________________
હિતશિક્ષા આપે જીવન શિક્ષા એટલે આચાર-વિચાર, ખાવા-પીવામાં કે ઈન્દ્રિયનો વિષયોમાં લોલુપ ન હોય, શાંત પ્રકૃતિવાળો હોય અને સત્યપરાયણ-સત્યમાં રતિવાળો હોય તે આત્મા શિક્ષાને માટે યોગ્ય કહેવાય.
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૭
ગુર્વાદિ વડિલોની હિતશિક્ષા જેને ગમે તે આત્મા ઉત્તરોત્તર આત્મગુણ સંપતિથી સમૃદ્ધ બનતો અંતે નિર્વાણને પણ પામે છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ કહેવાયું છે કેआलोयण निरवलावे, आवईसु दड् ढघम्मया । अणिस्सि ओवहाणे य, सिक्खा निप्पडिकम्मया ॥ १ ॥ अण्णा यया अलोभे य, तितिक्खा अज्जये सूई । सम्मदिठ्ठी समाही य, आयारे तिणओवए ||२|| धिई मई य संवेगे, पणिहि सुविहि संवरे । अत्तदो सो वसं हारे, सव्वकामविरत्तया ||३|| पच्चक्खाणे विउस्सग्गे, अप्पमादे लवालवे । ज्झाणसं वरजोगे य, उदए मारणं तिए ||४|| संगाणं य परिण्णाया, पायच्छित्तकरणे विय । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ॥५॥ (શ્રી સમ૦સૂ૦૩૨)
1
· જાણ્યે-અજાણ્યે થયેલ દોષને સદ્ગુરુ આગળ પ્રકાશિત કરી પ્રાયશ્ચિત લેવું અને પૂરૂં કરવું.
૨- કોઈની પણ આગળ પોતાની મોટાઈ કહી બતાવવી નહિ.
૩- આપત્તિઓના વાવાઝોડામાં પણ મેરૂપર્વતની જેમ સ્વધર્મમાં મક્કમ રહેવું-સ્વધર્મથી ચલિત થવું ના. ૪- આ લોક કે પરલોક સંબંધી સુખ-સમૃદ્ધિની ઈચ્છા રાખ્યા વિના ઉપધાન-યોગોદ્દહન, તપ-જપ કરવાં. ૫- સૂત્રાર્થના ગ્રહણ રૂપ નિર્મલ બોધ ધારણ કરવો.
શરીરની જરાપણ સાર-સંભાળ, આળ-પંપાળ કે ટાપ-ટીપ કરવી નહિ.
૭- તપ-જપ-વ્રત આદિ કરી, પોતાની વાહવાહ બોલાવવા ખાતર બીજાને કહેવા નહિ.
ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં અધિક લોભી કે તેમાં ખાસક્ત-વૃદ્ધ બનવું નહિ.
૯- ડાંસ-મચ્છર આદિ અનેક પ્રકારના પરિષહો મજેથી
=
૭ તા. ૨૬-૧૧-૨૦૦૨
સહનકરવા.
૧૦- કપટ-દગા રહિતપણે નિર્મલ ઉચિત વ્યવહાર કરવો. ૧૧- સાચા સંયમનું આચરણ કરી શુદ્ધ રહેવું. ૧૨- શ્રદ્ધામાં અશ્રદ્ધા આવી ન જાય માટે સાવધ રહેવું. ૧૩- સ્વસ્થ-શાંતિચિત્તવાળા બની જીવન જીવવું. ૧૪- સદાચારી બનવું.
૧૫- વિનયી બનવું. ૧૬-ધૈર્યવાળી મતિ રાખવી.
૧૭- સંસારના સુખો પ્રત્યે ઉદાસીનતા કેળવી, મોક્ષની જ ઈચ્છાવાળું હૈયું બનાવવું.
૧૮- મન, વચન, કાયાથી થતાં અશુભ વ્યાપારોને રોકવા. ૧૯- સદાચારનું સેવન કરવું
૨૦- હિંસા, અસત્ય, ચોરી, પરિચય,મમત્વાદિથી થતાં પાપોને રોકવા.
૨૧- આત્માના દોષોને શોધી-શોધીને દૂર કરવા. ૨૨- સર્વ પ્રકારની ઈચ્છાઓથી અલિપ્ત રહેવું. ૨૩- ત્યાગધર્મમાં સદૈવ આગળ વધ્યા કરવું. ૨૪- સઘળી ઉપાધિઓથી રહિત બનવું ૨૫- ગર્વનો ત્યાગ કરવો.
૨૬- એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો.
૨૭- આજ્ઞામુજબનાં અનુષ્ઠાનોમાં રત બનવું. ૨૮- ગહન સિદ્ધાન્તોના ગંભીર આશયો અને ઊંડા અર્થો વિષે હંમેશા વિચાર કરવો.
૨૯- મૃત્યુ સમયે પણ કર્મોનો અવરોધ કરનાર શુભ કર્મરૂપી સંવરનો વ્યવહાર કરવો.
૩૦- સ્નેહી-સંબંધી-સ્વજનોના સંગથી ઉત્પન્ન થતાં સ્નેહના પરિણામને સમજી લઈતેનો ત્યાગ કરવો. ૩૧- અજાણતાં થયેલ ભૂલોનું પણ પ્રાયશ્ચિત કરવું. ૩૨- અંતિમ સમયે વિશિષ્ટ આરાધનાથી આત્માને ભાવિત કરવો.
આરાધનામાં આગળ વધવા આ બત્રીશ શિક્ષાપદો જ્ઞાનિઓએ કહેલા છે. જેનો પરમાર્થ ગુર્વાદિ વડિલોની સેવા-ભક્તિથી પ્રાપ્ત વાચના અને હિતશિક્ષાથી સમજાય છે. તે પ્રમાણે જીવનાર આત્મા અલ્પ સમયમાં નિર્વાણને પામે છે.
૮૫૨