________________
--------------0-0-0-0-0-0-0-0-0)()()()()()()-(0)-(0)-(0)-(0)
Ie? Sp10 IIoID]n&3Ie9le IIP) Ie(283) SIDE
3 33 3 3 0 3 3 3 0 0 0 0 0 0 3 X 3
ગૃહમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ
શ્રી જૈનશાસન (અઠવાડીક * વર્ષ : ૧૫ * અંક ઃ 33 * તા. ૨૪-૬-૨૦૦૩
ગાજતે રત્નપુરી જિનાલયમાં આવી પહોંચ્યા હતાં.
ગૃહમંદિરમાં પ્રતિષ્ઠિત થનારા પુરૂષાદાર્નીય પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુને તેમજ ગુરૂ ભગવંતોને વિનંતી કરી દેવ- ગુરૂનું સામીપ્ય મેળવી રત્નપુરીથી વાજતે ગાજતે વિશાળ સાજન માજન સાથે પ્રભાવક રથયાત્રાનો આયોજક પરિવાર આરંભ કરાવ્યો હતો.
ગત ચૈ.વ.દિ. ૧૦ના દિને મલાડ (ઇસ્ટ)ની ગલીઓ પ્રભાત ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ ગૃહમંદિર પ્રતિષ્ઠા નિમિત્તે પ્રારંભાયેલી રથયાત્રાના મહેરામણથી છલકાઇ ગઇ હતી.
વ્યાખ્યાન વાચસ્પતિ પૂજયપાદ વિ.રામચંદ્રસૂરીશ્વરજી
આ.ભ.
મહારાજાના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.
પન્યાસ પ્રવર શ્રી નયવર્ધન વિ. ગણિવર્યના પ્રભાવક શિષ્ય- પ્રશિષ્યો પૂ. મુનિરાજ શ્રી ભવ્યવર્ધન વિ.મ., પૂ.મુ. શ્રી મંગલવર્ધન
વિ.મ. તેમજ પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન
વિ.મ.ની પ્રેરણાને ઝીલી લઇ સુશ્રાવક ધીરૂભાઇ પોપટલાલ ગાંધી પરિવારે ખૂબ ટૂંકા સમયમાં એક અગત્યની શાસ્ત્રાજ્ઞાને ચરિતાર્થ કરી પોતાના ફલેટના ટેરેસમાં રળીયામણા અને દર્શનીય ગૃહમંદિરનું નિર્માણ કરી દીધું હતું.
સમવસરણાકારથી વિશિષ્ટ બનેલા આ ગૃહમંદિરની ચલપ્રતિષ્ઠા પ્રસંગે ઉકત પરિવારે ગૃહમંદિરનું માર્ગદર્શન આપનારા મુનિવરોને જ વિનંતી કરી હતી. જેનો સ્વીકાર થતાં ચૈ.વ. ૯ના દિવસે પૂજયોને પોતાના ગૃહાંગણે પધરાવી ત્યાંથી સામૈયા સાથે રત્નપુરી- સંઘમાં પ્રવેશ કરાવ્યો હતો. જયાં સામૈયાને અંતે પૂજય મુનિવર્યશ્રીનું પ્રવચન થતાં રૂા. ૭થી સંઘપૂજન પણ થયું
હતું.
ઉપનગરના વિવિધ માર્ગો પર ફરી અંતે એ રથયાત્રા દ્વારકાદેવી સોસાયટી સ્થિત આયોજક પરિવારના નિવાસ સ્થાને પહોંચી હતી. જયાં સાચા મોતી, હું રા, સોનાચાંદીના ફૂલથી પરમાત્માને પરિવારજનોએ વધાવ્યા હતાં. બેન્ડ, ઢોલ, ત્રાંસાના મંગલ નિનાદો વચ્ચે પૂજય ગુરૂ ભગવંતોએ મન્ત્રધ્વનિ ઉચ્ચારતાં પૂજનીય પરમાત્માનો ગૃહમંદિર પ્રવેશ થયો હતો.
આ પ્રસંગે પરિવાર સાથે સંકળાયેલા એકાધિક ભાગ્યવાનોએ પરમાત્માના કંઠે સુવર્ણહાર અર્પિત કર્યા હતાં. ૐ પુન્યાહું - પુન્યાહંના ધ્વનિ શ ત થતાં જ ગૃહમંદિરમાં સકળસંઘે ચૈત્યવંદન કર્યું હતું.
ત્યારબાદ સોસાયટીના પરિસરમાં ખાસ સજજ્ કરાયેલા અને ગૃહમંદિર તેમજ જિનભકિના વિશિષ્ટ માહાત્મ્યને વર્ણવતાં અનેક બેનરોથી અલંકૃત થયેલા સમિયાણામાં પૂજય મુનિવર્યો સહિત ચતુર્વિધ સંઘ એકત્ર થતાં પૂ. મુનિરાજ શ્રી હિતવર્ધન વિ.મ.એ અનેક વિષયોને આવરી લેતું અસરકારક પ્રવચન ફરમાવ્યું હતું
પ્રવચન બાદ વિવિધ પરિવારોએ તેમ આયોજક પરિવારે ગુરૂપૂજન કરી ઉપસ્થિત વિશ ળ સંખ્યક સાધર્મિકોની રૂા. ૨૫ દ્વારા પહેરામણી કરી હતી. વધુમાં શા. ધીરૂભાઇ ગાંધી પરિવાર તરફથી સૌ રાધર્મિકોની નવકારશી ભકિતનો લાભ પણ લેવાયો હતો અને એ સાથે પ્રત્યેક સાધર્મિકને બુંદીના લાડુની પ્રભાવના પણ થઇ હતી.
આમ, મલાડ (ઇસ્ટ)માં ઉજવાયેલ ગૃહમંદિર પ્રતિષ્ઠાનો આ પ્રસંગ પ્રભાવક બની જવા પામ્યો છે.
એમાં ચૈ.વ. હિ.૧૦નો મુહૂર્તનો દિવસ આવી પહોંચાં સવારે ૬-૦૦ કલાકે જ પરિવારજનો અને સંઘજનોની વિશાળ ઉપસ્થિતિ સાથે શ્રી ધીરૂભાઇ વાજતે
|||||||||||મ ૧૩૩૪૫૫)