SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ વ્યની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાંજાય શ્રી જૈન શાસન (અઠવાડીક) : વર્ષ: ૧૪ : અંક૪૦ : તા. ૧૬-૭-૨૦૦૨ દેત્રોજ (ભોટાણી) મહાવદ ૧૩ તારીખ:૧૧-૩-૨૦૦૨ પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ પ્રાત: સ્મરણીય આચાર્યદેવેશ પૂ. પ દ વિજય મહેદય સૂરીશ્વરજી મહારાજાની પરમ પવિત્રસેવામાં જિનેન્દ્રસૂરિ ની કોટિશ વંદનાવલી. આપશ્રીજી શાતામાં હશોજી ? આપશ્રીને થોડી તકલીફ થઇ અને પદવી દીક્ષા વિ. પ્રસંગોમાં પધાર્યા ન હતા તેમ સમાચાર મલ્યા તો હવે ઉપચાર અને આરામથી આપનું સ્વાસ્થય સારૂં હશે ? વિ. આપશ્રીની નિશ્રામાં દર્શક આચાર્યદિ મલ્યા ત્યારે આપશ્રીએ જણાવ્યું કે આપણે નવું કંઇ કરવું નથી. તે વખતે આપશ્રી હેમભૂષસૂરીશ્વરજી મ. એ કહ્યું કે- આપે અમને સાંભળવા જોઇએ પછી આપ અભિપ્રાય આપજો. અને તેરસની પ્રતિષ્ઠા થયા પછી તેઓ આપશ્રીને વાત કરશે અને આપશ્રીનો અભિપ્રાય જણાવશે. પરંતુ તેને બદલે પદસ્થો પાસે એવી રજુઆત કરી કે- પૂ. શ્રીની પ્રતિષ્ઠાની બોલીઓ, ગણરદેવોની પ્રતિષ્ઠાની બોલીઓ તથા વડિલ પૂજ્યોની પ્રતિષ્ઠાની બોલીઓ અમે સ્મારકમાં લઇ જવાના છીએ. ૯ કરોડની યોજના સ્મૃતિ મંદિરની મુકી છે જે રકમ થઇ જશે તો પણ પ્રતિષ્ઠાદિની બોર્લ ઓ અમે દેવદ્રવ્યમાં લઇ જવાના નથી. સ્મારકમાં લઇ જશું અને નવા નવા સ્મારકો બનાવીશું. આમ તેઓ પક્ષના પદસ્થોને નિરુત્તર કરી પોતાનો નક્કી કરેલો માર્ગ ઉભો કરે છે અને એ બોલીઓ સ્મારકમાં ન જાય તેવા પાઠો રજુ થાય તેમ વિચારે છે. એમ ખરેખર કરવાની તેમણે કોણે આજ્ઞા આપી છે ? આપનો અભિપ્રાય લેવાની વાત એક બાજુ મુકી અને આ બીજી વાત પ્રચારે છે તેથી આપશ્રીજીને તે વાત તેમણે રજુ ન કરી હોય તેમ લાગે છે. તેથી મેં આ શ્રીજીને આ નિવેદન કર્યું છે. આપશ્રીએ આ બોલીઓ દેવદ્રવ્યમાં જ જાય વિ. જણાવ્યું જ છે. તેથી આ પત્રનો જવાબ આવશે તો મહાકૃપા છે અને કદાચ ન આવે તો આપશ્રીજી ની કૃપા છે જ. આ પત્રનો જવાબ આ. શ્રી હેમભૂષણ સૂરીશ્વરજી લખીને આપે તે મારે અપેક્ષા નથી. કેમ કે તેમા અમારી વચ્ચે રજુઆત કરી તેમ કરવાનું વચન પાળ્યું નથી. આપને અંધારામાં રાખી પદસ્થોને પક્ષમાં લઇ પોતાના આ ગ્રહની પુષ્ટિનો પ્રયાસ કર્યો છે. તે આપશ્રીનો, સમુદાયનો, સિદ્ધાંતનો અને સકલ શ્રી સંઘનો અનાદર છે. અત્યારે ૮-૧૦કરોડની વાત છે. અને આ નવો માર્ગ શરૂ કરાશે તો ભવિષ્યમાં અબજો રૂપિયા દે દ્રવ્યમાં જતા અટકાવવાનો મહા દોષ આપણે શિરે આવશે. જીવનભર દેવ દ્રવ્યની રક્ષા કર્યાનો આપનો પ્રભાવ છે તે તૂટશે. અને પછી તેની સામે પ્રતિકાર વિ. થશે તો સંઘ, શાસન, પક્ષ અને સમુદાયને ડહોળવાનું થશે. આપશ્રીજીનું સ્વાસ્થ્ય સારૂં રહે અને પૂજ્ય શ્રીજી ની જેમ ૯૬ જ નહિ પરંતુ ૧૦૬ વર્ષ શાસન અને ઞમુદાયને માર્ગદર્શન આપી શાસન પૂરાને વહન કરતા રહો એજ એકની એક નમ્ર વિનંતિ સાથે અભિલાષ છે. મારે ચાલવામાં ગતિ બધી છે. તકલીફ તો છે પણ વિહાર થઇ શકે છે આવતા શનિવારે શંખેશ્વર પહોંચવાની ધારાગા છે. કામ સેવા ફરમાવશોજી. ૬૦ શ્રી સેવક જિનેન્દ્રસૂરિની કોટિશ: વંદ નાવલી.
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy