________________
વસુદેવ હિંડ ચરિત્ર....
શ્રી જૈનશાસન (અઠવાડીક) *વર્ષ:૧૫ અંકઃ ૧૭ ૨ તા. ૨૫-૨-૨૦૦૩
વસુદેવ હિંડ ચરિત્ર અંતર્ગત મદનવેગા લંભક
રત્નાયુદ્ધ રાજાને રત્નમાળા દેવી શ્રાવક ધર્મ માળી અચ્યુત દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્યવી બન્ને વિતિભયને વિભીષણ નામે બળદેવને વાસુદેવ થયા. વિભીષણ વાસુદેવ કામ ભોગનો ત્યાગ નહિ કરવાથી બીજી નરકે ગયો. બળદેવ સંયમ લઇ તપતપી છઠે દેવલોકે ગયો. વિભીષણ બીજી નરકમાંથી નીકળી
બુદ્દીપના ઐરવતમાં અયોધ્યાનગરીના શ્રી ધર્મરાજાની સુસીમાંદેવીથી શ્રીદામ નામે કુમાર થયો. તે અનંતજિત અરિહંત પાસે દીક્ષા લઇ સંયમ પાળી પાંચમે દેવલોકે ગયો. અતિકષ્ટ સાતમી નરકમાંથી નીકળી ઘણા તિર્યંચના ભવ કરી તાપસની ભાર્યા ટીની કુક્ષીમાં મૃગશૃંગ નામે પુત્ર થયો. તે ભવમાં તપ કરી નિયાણું બાંધી વિદુષ્ટ થયો છે. વજ્રયુધદેવ સર્વાર્થસિદ્ધથી ચ્યવી સંજય રાજાની સત્યશ્રીદેવીનો સજયંત નામે પુત્ર થયો. શ્રીદામ પાંચમા દેવલોકથી અવી સંજયંતનો ભાઇ જયંત નામે થયો. જાતિ સ્મરણ પામી સંજયંત તથા જયંતે દીક્ષા લીધી. સંજયંત મુનિ જિનકલ્પ સ્વિકારી પ્રતિમા ધ્યાને રહ્યા હતા. તેમને વિઘટે અહિ લાવી ઉપસર્ગ કર્યો. મને કેવળ જ્ઞાન યું અને જયંત શીથીલાચારી બની ચારિત્ર વિરોધી ધરણેન્દ્ર થયો.
તેને મને જોઇ તમોને વધ કરતા અટકાવ્યા ને ઉપસર્ગનું નિવારણ કર્યું. પછી વિદ્યાધરોના પુછવાથી કેવળી ભગવાને કહ્યું કે આ અવસર પીણી કાળમાં બાર તીર્થંકરો થઇ ગયા અને વિમળનાથ વગેરે બાર તીર્થંકરો હવે થશે. તે વખતે ધરણેન્દ્ર તથા બળદેવનો વચંદ્રાભદેવે પુછ્યું કે ‘અમારૂં શું થશે.’ કેવળીએ કહ્યું કે તમો મથુરા નગરીમાં મેરૂમાલી રાજાના મંદર અને સુમેરૂ નામે પુત્રો થશો. મેરૂમાલી રાજા તમોને રાજ્ય આપી. વિમળનાથ સ્વામી પાસે દીક્ષા લઇ
તેમના ગણધર થશે. કેટલોક કાળે તમો રાજ્ય છોડી દીક્ષા લઇ તપ કરી સમેત શીખર પર્વત ૧૨ અનશન કરી મોક્ષે જશો. તે પછી તરત જ સંજયંત કેવળી પણ અધાતીયાં કર્મ ખપાવી નિર્વાણ પામ્યા. પછી વિદ્યાધરો ધરણેન્દ્રને પગે પડી વિદ્યાો પાછી આપવા કહ્યું. ધરણેન્દ્રે વિદ્યાઓ આપી કહ્યું કે જિનગૃહમાં સાધુનો અથવા પતિ પત્નિ મિથુનનો અપરાધ કરશો તો વિદ્યાથી ભષ્ટ થશો. આ વિદુષ્ટના વંશમાં પુરૂષોને મહાવિદ્યાઓ સિદ્ધ થશે નહિ, સ્ત્રીઓને પણ દુ:ખ પૂર્વક સાધી શકાય તેવી ઉપસર્ગવાળી વિદ્યાઓ પણ મહાપુરૂષના દર્શનથી સિદ્ધ થશે.
આ સંજયંતની પાદુકા છે, અને પાંચ નદીના સંગમ પર આવેલ આશિમનગ પર્વતો કાળથી અમારી વિદ્યા આ સિમનગ સાધનની ભૂમિ છે. વિદ્યુટના વંશમાં સેકડો રાજાઓ થઇ ગયા પછી અરૂણચંદ્રરાજા થયો. તેની મેનકાદેવીની હું બાલચંદ્રા નામે પુત્રી છું પૂર્વે પણ મારી જેમ કેતુમતીને પુરૂષોતમ વાસુદેવ નાગપાશથી છોડાવી હતી તે તેને વરી હતી. તેમ હું પણ માતા પિતાની આજ્ઞાપૂર્વક આપને વરીશ. માટે આપ આજ્ઞા કરો આપને શું આપું ! વસુદેવે કહ્યું કે ‘‘તારી બે વિદ્યાઓ વેગવતીને આપ. તથાસ્તુ કહી બન્ને ગયા. હવે વસુદેવ પોતાનું વૃતાંત આગળ ચલાવતાં કહે છે કે હું ત્યાંથી દક્ષિણ દીશા તરફ ચાલ્યો ની એક આશ્રમપદમાં આવ્યો. ઋષીઓએ મને કહ્યું કે શ્રાવસ્તી નગરીમાં એણી પુત્ર રાજાને પ્રિયંગુ સુંદરી નામે પુત્રી છે. તેનો સ્વયંવર રચાતાં કોઇ પણ તેને રૂચ્યો નહિ. રાજાઓને અપમાન થતું જાણી એણીપુત્ર સાથે લડવા લાગ્યા. અમો તેનાથી હારી પાંચસો જણા તાપસો બની ગયા હવે તમો સારા ધર્મનો
૧૧૪૪