________________
કાર્ય વાણી
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંક:૪૧ * તા. ૧:-૮-૨૦૦૩
આર્ષવાણી
સંકલન : - પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિજયજી મહારાજ
(ગયા અંકથી ચાલુ) (શાસ્રીય સત્ય – સિદ્ધાંતોનો વિજય વાવટો જગતમાં અણનમ લહેરાવતો રાખનાર, સિદ્ધાંતવાગીશ, સન્માર્ગ સંરક્ષક, ઉન્માર્ગ ઉન્મૂલક, પરમતારક પરમગુરૂદેવેશ સ્વ. માં. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી યહારાજાએ, સં. ૨૦૩૦-૨૦૩૧ માં મુંબઇની ચાતુર્માસાદિ સ્થિરતા દરમ્યાન, ‘યોગ દૃષ્ટિ સમુચ્ચય', મહાવીર ચરિય' ને આધારે જે માનનીય પ્રેરક પ્રવચનો આપેલ, તે અપ્રગટ પ્રવચનાંશો આજે પણ તેટલા જ જરૂરી અને સમુદાય- સંઘ - શાસનને અમૂલ્ય માર્ગદર્શન આપનારા છે. તેનું સંકલન, સ્વ. પૂ. સૂરિપૂરંદરશ્રીજીની બારમી સ્વર્ગતિથિએ પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ.
મારા - તારા, પારકા-પોતાન, પક્ષા-પક્ષી, યુગ્રાહિત બુદ્ધિથી પર બની, શાંતચિત્તે વાંચી સૌ વાચકો સન્માર્ગના ખપી બની, વડીલોના સાચા વારસાનું વફાદારથી જતન કરનારા આરાધક બની આત્મકલ્યાણને સાધો તે જ શુભેચ્છા સહ, શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. વચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તો ત્રિવિધે ક્ષમાપના સહ વિરમીએ છીએ. - સંપા.)
D
શ્રી જિનેશ્વર દેવોએ કહેલાં જે તત્ત્વો તેનો યથાર્થ રિચય કરવો તે પરમાર્થ પરિચય છે. જો તમે આ સમજ્યા હોત તો આજે જે જે વાદવિવાદ ચાલે છે, જે જે પ્રશ્નો ઠે છે તે બધાનું સમાધાન થઇ ગયું હોત ! જેને જેને તમારા ગુરુ માનતા હો તેમને વિનય પૂવર્ક પૂછતા અને સમજતા થયા હોત તો એક વિવાદ જીવતો ન રહત ! તત્ત્વોની શ્રદ્ધા થાય તેને સમજવાનું મન ન થાય તેમ બને ખરું ? પહેલી બે સદ્ગુણાવાળાને સાચા-ખોટાનો વિવેક કરવાનું મન થાય. મજ્યા પછી સાચાનો સ્વીકાર અને ખોટાનો ત્યાગ કર્યા
વિના ન જ રહે. જે તમે આવા હોત તો તમારા ગુરુઓ પણ સાવધ થઇ જાય. તેઓ પણ સમજી જાય , શાસનમાં કોઇ પણ નવી વાત ઉભી થશે તો આ જરૂર પૂછવા આવશે કે- ‘“સાહેબ ! આ વાતમાં શાસ્ત્ર શું કહે છે ?’’ પૂછવા આવે ત્યારે ગુરુથી એમ તો ન જ કહી શકાય. કે -“તું શું સમજે ? તારે શી પંચાત ? તને મારા પર વિશ્વાસ નથી ?'' તમારે શું કરવું છે ?
આખું શાસન એક થાય તેવું તો અમાર દિલમાં છે. ભગવાનની આજ્ઞા મુજબ જે સારું કામ કરે તેની સાથે અમે છીએ. જે કહે ‘શાસ્ત્રમાં બાંધ છોડ કરો, સંઘની એકતાના નામે સિદ્ધાંત મૂકી દો, જમાના પ્રમાણે ચાલો' તો તેના ભવના ભવ જાય પણ તેની સાથે ન રહીએ ભૂલ કબૂલ કરાય પણ શાસ્ત્રની વાત ન છોડાય. સમાધાન શાસ્ત્ર પધ્ધતિએ કરવા હરેક કાળમાં તૈયાર છીએ પણ શાસ્ત્ર મૂકી સમાધાન કરવાનું કહે તો તૈયારી નથી. ભલે અમને ‘જીદ્દી’ ‘ઝઘડાલુ’ ‘કજીયાખોર’‘એકતાના વિરોધી’ કહે તે ઇલ્કાબ પહેરી ફરવા અમે તૈયાર છીએ. સત્યની સાથે આપણે હંમેશા હોઇએ. બધી આશા આરાધીએ તેમ નથી. શક્તિ જેટલી આજ્ઞા આરાધવાની મહેનત કરીએ, શ્રદ્ધા રાખીએ, પૂરેપૂરી પળાય તેની ભાવના છે પણ આજ્ઞા વિરુદ્ધ ક ઇ ન થાય તે જ આપણી મહેનત છે. આ દૃષ્ટિએ જે જે વર્તમાનમાં મતભેદ ચાલે છે તો જેની પર વિશ્વાસ હોય તેની પાસે પાના કાઢી સમજીએ. હું ખોટો પડું તો જાહેરમ માફી માગું. દુનિયામાં પણ માણસ પોતાને સમજાયેલ વાત નથી મૂકી શકતો તો શાસનની વાત સમજાઇ તો કે મૂકીએ ? આપણને શ્રદ્ધા છે તો શ્રદ્ધા મુજબ વર્તવાની ઇચ્છા ખરી
આ
?