SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ: ૧૫૭ અંકઃ ૧૩ મને હસવું આવ્યું તા. ૧- ૧-૨૦૦૩ યાત્રાએ જઇ શકાય’ તેવી વાત કરતા હતા ત્યાં તો આવુ કશુ કહેલુ ન હતુ. તેનુ શું ? અને બીજુ કે લોકોને જ્યારે એમ કહેવામાં આવ્યુ કે-શત્રુંજ્ય માહાત્મ્યમાં દ્રાવિડ-વારિખિલ્લજીના પ્રસંગમાં કાર્તિકપૂર્ણિમાના વર્ણન વખતનું જે લખાણ છે તેમાં એવા ભાવના શબ્દો છે કે ચોમાસામાં યાત્રા કરી શકાય તેનુ શું ? તો તે લોકો સાચે હબક થઇ ગયા હતા. (હસુ આવ્યુ તમને ?) | નીચે રેલો આવતો લાગ્યો એટલે તેમણે તરત કહેવા માં યું કે - ‘‘અમે પરંપરાથી આવું નક્કિ કર્યુ છે.’’ તો પૂ વામાં આવ્યુંકે - ‘પરંપરાના કોઇદષ્ટાંતોતો આપો ?’’ તો કહે કે - ગુરૂમૂર્તિ અંગેની ઉછામણીઓ સ્મારકમાં જાય તેવા કોઇ ઉલ્લેખો મળ્યા નહિ. એટલે છેવટે છેલ્લુ શસ્ત્ર અજમાવ્યું કે - ‘જેવી રીતે પૂજ્યશ્રીજી કાળધર્મની રકમ તે સ્વર્ગસ્થના ભક્તિ મહોત્સવમાં વાપરવાનું નક્કી કરી ગયા તે રીતે અમે પણ આ નક્કિ કર્યું છે.’ ત્યારે તેમને પૂછવામાન આવ્યું કે-પૂજ્યશ્રીજીને તમે ગુરૂ તરીકે માનો છો, પણ હું કે અન્ય સમુદાયવાળા કોઇ નથી માનતા. તેનુ શું ? તમારી પાસે ક્યોં શાસ્ત્રાધાર કે પરંપરા છે – સંમેલનવાળાઓ તો અંદરોઅંદર વિચારણા કરીને નિર્ણય કરીને જાહેર કર્યા હતા (તે ખોટા હતા તે અલગ વાત છે) પણ તમે નકિક શી રીતે કરી લીધુ કે આ રકમ તમે સ્મારકમાં વાપરવાના રાઇટ મેળવી લીધા છે? | | | મજાની વાતો તો હવે છે. જ્યારે પૂજ્યશ્રીજી સં. ૨૦૪૬માં પ્રાય: ખંભાત ચાતુર્માસ હતા ત્યારે તેઓશ્રી સં. ૨૦૨૦નો પટ્ટક કાઢી નાંખવાનું કહેતા હતા અને કહેતા કે -‘“મને મારા ગુરૂજી કહી ગયા છે કે પટ્ટક તું જ કાઢી શકીશ. અને તું કાઢી જ નાંખજે.'' ત્યારે કેટલાંક લોકો પૂજ્યશ્રીને પૂછતા કે-‘લેખિત છે, તમારી પાર્ટી ! ત્યારે પૂજ્યશ્રી હબક થઇ ગયા હતા કે-“હું મારા ગુરૂ પાસે આવું લખાણ માંગું ?’’ હવે જે લોકો પૂજ્યશ્રી પાસે આવુ લખાણ પુરાવા રૂપે માંગતા હતા અને તેથી ૨૦૨૦નો પટ્ટક ન કાઢવાના વિચારોવાળા હતા તે જ લોકો પૂજ્યશ્રીના ડૉ. ધર્મેશભાઇને કહેલા શબ્દો કે જે લેખિત રૂપમાં પૂજ્યશ્રીએ આપ્યા જ નથી તેને આગળ કરીને સ્મારકમાં ગુરૂમૂર્તિ અંગેની તમામ ઉછામણી સ્મારકમાં લઇ જવાનું નક્કિ કરી રહ્યા છે. (હસુ આવે એવી છે ને આ વાત?) | હવે બીજી વાત-‘પૂજ્યશ્રીએ નિષેધ નથી માટે ચોમાસામાં શત્રુંજ્યની યાત્રા કરવા જવાય' આવું છેલ્લે છેલ્લે કહ્યુ હતુ તો આખી જિંદગી દરમ્યાન જે ચોમાસામાં ત્રીજી વાત બહુ મજાની છે. શત્રુંજ્ય માહાત્મ્યના આ પાઠને જોઇને તો પેલા શ્રીમુક્તિપ્રભસૂરી મ. ચાલુ ચોમાસામાં જાત્રા કરવા ગયેલા ત્યાર પછી આ રાઠ જોવા મળતા નાચી ઉઠેલા અને છાપામાં છપાવી મારેલુ કે‘ચોમાસામાં યાત્રા કરવા જવાની મેં કરેલી પ્રવૃતિ જો શાસ્ત્ર વિરૂદ્ધ હોત તો ચતુર્વિધ સંઘે મારી પાસે ક્યારનીયે માફી મંગાવી હોત.'' હકિકતમાં તે કહેતા હતા કે - અમે પાલિતાણા ચોમાસુ કરવા જતાં પહેલા જ્યશ્રીને પૂછેલુ કે આ વખતે કા.સુ.૧૪ + ૧૫ ભેગા આવે છે તો યાત્રા કરવા જવાય ? તો પૂજ્યશ્રીએ કહેલુ કે-કોઇ સાધુ હિંમત કરે તો કામ થાય’' એવું આ. શ્રી મુક્તિપ્રભ સૂ.મ. કહે છે. હવે ઉપર જઇ આવ્યા પછી તે રામુદાયને મળવા આવતા હતા ત્યારે તેમને ફફડાટ પાર વગરનો હતો કે - ‘“નૂતન ગચ્છાધિપતિ આ.દેવ શ્રી મહોદય સૂરી.મ.સા. અમને ઠપકો આપશે.’’ જે વ્યકિત પૂજ્યશ્રીજીને પૂછીને ગયેલી તેના કોઇ લેખિત પુરાવાન હોવાથી તે ડરતા હતા. છેક સુધી તેમનો જીવ તાળવે બંધાયેલો જ રહેલો. પણ તેમની સામે કશા પગલા ભરવામાં ન આવ્યા. અને હવે હસ્તગિરિમાં ચાલુ ચોમાસામાં ઉપધાન માટે જવાનું થશે ત્યારે શ્રી મુક્તિપ્રભસૂ.મ.ને શું થશે ? (હસુ આવ્યુ આ વિચારતા (ત) મને.) સ્મારકવાળા એવું માને છે કે - દ્રવ્યસમલિકામાં (ગુરૂદ્રવ્ય અંગેના જ હો એ ખાસ વિચારણીય છે) ગુરૂદ્રવ્ય અંગેના જે પાઠ છે તે ભાવગુરૂ=જીવિત ગુરૂને ધ્યાનમાં રાખીને છે. ગુરૂમૂર્તિને ધ્યાનમાં રાખીને નથી માટે તે ૧૦૯૮
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy