________________
ગુરુદ્રવ્યની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાંજાય શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ:૧૪ * અંક૪૦ : તા. ૧૬-૭-૨૦૦૨
જૈનાબાદ
તારીખ:૨૩-૧-૨૦૦૨
પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક પ્રાત: સ્મરણીય આચાર્યદેવ શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની પવિત્ર સેવામાં.
લિ. સેવક જિનેન્દ્રસૂરિની કોટિશ: વંદનાવલી અવધારશોજી.
.િ આપશ્રીને શાતા હશે ? અવારનવાર દુ:ખાવો થાય છે અને ઉપચારથી સારૂં થઇ જાય છે. તે જાણીને સંતોષ થાય છે.
અમો શંખેશ્વરની પ્રતિષ્ઠા બંધ રાખી બે મહિના આગળ લંબાવી તા. ૨૧ ના વિહાર કરેલ છે. પગની તકલીફ તો છે. દા વાગ્યે નીકળેલા મુકામમાં ૧૨ વાગ્યે પહોંચી આવ્યા છીએ.
વિ. આપશ્રીજીની માગશર વદ ૦)) ના લખેલી ટપાલ મળી વાંચી અનહદ આનંદ થયો છે પૂજ્યશ્રીએ શાસન રક્ષા માટે સમર્પણ બની જીંદગી વીતાવી છે. અને તેમના જ મહાન સિદ્ધાંતિક વિચારોમાં ૧૦ વર્ષમાં વિકૃતિ થાય તે ઘણું જ અજુગતું કહેવાય.
૧ રંતુ આપશ્રીએ મારા પત્રના જવાબમાં દેવદ્રવ્ય અને ગુરુ દ્રવ્ય અંગે પૂજ્યશ્રીના વિચારો સ્પષ્ટ લખી ને જે માર્ગદર્શન આપ્યું તે માટે આપશ્રીની કૃપા કદી ભૂલી શકાશે નહિ.
અમે પાલડી તા. ૨-૨-૦૨ લગભગ પહોંચવા ધારીએ છીએ. જેથી પોષ સુદ ૧૨-૧૩ના પહોચ શકીશ નહિ જેથી આપશ્રીજીની નિશ્રામાં સ્મૃતિ મંદિરની બોલીઓ થવાની છે જે તે વખતે આઅ ભપ્રાય જાહેર થઇ જાય. બોલી બોલ્યા પહેલાં જ ટ્રસ્ટ્રી મંડળને ખૂલાસો થઇ તેઓ તેજ રીતે જાહેર કરે તે જરૂર છે અને તેમ થાય તો જ આપશ્રીજીની નિશ્રામાં બોલી થાય તે યોગ્ય ગણાય.
અમે તા. ૨૭-૧- વીરમગામ છીએ. કંઇ આજ્ઞા હોય તે ફરમાવશોજી. સર્વ મહાત્માઓને સાદ અનુવંદનાદિ જણાવશો.
।મ કાજ ફરમાવશોજી તબીયતના સમાચાર જણાવશોજી.
૬૪૯
દ. જિનેન્દ્રસૂરિની કોટિશ : વંદનાવલી