________________
* વર્ષ: ૧૫૨ અંકઃ ૩૭ * તા. ૨૨-૭-૨૦૦ ધર્મની ક્રિયા જે જે કાળે, જે જે રીતે કરવાની કહી છે તે કરવાની તીવ્ર ઇચ્છા તેનું નામ આદર ! આદર પ્રીતિ માગે ખેડૂતને અનાજ પકવવા જમીન પણ તે તે કાળે ખેડવી પડે ને ? જેમ તમને ઘર-પેઢી-ઓફીસના સમયનો બહુ આદર છે, તેવો જ આદર, તે તે કાળે ધર્મ કરવાનો ખરો ને ? આદર ત્યારે જ આવે કે, સંસારના કામ ગૌણ થઇ જાય. તેવો આદર લાવવાનું મન છે. ખરું ?
|
શ્રી જૈનશાસન (અઠવાડીક)
આર્ષ વાણી
જવાબ આપવા બંધાયેલા છીએ. અમારાથી એમ ન કહેવાય મારે જવાબ નથી દેવો. આચાર્ય “હું આમ કહું છું” તેમ ન કહે. જેને સૂત્ર અને અર્થ પચાવ્યા નથી તેને બોલવાનો અધિકાર છે. તમને પૂછવાનો અધિકાર છે. તમારો આ અધિકાર અમારાથી ખૂંચવી ન લેવાય. ‘તું શું જાણે’ તેમ પણ ન કહેવાય. આશા યુકત નાનો પણ સંઘ મોક્ષે જશે. આજ્ઞાબાહ્ય મોટું ટોળું સંસારમાં ભટકશે. આપણે થોડા હોઇશું તો નુકશાન થવાનું નથી અને ઘણાં કરવા માટે ગમે તેને ઘાલવા નથી. ઘરપેઢીમાં ગમે તેને ઘાલો ? તો ધર્મમાં ગમે તેને ઘલાયી, જેને આગમ પ્રમાણ ન હોય તેને ઘલાય ? પોતાનાથી ઘર ચાલે કે પારકાથી તમે સંગઠ્ઠનની વાત કરો છો પણ પોતાના અને પારક કોને ગણવા તેની સમજ નથી. આજે સીમેન્ટમાં વધુ પડતી રેતી નાખે તો તે મકાનની હાલત શી થાય ? સંપ કોની સાથે કરાય ? ચોરની કે શાહુકારની ? ચોરની સાથે સંપ કરવાનું કહે તો ? આજે જેટલી વાતો ચાલે છે તે તમે મૂરખ છો માટે ચાલે છે. હિસાબ ચોપડાથી થાય કે મોંઢાથી ? જેને મહાપુરુષોની, પોતાના તારક ગુર્વાદિ વડિલોની, શાસ્ત્ર વચનોની કિંમત ન હોય તે ગમે તેટલો હોશિયાર હોય તો પણ સ્વયં રખડવાનો છે અને અનેકને રખડાવનારો છે.
O તમે શ્રી અરિહંતદેવના શાસનને સમજ્યા નથી. અમને પણ ખાડામાં નાખી આવો તેમાંની જાતના છો. તમારે દુઃખીને આપવું નથી અને અમને કહો, અપાવો. અમે કહીએ તેટલું આપો પણ ખરા ? વર્તમાન દેશકાળ એવો આવ્યો છે, જૈનોએ શ્રી જૈન શાસનની પરભાવના કરવી હોય તો અડધી મૂડી લઇ નીકળી પડે, સાધર્મિકોની ભક્તિ કરે, દીન-દુઃખીને મદદ કરે, અ બોલ પ્રણીઓની રક્ષા કરે તો બધાના હૈયામાં ભગવાન પેસી જાય. ધારો કે અમે પૈસા ભેગા કરાવી આપીએ તો વ્યવસ્થા કરનાર કાં નંગ આવે ? પૈસા હડપ કરે તેવા ને ? આજે હિસાબ માંગવાના ગયા, તેમને પૂછાય નહિ કે, આટલા પૈસા કચાં ખરચ્યા ? જે કામ જેને કરવા જેવું, તેને ઉઠે તો કામ થાય. જેને માટે પૈસા ભેગા કર્યા હોય તેમને પહોંચે પણ ખરા ? હૈયાની દયા ઉઠે, પૈસાનું મમત્ત્વ ઉતર્યું હોય તે સાચી દયા કરી શકે !
O શાસ્ત્રદર્શન-પૂજનાદિ દરેક ધર્મકાર્યોના સમય પણ નકકી કર્યા છે . તે કાલ-સમય મુજબ ધર્મક્રિયા કરવાની વાત આજેરહી થી ને ? અમે તો સંસારી જીવ, અમારે સત્તરસો કામ, શાસ્ત્ર કહેલ ધર્મના કાળ મુજબ અમારાથી ન થાય, તમારે કરાવવા તો અમને બધી છૂટછાટ આપો ! તો અપાય ખરી ? જ્ઞાનિઓને જે જે કાળે જે જે ધર્મ કરવાનો કહ્યો, તે તે કાળે તે તે ધર્મ કરવો જ જોઇએ, તેમાં ફેરફાર ન જ કરવો જોઇએ, ફેરફાર કરીએ તો ઘણું ખોટું થાય છે - તેવો તમને આદર ખરો ? એવા ઘણા ભાગ્યશાળીઓ થઇ ગયા, વર્તમાનમાં પ ણ છે, જેઓ, જે ધર્મ જે કાળે કરવાનો કહ્યો, તે ધર્મ તે કાર્ડી બધાં જ કામ પડતા મૂકી કરતા હતા.જે જે
૧૩૭૭
જે ખરેખર દુઃખી છે પણ જાતવાન છે તે કોઇની પાસે હાથ લાંબો કરતા નથી. આજે માંગણા તમે પકવ્યા છે. તમે ફોર્મ મંગાવો, આખી જાત ખોલાવો. જે ફોર્મ ભરે તે ખરેખર સાચા હોય છે ? જે લોકો બીજાને સહાય કરી શકે તેવા પણ ફોર્મ ભરેને ? બહુ દુઃખીને આ કાગળીયા ભરતા આવડે છે ? તેના પર અમારી મહોર છાપ માગો તો તે બને નહિ. ભગવાને દુઃખીને દુઃખ વેઠવાનું અને સુખીને સુખ છોડવાનું કહ્યું છે તે સલાહ આપી સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકા, સમકિત્ત, ધર્માત્મા બનાવ્યા છે. (ક્રમશઃ)