SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धाच. शिवाय च भवाय च । હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પઝા જેના તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) હા (અઠવાડિક) વર્ષ૧૪) સવંત ૨૦૫૮ ફાગણ વદ ૫ મંગળવારતા.૨-૪-૨જીર (અંક:૨૮ 5ળો Poyre VIKRIS S પ્રવચન – બાવનમ્ | પ્રકીર્ણક ધર્મોપદેશ સં. ૨૦૪૩, ભાદરવા વદ-૯, બુધવાર, તા. ૧૬-૯- ૧ ૭, શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય,વાલકેશ્વર, મુંબઇ-૪૦૦+ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ગતાંકથી-માલ... (શ્રી જિજ્ઞાવિરુદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજી ના આશય | વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના. – અવ૦). ખર, હેરાજ! જે આત્માઓ એવા અવિવેકી અનેરાગાદિથી ભરેલા જનથી હોતા, તે આત્માઓની દશા ઘણી જcત્તમ હોય છે. અને એવી ઉત્તમદશાના કારણે, કર્મસંયોગે મોગોને ભોગવીને અને તે પછી તેનો ત્યાગ કરીને તેવા પ્રકાર નાં ઉત્તમ અનુષ્ઠાનોની આરાધનાથી પ્રમોદને પામતા પવનની માફક અપ્રતિબધ્ધપણે વિહાર કરનારા બનીને પીઓની માફક ઇચ્છા મુજબ વિચરે છે. પા હે રાજન્! મોહનો વિલાસ કોઇ કારમો જ છે. એજ કારણે તે આર્ય! મારા અને આપના હાથમાં આવેલા આ શબ્દમાદિ વિષયો કે જેની આપણે અનેક ઉપાયો દ્વારા રક્ષા કરીએ તો પણ તે તો સ્વભાવે કરીને અસ્થિર હોવાથી | કંપે છે. જ્યારે કારમા મોહના વિલાસને આધીન થયેલા આપણે તા એવા નાશવંત વિષયોમાં પણ એવા આસક્ત રહીએ છીએ કે- એનાથી એક સહેજપણ કંપતા નથી. એ હેતુથી, હે રાજન્! એવા કારમા મોહવિલાસનો ત્યાગ કરીને આપણે પણ પુરોહિત આદિએજેવીરીતિએ આ વિષયોની ચંચળતાને જોઇને એ વિષયોનો ત્યાગ કર્યો, તેમ આપણે પણ ચંચળ એવા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરશું અને સંયમપંથે વિહરશું. વળી હે રાજનું! આપ એવી માન્યતામાં મહાલતા હો કે- ‘અસ્થિર એવા પણ કામો સુખના હેતુ તો છે માટે શું કામ તેનો ત્યાગ કરવો ? તો એ પણ ઠીક નથી. કારણ કે- એમાં સુખની કલ્પના કરવી એ પણ ભ્રમ છે. માટે આપણે તો ધન - ધાન્યાદિ સઘળાય સંગના હેતુઓને તજીને નિ:સંગ થયાં થકા અપ્રતિબધ્ધપણે વિચરશું. કાગ કે- સંગ એ જદુ:ખનું કારણ છે અને નિ:સંગતા એજ શાશ્વત સુખનું કારણ છે. એમ આપણે આ દુનિયામાં પણ દષ્ટાન્તપૂર્વક જોઇ શકીએ છીએ કે- જેમ માંસવાળા પક્ષને અન્ય પક્ષીઓ દ્વારા આપણે પીડાતું જોઇએ છીએ અને એ જપક્ષી જ્યારે માંસહીન બની જાય છે, ત્યારે તેને કોઈજ પીડતું નથી એમ પણ આપણે જોઇએ છીએ. વળી હે રાજન! માંસથી ભરેલા વૃધની છે ઉમા જેને એવા શબ્દાદિ વિષયો સંસારને વધારનારા છે -રમ જાણીને, આપઘણીજ સાવધાનીથી વર્તો. ગરૂડના દર્શનથી ભયભીત બનેલો સર્પજેમ ગરૂડની આગળ અવાજન થાય છે એવી રીતિએ થોડું થોડું ચાલે છે. તેમ આપ પણ આવી રીતિએ યતનાપૂર્વક ઉત્તમક્રિયાઓમાં પ્રવર્તે કે જેથી રડ જેવા વિષયોથી આપને સહજપણ બાધા ન થાય. એટલું જનહિ પણ હેરાજ! હાથી જેમ બંધનના દોરડાને કદી નાખીને વિધ્યાટવી નામના પોતાના સ્થાને ચાલ્યોમય છે, તેમ આપ પણ આપના આત્માને લાગેલા કનાં બંધનોને છેદીનાખીને શુદ્ધજીવના સ્થાનરૂપ જે મુક્તિમાં પહોંચી જશો.
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy