________________
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
|
રસ નથી-એમ કહું તો સાચો પડું ને ? સઘળા ય જીવોને પોતાના જેવો માનનારો આત્મા, અનેકને દુ:ખ આપીને મજાથી જીવે ખરો ? અનીતિ ય કરે, ચોરી ય ક, અનેકને મજેથી ઠંગે, કોઈને ય છોડે નહિ-આવુ બધું મજેથી કરે તેનામાં શ્રાવકપણું હોઇ શકે ખરું ? વિચાર કરતાં લાગે કે, શ્રાવકપણું ય પામવું તો ઘણું ઘણું કરવા જેવું છે. હજી શ્રાવકપણું પેદા થયું નથી પણ તે શ્રાવકપણું ય મેળવવાની મહેનત ચાલુ છે. જૈનકુલમાં જન્મેલાએ પણ શ્રાવકપણું મેળવવા ઘણું ઘણું કરવું પડે તેવું છે. શું શું કરવું પડે? વ્રત-પચ્ચક્ખાણાદિ. આજ સુધીમાં કેટલાં વ્રત લીધાં છે ? સમ્યક્ત્વ પણ પામ્યા છો ? તેને મેળવવા મહેનત કરી ? ઘણા કહે કે, અમથા પૂજા કરતાં હોઈશું. પૂજા કરીએ માટે સમકિત છે. પૂજા કરે તેનામાં સમકિત હોઇ શકે. પણ શા માટે પૂજા કરે તે જાણવું પડે ને ?
સા : ભાવસ્તવને કારણે દ્રવ્ય સ્તવનો અધિકાર છે.
ઉ. ભાવસ્તવ શું છે ? ભગવાનની પૂજા સાધુ ધર્મને પામવા માટે કરે તો તે પૂજા સાચી. ભગવાનની પૂજા કર્યા પછી ભગવાન પાસે શું શું માંગો છો ? ભવનિર્વેદ . ભવનિર્વેદ એટલે શું ? સુખમય સંસારથી ભાગી છૂટવાની ઇચ્છા.
ભગવાનની આજ્ઞા ભૂતહિત-ભૂત-પ્રાણી માત્રને માટે હિત કરનારી છે. ગૃહસ્થપણું અનેક જીવોનો નાશ કર્યા વિના જીવાતું નથી. જીવવાની ઇચ્છા કોને ન હોય ? આ ભવ પામ્યા પછી ઘર માંડ્યું તે ભયંકર કોટિનો રોગ છે ને ? તે રોગ માગીને લીધો ને ? શરીરમાં રોગ તો આવે, જ્યારે આ તો માગીને લીધો. ઘર મજેથી માંડ્યું છે, મજેથી ચલાવો છો, વેપારાદિ મજેથી કરો છો તે બધા રોગ છે. સઘળા ય પ્રાણીઓના હિતને કરનારી આજ્ઞાને સમજ્યા હોત
|
|
e
* વર્ષ:૧૫ અંક ઃ ૧૯ ૨ તા. ૧૮-૩-૨૦૦૩
તો ગૃહસ્થપણું માંડવું ગમત ખરું ? ઘર મજેથી માંડવું તે તો અનેકને અહિત કરનારું છે, અનેકને દુ:ખમ મૂકનારું છે. સારા ધર્મીને ય ગૃહસ્થપણામાં હિંસ વિના જીવી શકાતું નથી. આજે તો સુખ માટે બધાને દુ:ખ આપવામાં વાંધો નથી લાગતો, હું ખરાબ ક છું તેમ પણ નથી લાગતું-આવાને ભગવાનની આજ્ઞા ‘ભૂતહિત’ છે તે ક્યાંથી સમજાય ?
ભગવાનની આજ્ઞા બધા પ્રાણીઓને હિત કરનારી છે તેમ સમજાયું હોત તો ઘર મજેથી માંડત નહિ, ઘરમાં મજેથી રહેત પણ નહિ. વેપારાદિ પણ મજેથી કરત નહિ. આજીવિકાનું સાધન હોત તો તો વેપારાદિ પણ કરત નહિ. લોભના યોગે કરવો પડતો હોત તો મહા દુ:ખ થાત. આજના લોભીયા કેવા છે? આજના લોભી એટલે મોટામાં મોટા લુંટારા ! અનીતિથી વેપારાદિ કરનારો જૈન પોતાને લુંટારો સમજે. તે તો માને કે, હું કાંઇ માણસ છું ! અનેકને ઠગુ, વિશ્વાસઘાત કરું તો મારા જેવો પાપી કોણ આવું પણ લાગે તો ય કામ થઇ જાય. અજ્ઞાનીની જેમ શ્રાવકો ય મજેથી પાપ કરે તો તેમને ય ભગવાનની આજ્ઞાની ખબર નથી ને ?
ભગવાનની આજ્ઞા પાળવી હોય તેને સાધુપણું પાળ્યા વિના છૂટકો નથી. તે માટે મહેનત કરે એટ્લે તે સમજી જાય કે, ‘ઘરમાં મજેથી રહેવાય નહિ, ધંધા-ધાપા થાય નહિ, સુખ ભોગવાય નહિ, સુખમાં મૂંઝાય નહિ, દુ:ખમાં રોવાય નહિ.’ આવું શાન થઇ જાય. તમને થયું છે ? સંસારમાં ન છૂટકે રહ્યા છો કે મજેથી ? દરેકે કહેવું જોઇએ કે, સાધુપણાની ભાવના છે, થઇ શકતા નથી માટે બેઠા છીએ પણ મહેનત સાધુ થવાની કરીએ છીએ. બધા પાસે આમ હૈયાથી બોલાવવું છે. અહીં આવનારા જૈનો આવું ન બોલે તો તે શું સમજીને અહીં આવે છે ? શું સમજે છે તે સમજાતું નથી.
(ક્રમ:)
૯ ૧૧૫૫