________________
સમાચાર
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ : ૧પ જ અંક: 33
તા. ૨૪-૬-૨૦૦૫
સમાચાર સારા
7
દાક્તરાઇ નરેઃ
બાલમુ સુ કેવલકુમાર સુરેશચંદ્રજી ઉજૈનવાલાની ૧૦ વર્ષની બાલવ માં ચૈત્ર વદ ૧૧ દિ. ૨૭-૪-૨૦૦૩ના દિવસે ભાગવતી દીટા થયેલ. દીક્ષિત નામ મુનિરાજશ્રી કેતકીરત્ન વિજયજી રાખી પ.પૂ. આચાર્યદિવ શ્રીમદ્દ વિજય દર્શનરત્ન સૂરીશ્વરજી મ.સા. શિષ્યરૂપે જાહેર થયેલ. ચંદનબાલા (સોનાકુમારી ગતાવરમલજી મુથાથી પણ આજે દીક્ષા થયેલ. એમનું નામ ર ાધ્વીજી ચરણપ્રશાશ્રીજી અને ગુરૂણીનું નામ સાધ્વીજી લક્ષીતપ્રજ્ઞાશ્રીજી જાહેર થયેલ. આ દીક્ષા દાંતાઇના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે સદાને માટે અંકિત રહેશે. આજે પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દર્શનર સૂરીશ્વરજી મ.સા.ને અમેર, ઉદયપુર, જાલોર, કોટા, જોધપુર પાંચ જિલ્લાઓની વિનંતી હતી. પૂજયશ્રી કોટા ચોમાસાની ભાવના દર્શાવતાં જય જય શબ્દથી વાતાવરણ ગુંજી ઉઠેલ. ગાંધાર તીર્થ :
અત્રે 8 અમીઝરા પાર્શ્વનાથ પ્રસાદે પૂ.પાદ શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની દીક્ષાભૂમી નિમિત્તે ગુરૂભકતોએ પૂ.પાદશ્રીના ગુરુમંદિરનું નિર્માણ કરેલ છે જેમાં પૂ.પાદશ્રીની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો મહોત્સવ પ.પૂ. પ્રશાંતમૂર્તિ ગચ્છ સંચાલક પૂ. આચાર્ય દેવશ્રી હેમભૂષણ સૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ચૈત્ર સુદ ૧૩-૧૪થી ત્રણ દિવસની ભવ્ય રીતે ઉજવાયેલ. પ્રથમ દિવસે શ ચંદુલાલ જેસંગભાઇ તરફથી અઢાર અભિષેક કરવામાં આવેલ. ચૈત્ર સુદ ૧૫ ભોરીલ તીર્થ નીવાસી વહોરા તારાચંદ મલુ ચંદ તરફથી સિદ્ધચક્રપૂજન ભણાવવામાં આવેલ. ચૈત્ર વદી ૧ના સવારે નવગ્રહ પૂજન થયેલ બાદ ગુરુમૂર્તિના અભિષેક થયેલ બાદ પ્રતિષ્ઠા થયેલ. બપોરે વિજય મુહર્તે ધાનેરા નીવાસી વોહોરા કકલચંદ હીરાચંદ અજવાણ પર વાર તરફથી શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ.. જીવદયાની ટીપ સુંદર થવા પામી. ત્રણ દીવસ સંઘજમણ થયેલ. ગુરુમૂરિ ભરાવાનો લાભ શેઠ માણેકલાલ મોહનલાલે લીધેલ. ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ ભોરીલ તીર્થ નીવાસી મહેતા નથુબેન દેવચંદ ઝવેરી પરીવાર હ. શાંતિભાઇએ લીધેલ. વિધિવિધાન જામનગરવાળા સુપ્રસિદ્ધ ક્રિયાકારક નવીનચંદ્ર બાબુલાલ શાહ, તથા અમદાવાદ વાળા નાનુભાઇ બાવીસીએ સુંદર રીતે કરાવેલા. ધ્વજદંડ કળશની પ્રતિષ્ઠા અમદાવાદ નીવાસી શેઠ અરવિંદભાઇ પનાલાલ હ. શ્રીયકભાઈએ કરેલ. |
