત્ર મુજબ ચાલતા એકલા રહેવું પડે તો એકલા રહીને પણ બધાની ગાળ ખાય તે. બધાનું માન ઝીલે તે તો ધર્મને મારી નાખ્યા જિના રહે નહિ.
પોતાના ઘર-પેઢીનો વહીવટ કરવા લોહીનું પાણી કરે છે અને ‘ધર્મનું થતું હોય તે થાય' તેવા નાલાયકોને બેસાડીને શું ક મ છે ? જે સંસ્થાને પ્રાણ માને, સંસ્થામાં પોતે ઘસાય, પોતાનો ઘસારો સંસ્થાને ન સોંપે, તેવા વહીવટ કરનારા તીર્થંકર નામકર્મ બાંધે અને મરજી મુજબ કરનારા બધા બે ! જેને માત્ર પોતાની મિલકતની દરકાર છે પા ધર્મની મિલકતની કે સંસ્થાની મિલકતની દરકાર નથી તેને બેસાડાય ? તે બધા આપણું ધર્માદાનું બધું આપી પોતાની મિલકતની રક્ષા કરે છે તેને બેસાડાય ? આવો વખત આવી લાગ્યો છે. ધર્મમાં સારા પ્રામાણિક માણસો ખૂટી ગયા કે ચૂંટણી કરવાની શરૂઆત કરી ? જેઓ પોતે ધર્મમાં હજારો રૂપિયા પોતાના ખરચે છે તે સાચવે કે જેઓ રાતીપાઇ પણ ખરચતા નથી તે સાચવે ? આજે ધર્મસંસ્થાના વહીવટથી ક્રેડીટ વધે છે, તે ક્રેડીટનો લાભ ઉઠાવે છે. સારા માણસોનો દુષ્કાલ પડ્યો છે. આ બધું તમારાથી બને તેવું નથી, તમે લઘુમતિમાં છો. તમારા કરતાં અમે વધુ
આજની સગવડોએ તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાંખી. તમે અમને પણ પંખામાં બેસાડવા માંગો છો અને માઇક ઘાલવા માંગો છો. અમારા જીવતા તો આ થવાનું નથી. ઘર વેચી વરો થાય ? પરોપકારના નામે તમે સાધુઓને ઊંધે માર્ગે ચઢાવી દીધા. આજના સાધનોમાં સગવડોમાં જે સાધુ મુંઝાયા તે સાધુપણું ગુમાવશે. પછી એવો વખત આવશે કે સાધુ જ પંખા, લાઇટ, ફોન વાપરતા થઇ જશે.
O દુઃખ નથી જોઇતું તે અજ્ઞાન કાઢી નાંખો. સંસારમાં દુઃખ સિવાય કાંઇ નથી. દુઃખ ભોગવતા આવડે તે ધર્મ પામે સુખનો તિરસ્કાર કરતાં આવડે તે વહેલો ત્યાગી થાય દુઃખના દ્વેષી અને સુખના રાગી જીવો ધર્મ પામવા અયોગ્ય છે. દુઃખનો પ્રતિકાર ભૂંડો છે. પ્રતિકાર પાપનો થાય દુઃખનો નહિ. સુખ તો ફેંકી દેવા જેવું છે, ન ફેંકાય તો મદારી સાપથી જીવે તેમ તેની સાથે સાવચેતીથી જીવાય.
O તમે માનપાન આપો માટે આ પાટ પર નથી બેસતા તમે માનપાન આપો તે માટે જો આ શ્રી સુધર્માસ્વામિન પાટ પર બેસીએ તો અમે તમારાથી નપાવટ છીએ, અ પાટને અભડાવનાર છીએ. ભણ્યા છતાં ઊંધા છીએ, જ્ઞાની છતાં બેવક છીએ.
સ્નેહની
‘‘સ્નેહ વિવેકરૂપી ચંદ્રને માટે રાહુમુખ છે, દોષરૂપી પાણીનો સાગર છે, મોહરૂપી મહાસર્પનું દર છે, વૈરાગ્ય રૂપી પર્વતને માટે વજ્ર છે, પાપરૂપી અંધકારથી ભરેલ રાત છે, પૂણ્યરૂપી વૃક્ષો માટે અગ્નિ છે, દુરાચારરૂપી શાકિનીના સમૂહને ક્રીડા કરવા માટેનું સ્મશાન છે, શોકરૂપી પિશાચનું શૂન્ય નગર છે, અહિંસારૂપી ધરતીનો મહાકાળ છે, સત્યરૂપી કમળને માટે હિમ છે, સંવેગરૂપી વાદળને માટે પવન છે, કામદેવરૂપી રાજાનું વિલાસભવન છે, દુઃખરૂપી ફણગા માટે
૧૪૨૩
અનર્થકારિતા
પાણી છે, અનર્થરૂપી નગરનું પ્રવેશદ્વાર છે, સ્વર્ગ-મોક્ષની આડેનો આગળો છે.’’ સ્નેહનું આવું સ્વરૂપ જાણીને બુદ્ધિમાન પુરૂષે સ્નેહ ન કરવો જોઇએ- જાણી બુઝીને ઝેર કોણ ખાય? વળી અહિતમાં પ્રવર્તાવનાર જે કોઇ હોય તેના તરફ કોને પ્રેમ થાય?
(શ્રી સુમતિનાથ ચરિત્ર, પ્રસ્તાવ-૮માંથી શ્રી સુમતિનાથ ભગવાનના આત્માએ- પુરૂષ સિંહરાજાએ પોતાની પત્નીઓને પ્રતિબોધ કરી ત્યારે)