________________
ચેત, ચેત, ચે ાન ! તું ચેત !
શ્રી જૈનશાસન (અઠવાડđક) ૦ વર્ષ: ૧૪ અંક૪૪
ચેત, ચેત, ચેતન ! તું ચેત !
હપ્તો બીજો
હે ચે નરાજ ! તમને દુ:ખ તો સાંભળવું પણ ગમતું નથી ૨ાને દીઠ દેખવું પણ ગમતું નથી અને જરાક દુ:ખની સંભાવના લાગે તો હાય વોય... દોડા દોડ... બચાવો... બચાવો... કરો છો. પણ દુ:ખ કેમ આવે છે તે વિચાઃ ક્યારે પણ કરો છો ખરા ! દુ:ખ આવે પાપથી અને પાપ થાય સુખને માટે. તો જે દુ:ખનજ જોઇતું હોય તો સુખની લાલસાને મીટાવો. દુ:ખથી બચવાની આ રામબાણ અજોડ ઔષધિ છે છતાં પણ વિષમય વિષ ાની વેલડીમાં વીંટળાઇને દુ:ખના પોટલા માથે ઉપાડ્યા કરો છો. આ સંસારના ક્યા ભાગમાં ક્યા ખૂણામાં ક જગ્યાએ સુખ સંતાઇને છૂપાઇ ગયું છે તો ઝાંઝવ ના નીરની જેમ ભ્રમિત થઇને તેને ઢૂંઢવા-ઢંઢોળવા ભ્રમ્યા જ કરો છો અને ભટકાઇને આ જન્મ નિરર્થક હારી જાવ છો. આ વિષયની વાસનના વિરાટ વનમાં શા માટે અટવાઇ ગયો છે અને ચિતાથી પણ અધિક એવી ચિંતાઓથી શા માટે બળ્યા કરે છે. તું વિષયોમાં મેં ઝાઇશ નહિ પણ ચતુર તું ચેતી જા. કારણ કે- સૌ સ્વાર્ધના સગાં છે. મારા મારા કરીને મમતા રાખ્યા કરીશ તેમની પાછળ મરીશ તો પણ તારા જિગરને તોડી નાંખનારી ભયંકર દુ:ખોની અસહ્ય વેદનામાં તેમાંના એક પણ ભાગ લેવા આવવાના નથી અને તું જ બલિનો બકરા બની દુ:ખોની આગમાં હોમાઇજઇશ. બહુ લાલન- પાલન કરી પંપાળી પંપાળીને પુષ્ટ કરેલાં આ દેહની અનિત્યતા અને ક્ષણભંગુરતા, વિનશ્વતા જાણી તે તને શું મૂંઝવે પણ વિવેકી એવો તું તેની જ માયા-મમત। મૂકી દે અને તેને અંતિમ નોટીસ આપીદે કે હવે મારી સાથે જરાપણ ખોટું અડપલું કર્યું છે તો તારી ખેર નથી. સતી સ્ત્રીના સત્ત્વની જેમ આ દેહને મૂળમાંથી ઉખેડવા તારા બધા સત્ત્વને ફોરવ. જેથી સંસાર રૂપી કારાગૃહની બધી જંજીરો બહાદૂરીથી તોડી આ દેહ રૂપી પાંજરાના મૂળને ભેદી નાખ. અને તારક શ્રી
તા. ૧૩-૮-૨૦૦
ભક્તિ પરાગ
જિનાજ્ઞાને રોમે રોમે વસાવી, જીવનને ઓતપ્રોત બનાવી સાધ્યને સાધી લે. ફતેહ પામો વિજય પામ !
આજનો માનવી મર્યાદા અને સંયમના નામથી ભડકે છે. પણ ડગલે અને પગલે બીજાને મર્યાદા અને સંયમમાં રહેવાની પાછી સૂફીયાણી સલાહ આપવાની તકને ચૂકતો નથી. ખરેખર તો માનવને સાચા માનવ, મહા માનવ અને દેવ અને દેવાધિદેવની કોટિમાં લાવનાર જો કાંઇપણ હોય તો આ મર્યાદા અને સંયમ.
જીવનના સ્વેચ્છાચાર-ઉધ્ધતાઇ-ખોટી સ્વતંત્રતા- સ્વચ્છંદતાનો, સભ્ય- શિષ્ટ- આજ્ઞા પૂર્વકનો ઉચિત અંકુશ તેને મર્યાદાથી ઓળખાવી શકાય. તે જ રીતે મન-વચન-કાયાની ઉછૂંખલ અને અશુભ પ્રવૃત્તિઓને સંયમિત બનાવવી તેનું નામ સંયમ કહેવાય. મર્યાદાહીનના મોઢામાં મર્યાદા અને સંયમહીનના મોંઢામાં સંયમ શબ્દ શોભે નહિ પણ તેનો તે બીજા પાસે સ્વીકાર કરાવવા ઇચ્છે છે.
સંયમ અને મર્યાદાના સાચા સ્વરૂપને સમજ્યું હોય તો ‘તીવ્ર-કઠોર તપશ્ચરણ, અડગ આત્મવિશ્વાસ, ધ્યેય પ્રત્યેનો નિર્દભ સમર્પણભાવ, સત્ય સિદ્ધાન્તોનું ઉગ્ર શિસ્તપાલન અને મન-વચન-કાયાનો પ્રમાદ દૂર કરવો’ તે જીવનમાં હોવું જરૂરી છે.
‘મર્યાદા અને સંયમ’ બંધન જરૂર છે પણ છૂટાપણું નથી, તાબે દારી જરૂર છે પણ સ્વેચ્છાચારી અને સ્વચ્છંદીપણું નથી. એ તાબેદારી સાચી સ્વાધીનતાની ખુમારી છે. એ બંધન સાચી સ્વતંત્રતા અને આત્મોન્નતિનો પૂનીત પયગામ છે. દુનિયામાં પણ મર્યાદાશીલ વખણાય પૂજાય છે અને નિર્મયાદ વખોડાય છે. નિંદાય છે. દૂધાળા ઢોર મર્યાદાથી રક્ષાય છે અને હડાયા ઢોર નિર્મયાદાથી મરાય છે. ભલે આજે વાતવાતમાં બધા લોકો આ બે શબ્દને માટે જેમ તેમ (અનુ. પાના નં. ૭૦૫ પર)
૭૦૩