શ્રી ભોરોલતીર્થ
અત્રે પરમ પૂજય વર્ધમાન તપોનિધિ આચાર્યદિવશ્રી વિજય ગુણયશ સૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. ભોરોલ તીર્થ ભૂષણ પ્રવચન પ્રભાવક પૂ.આ. દેવશ્રી કીર્તિયશ સૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ચૈત્ર વદી ૧૪થી વૈશાખ સુદ ૮ સુધીનો દશાન્તિકા મહોત્સવ, બાર (૧૨) ભગવંતની અંજનશલાકા, તથા નૂતન સમવસરણ મંદિરમાં તેમજ મુખ્ય જિનાલયના ઉપર નીચેના ગવાક્ષમાં દશ (૧૦) જિનબિંબોની તથા બે ગણધર મૂર્તિ, તથા નૂતન ગુરુમંદિરમાં પ.પૂ. આચાર્યશ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ, પૂ. પંન્યાસ શ્રી તિલકવિજયજી મ., પૂ. આ. શ્રી વિજયશાંતિચંદ્ર સૂરીશ્વરજી મ., પૂ. આચાર્યશ્રી વિજયકનકપ્રભ સૂરીશ્વરજી મહારાજા, ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા તથા પૂ. સાધ્વીજી મ.શ્રી મૈત્રી દર્શનાશ્રીજી મ.સા.ની વડી દિક્ષા તથા મુમુક્ષુ કુમારી કિરણબેન રાંભીયા તથા કુમારી ખુશલત્તાબેન ગુલચાની ભાગવતી દિક્ષા તેમજ તીર્થની સાલગીરી ધજારોપણ નીમીતે નવાણુ અભિષેક મહાપૂજા, ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, પરમાત્માને અંજનશલાકા પ્રતિષ્ઠામહ બૃહદ અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર તેમજ વર્ષીતપના પારણા સહિત પરમાત્મા ભકિત ! મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાયો, દશે દિવસ જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી ત્રણ ટાઈમ સાધર્મિક ભકિત, સંઘજમણ, સંઘપૂજનો ઉલ્લાસપૂર્વક થયા. દેવદ્રવ્યની ચડાવાની ઉપજતેમજ દીક્ષાર્થીના વસ્ત્રો - પાત્રો વહોરાવવાની ઉપજ ન ધારેલ થવા પામી. જીવદયાની ટીપ ખૂબ સુંદર થવા પામી, મહોત્સવના વિધિવિધાન જામનગર નિવાસી અંજન શલાકા પ્રતિષ્ઠાદી વિધિ વિધાનોના વિધાન અનુભવી કુશલ નો કિયાકારકશ્રી નવીનચંદ્રબાબુલાલ શાહની મંડળીએ સુંદરરીતે કરાવ્યો. સંગીતમાં પાટણના પરિમલ રામીની મંડળી પધારતા સારી જમાવટ થવા પામી. દરરોજ પરમાત્માને નયનરમ્ય લાખેણી અંગરચના તેમજ સાંજે દિપક રોશની આદી સારી રીતે થતું હતું. પાંચોટઃ
અત્રે પ્રથમ તીર્થપતિ શ્રી આદિનાથ ભગવંતની છત્રછાયામાં શાસન પ્રભાવક પૂ. આ. ભ. શ્રી વિ. ગુણશીલ સૂ.મ.સા., પૂ. મુ. શ્રી કુલશીલ વિ. મ. આદિ તથા પ્રવર્તક પૂ. મુ. શ્રી હરીશભદ્ર વિ.મ. તથા પૂ. સાધ્વીજી શ્રી ઈન્દુરેખા શ્રીજી