________________
आज्ञाराद्वा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
જૈન શાસન
વર્ષ: ૧૫)
(અઠવાડીક)
* સંવત ૨૦૫૯ અષાઢ સુદ – ૯ * મંગળવાર, તા. ૮-૭-૨૦૦૩
ન
બાસઠમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ... (શ્રી જિન જ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઇપણ હુ ખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના -અવ.) पियमायः वच्च भज्जा सयण धणा सबलतित्थिमंतिनिवा । नायर अहम पमाया परमत्थ भयाणि जीवाणं ॥
સંર ારનું જીવન પસાર કરતાં પાપથી ખૂબ જ ડરો છો ? સંર ારની પ્રવૃતિને પાપ માનો છો ? ‘કયારે છૂટે’ ‘કયારે છૂટે’ - તેમ થયા કરે છે ? જેને આ સંસાર અસાર લાગે, મોઠ જ મેળવવા જેવો લાગે, તે માટે સાધુપણું જ કરવા જેવું લાગે, તે માટે ધર્મ જ કરવા જેવો લાગે તેને સંસારના ૪ રાગી એવા મા-બાપ આડે આવે, સગી સ્ત્રી પણ આડે બાવે. પિતા-માતાની વાત જોઇ આવ્યા. ધર્મપત્ની પણ જો દર્મ ન સમજી હોય તો ય આડે આવે તેની વાત સમજાવવું છે. તે માટે પ્રદેશી રાજા તેની સૂર્યકાન્તા નામની રાણીની વાત કરવી છે.
શ્રી પ્રેદેશી રાજા મહાનાસ્તિક હતો. તેણે તેના રાજ્યમાં કોઇ સાધુ ન આવી શકે તેવો કડક નિયમ રાખેલો
તંત્રીઓઃ
પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) ભરત સુદર્શનભાઇ મહેતા (રાજકોટ) હેમકુમાર મનસુખલાલ શાહ રાજકોટ)| પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
(અંકઃ ૩૫
સં ૨૦૪૩, આસો વદ-૨+૩, શુક્રવાર, તા. ૯-૧૦-૧૯૨૭ શ્રી ચંદનબાલા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ - ૪૦૦ ૦૬.
પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
હતો. તેના રાજ્યમાં વસનાર ધર્માત્માઓ દુઃખી હતા કે આ અધર્મી રાજા છે. ધર્મગુરુઓને પણ આવવા દેતો નથી. તેનો મંત્રી પણ તેના જેવો હતો. પણ ભવિતવ્યતા સારી કે, તે મંત્રી કાર્યવશાત્ કોઇ એક બીજા રાજાના રાજ્યમાં ગયો અને પ્રસંગ પામીને ચાર જ્ઞાનના ધણી એવી શ્રી કેણી મહારાજાને સાંભળ્યા, ત્યાં તે ધર્મ પામ્યો. તેને થયું કે, બહુ જુલમ થઇ ગયો. આટલો કાળ આવા સદ્ધર્મથી વંત્રિત રહ્યો. મારે મારા રાજાને પણ ધર્મ પમાડવો જોઇએ. તેથી શ્રી કેશી મહારાજાને વિનંતી કરે છે કે - ભગવન્ ! મારા દેશમાં પધારો અને મારા રાજાને પણ પ્રતિબોધ કરો. તે પછી તે મંત્રી આચાર્ય મહારાજા પોતાના દેશમાં પધારે અને રાજાને જાણ ન થાય તેવી વ્યવસ્થા કરીને આવ્યો. વિહારના ક્રમે શ્રી કેશી મહારાજા પણ તેની રાજધાનીમાં આવ્યા. ધાર્મિક નગરજનો આનંદમાં આવી ગયા અને ધર્મદેશના ચાલુ થઇ. મંત્રીને પણ આ સમાચાર મલી ગયા.
મંત્રી પણ રાજાને લઇને ફરવા નીકળ્યો અને ઉદ્યાનમાં ધર્મદેશના ચાલી રહી છે તે પ્રદેશની નજીક આવી
૧૩૪૧